Today history આજનો ઇતિહાસ 1 ઓક્ટોબર : રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ અને ઇન્ટરનેશનલ કોપી ડે કેમ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસનું શું મહત્વ છે? જાણો

Today history 1 october : આજે 1 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ, ઇન્ટરનેશનલ કોપી ડે અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધદન દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
October 01, 2023 09:59 IST
Today history આજનો ઇતિહાસ 1 ઓક્ટોબર : રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ અને ઇન્ટરનેશનલ કોપી ડે કેમ ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસનું શું મહત્વ છે? જાણો
દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ રરાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ, ઇન્ટરનેશનલ કોપી ડે અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ ઉજવાય છે. (Photo : Canva)

Today History 1 october : આજે 1 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ. લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા અને બ્લડ ડોનેશન સંબંધિત ખોટી માન્યતાઓને દૂર કરવા માટે આ દિવસ ઉજવાય છે. આજે ઇન્ટનેશનલ કોફી ડે અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ છે. વર્ષ 1978માં ભારતમાં લગ્ન માટે છોકરીઓની ઉંમર 14 થી વધારીને 18 અને છોકરાઓની 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવી હતી. વર્ષ 1854માં ભારતમાં ટપાલ ટિકિટની શરૂઆત થઈ. આ ટપાલ ટિકિટ પર રાણી વિક્ટોરિયાનું મસ્તક અને ભારતનું ચિત્ર હતું, અને તેની કિંમત અડધા આના (1/32 રૂપિયા) હતી. આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર મજરૂહ સુલતાનપુરીનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

1 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1854 – ભારતમાં ટપાલ ટિકિટની શરૂઆત થઈ. આ ટિકિટ પર રાણી વિક્ટોરિયાનું મસ્તક અને ભારતનું ચિત્ર હતું. તેની કિંમત અડધા આના (1/32 રૂપિયા) હતી.
  • 1919 – બ્રિટિશ સરકાર દ્વારા 1 ઓક્ટોબર, 1919ના રોજ શિકારી સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.
  • 1949 – ચીનમાં સામ્યવાદી પક્ષનું શાસન શરૂ થયું.
  • 1949 – જનરલ માઓ ત્સે-તુંગ દ્વારા ચીનના પીપલ્સ રિપબ્લિકની ઘોષણા.
  • 1953 – આંધ્ર પ્રદેશ અલગ રાજ્ય બન્યું.
  • 1960 – નાઇજીરીયા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
  • 1967 – ભારતીય પ્રવાસન વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી.
  • 1978 – છોકરીઓની લગ્નની ઉંમર 14 થી વધારીને 18 અને છોકરાઓની 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવી.
  • 1996 – યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટને પશ્ચિમ એશિયા સમિટનું ઉદ્ઘાટન કર્યું.
  • 1998 – શ્રીલંકાના કિલિનોચ્ચી અને માનાકુલમ શહેરો પર કબજો કરવા માટે સેના અને એલટીટીઈના બળવાખોરો વચ્ચેના સંઘર્ષમાં 1300 લોકો મૃત્યુ પામ્યા.
  • 2000 – 27મી ઓલિમ્પિક ગેમ્સનું સિડનીમાં સમાપન થયુ.
  • 2002 – એશિયન ગેમ્સમાં ભારતે સ્નૂકર સ્પર્ધામાં તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો.
  • 2003 – ભારતે નદીઓને એકબીજા સાથે જોડવા અંગે બાંગ્લાદેશની આશંકાઓ દૂર કરી.
  • 2004 – ઇઝરાયેલના વડા પ્રધાન એરિયલ શેરોનની કેબિનેટે ગાઝા પટ્ટીમાં મોટા પાયે લશ્કરી કાર્યવાહી માટેની યોજનાને મંજૂરી આપી.
  • 2005 – ઇન્ડોનેશિયાના બાલીમાં બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના મોત.
  • 2006 – ઇઝરાયલે લેબનોનમાંથી તેની સેનાની છેલ્લી ટુકડી પણ પાછી ખેંચી લીધી.
  • 2007 – જાપાને ઉત્તર કોરિયા સામેના પ્રતિબંધોને આગામી છ મહિના સુધી લંબાવવાની જાહેરાત કરી.
  • 2008 – ત્રિપુરાની રાજધાની અગરતલામાં આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યો.
  • 2015 – ગ્વાટેમાલાના સંતા કેટરિના પિનુલામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 280 લોકો મૃત્યુ પામ્યા.

આ પણ વાંચો |  30 સપ્ટેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ કેમ ઉજવાય છે? સેન્ટ જેરોમ કોણ હતા?

આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ( International Coffee Day)

આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ( International Coffee Day) દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. ઇન્ટરનેશનલ કોપી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરમાંથી દુકાન અને આપણા ઘર સુધી પહોંચાડનાર તમા વ્યક્તિનો સમ્માન-આદર કરવાનો છે. દુનિયામાં કોફી પીનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મર્યાદિત માત્રામાં કોફીનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. તમને જણાવી દઇયે કે, ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશને 2015માં ઈટાલીના મિલાનમાં પ્રથમ વિશ્વ કોફી દિવસનું આયોજન કર્યું હતું. વર્ષ 2014માં આંતરરાષ્ટ્રીય કોફી સંગઠને દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસ વિશ્વભરમાં કોફીના ખેડૂતોના પ્રશ્નો અંગે જાગૃતિ લાવવા માટે પણ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો |  29 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ હૃદય દિવસ કેમ ઉજવાય, હાર્ટ એટેકના દર્દીઓના સંખ્યામાં ચિંતાજનક વધારો

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ (national voluntary blood donation day)

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ (national voluntary blood donation day) દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ આર્થિક લાભ વગરની લાલચ કે અપેક્ષા વગર સ્વેચ્છાએ રક્તદાન કરે છે તેને સ્વૈચ્છિક રક્તદાન કહેવામાં આવે છે. સ્વૈચ્છિક રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને રક્તદાન સંબંધિત ખોટી માન્યતાઓ દૂર કરવા માટે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક બ્લડ યુનિટમાં 350 મિલિગ્રામ લોહી લેવામાં આવે છે, જો પુરતા પ્રમાણમાં આરોગ્યપ્રદ ભોજનની સાથે ફ્ટ જ્યુસ અને દૂધનું સેવન કરવામાં આવે તો રક્તદાન કરેલા જેટલા લોહીનીઉણપ શરીરમાં 24 કલાકમાં પૂરી થઇ શકે છે. એક સ્વસ્થ પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં આ આશરે 4,500 થી 5,700 એમએલ જેટલું લોહી હોય છે. વધી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે, સગર્ભા સ્ત્રીને સામાન્ય રીતે 30 થી 50 ટકા વધુ લોહી હોવું જોઈએ.

28 સપ્ટેમ્બરનો ઇતિહાસ : શહીદ ભગતસિંહ અને લતા મંગેશકરની જન્મજયંતિ, વિશ્વ હડકવા દિવસ કેમ ઉજવાય છે?

આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ (International Day Of Older Persons)

આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ (International Day Of Older Persons) દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વૃદ્ધ લોકો પ્રત્યે સામાજિક સદભાવના, લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે જેથી સમગ્ર વિશ્વમાં વૃદ્ધો પ્રત્યે દુર્વ્યવહાર, ભેદભાવ, ઉપેક્ષા અને અન્યાય બંધ થઈ શકે. આ દિવસે આપણા વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવું અને તેમના વિશે વિચારવું જરૂરી છે. આજનો વૃદ્ધ સમાજ અત્યંત હતાશ છે અને એ હકીકતથી અત્યંત દુ:ખી છે કે જીવનનો બહોળો અનુભવ હોવા છતાં, કોઈ તેમનો અભિપ્રાય લેવા માંગતું નથી કે તેમના અભિપ્રાયને મહત્વ આપતું નથી. આમ સમાજમાં પોતાને નકામા સમજવાને કારણે આપણો વૃદ્ધ સમાજ સૌથી વધુ દુખી રહે છે. વૃદ્ધ સમાજને આ દુ:ખ અને હતાશામાંથી મુક્તિ અપાવવાની આજની સૌથી મોટી જરૂરિયાત છે. આ દિશામાં નક્કર પ્રયાસો કરવાની ખૂબ જ જરૂર છે.

આ પણ વાંચો | 27 સપ્ટેમ્બરનો ઇતિહાસ : આજે ગૂગલનો જન્મદિન, વિશ્વ પ્રવાસન દિવસ કેમ ઉજવાય છે?

1 ઓક્ટોબરની જન્મજયંતિ

  • મનીષ નરવાલ (2001) – ભારતનો પેરા શૂટરબાજ.
  • ગુરદીપ સિંહ (1995) – ભારતીય વેઇટલિફ્ટર.
  • તાપીર ગાઓ (1964) – અરુણાચલ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • ડૉ. સુકમા આચાર્ય (1961) – રોહતક જિલ્લાના રૂરકી ગામના ‘વિશ્વવરા કન્યા ગુરુકુલ’ના આચાર્ય.
  • એસ. સુબ્રમણ્ય અય્યર (1842) – સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર
  • એની બેસન્ટ (1847) – પ્રખ્યાત સામાજિક કાર્યકર, લેખક અને સ્વતંત્રતા સેનાની.
  • લિયાકત અલી ખાન (1895) – પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન.
  • પ્રતાપ સિંહ કૈરોન (1901) – સ્વતંત્રતા સેનાની અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • એ. કે. ગોપાલન (1904) – કેરળના પ્રખ્યાત સામ્યવાદી નેતા અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની
  • મજરૂહ સુલતાનપુરી (1919) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર
  • જીમી કાર્ટર (1924) – યુનાઇટેડ સ્ટેટ્સના 39મા રાષ્ટ્રપતિ
  • શિવાજી ગણેશન (1927) – પ્રખ્યાત તમિલ અભિનેતા
  • સૂરજ ભાન (1928) – ભારતીય રાજકારણી અને દલિત નેતા
  • જે. એચ. પટેલ (1930) – જનતા દળના રાજકારણી, જે કર્ણાટકના 15મા મુખ્યમંત્રી હતા.
  • માઈકલ ફરેરા (1938) – ભારતના મહાન બિલિયર્ડ ખેલાડી
  • શારદા સિંહા (1952) – ભારતના બિહાર રાજ્યની લોકપ્રિય ગાયિકા છે.
  • જી,એમ.સી બાલયોગી (1951) – પ્રખ્યાત રાજકારણી, ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ
  • પુરુષોત્તમ રૂપાલા (1954) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • ત્રિલોક સિંહ ઠકુરેલા (1966) – રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત
  • સચિન દેવ બર્મન (1975) – બંગાળી અને હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક.
  • એન. રેડડપ્પા (1951) – આંધ્ર પ્રદેશના ભારતીય રાજકારણી.
  • રામનાથ કોવિંદ (1945) – ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સાસંદ.
  • સુધી રંજન દાસ (1894) – ભારતના ભૂતપૂર્વ પાંચમા મુખ્ય ન્યાયાધીશ હતા.

આ પણ વાંચો | 26 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ મુકબધીર દિવસ અને પરમાણુ હથિયાર નાબૂદી દિવસ કેમ ઉજવાય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કોણ હતા?

1 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • સુરેન્દ્રનાથ દ્વિવેદી (2001) – ઓરિસ્સાના જાણીતા રાજકારણી, સામાજિક કાર્યકર અને પત્રકાર હતા.
  • ચંદન સિંહ ગઢવાલી (1979) – ભારતીય ક્રાંતિકારી.

આ પણ વાંચો | 25 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અને અંત્યોદય દિવસ કેમ ઉજવાય છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોણ હતા?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ