/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/1-st-spatember.jpg)
National Nutrition Day: રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ઉજવાય છે.
Today history 1 September : આજે 1 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખથી ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવાય છે. શરીર માટે યોગ્ય પોષણ આહાર જરૂરી છે અને તેના વિશે જાગૃત ફેલાવવા આ દિવસ ઉજવાય છે. આજે જૂથ નિરપેક્ષ દિવસ છે. તેમજ વર્ષ 1956માં આજના દિવસે ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઇસી (LIC)ની સ્થાપના કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
1 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1939 - પોલેન્ડ પર જર્મનીના આક્રમણ સાથે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.
- 1964 - ઈન્ડિયન ઓઈલ રિફાઈનરી અને ઈન્ડિયન ઓઈલ કંપનીને મર્જ કરીને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રચના કરવામાં આવી.
- 1947 - ભારતીય માનક સમય અપનાવવામાં આવ્યો.
- 1956 - ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની સ્થાપના કરવામાં આવી.
- 1956 - રાજ્યોના પુનર્ગઠન પછી ત્રિપુરા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.
- 1962 - મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
- 1994 - આઇરિશ રિપબ્લિકન આર્મીએ ઉત્તરી આયર્લૅન્ડમાં યુદ્ધવિરામ લાગુ કર્યો.
- 1997 - સાહિત્યકાર મહાશ્વેતા દેવી અને પર્યાવરણવાદી એમ.સી. મહેતાને 1997 માટે રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
- 1998 - વિક્ટર ચેર્નોમિર્ડિનને રશિયાના નવા વડાપ્રધાન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા.
- 2000 - ચીને તિબેટ થઈને નેપાળ જવાનો તેનો એકમાત્ર રસ્તો બંધ કર્યો.
- 2003 - લિબિયા અને ફ્રાન્સ વચ્ચે 1989માં યુટીએ એરક્રાફ્ટના બોમ્બ ધડાકામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને વળતર આપવાનો કરાર.
- 2004 - પાકિસ્તાનના માનવાધિકાર નિષ્ણાત મેહર ખાન વિલિયમ્સને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ દ્વારા ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- 2005 - સદ્દામ હુસૈને શરતી મુક્તિની અમેરિકાના પ્રસ્તાવને નકારી દીધો.
- 2006 - એક્ઝિટ પોલના જનક અને ટેલિફોન સર્વેક્ષણમાં સેપલિંગ મેથડ વિકસીત કરવામાં મદદગાર વાડેન મિટોફસ્કીનું ન્યૂયોર્કમાં અવસાન થયું.
- 2007 - ફિજીના હાંકી કાઢવામાં આવેલા વડાપ્રધાન લેસેનિયા કારસે નવ મહિના પછી રાજધાની સુવા પાછા ફર્યા.
- 2008 - નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ડી. સુબ્બારાવની ભારતીય રિઝર્વ બેંકના 22મા ગવર્નર તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેનો લોગો બદલ્યો છે.
- 2009 - વાઇસ એડમિરલ નિર્મલ કુમાર વર્માને ભારતીય નૌકાદળના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે એડમિરલ સુરેશ મહેતાનું સ્થાન લીધું. જસવંત સિંહના પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી હતી. લેફ્ટનન્ટ જનરલ પીસી ભારદ્વાજ સેનાના ડેપ્યુટી ચીફ બન્યા.
આ પણ વાંચો | 31 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ સંસ્કૃત દિવસ કેમ ઉજવાય છે? સંસ્કૃત ભાષા કેટલી જૂની છે? જાણો
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Day)
રાષ્ટ્રીય પોષણ દિવસ (સપ્તાહ) દર વર્ષે 1લી સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આરોગ્ય અને સુખાકારી માટે પોષણ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. પોષણયુક્ત આહાર તમને કામગીરી કરવા માટે શક્તિ અને ઊર્જા આપે છે અને તમને ફિટ અને સારું અનુભવવામાં પણ મદદ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, "પોષણ એ શરીરની જરૂરિયાત મુજબ ખોરાક લેવાનો સંદર્ભ છે. વર્તમાન અને આવનારી પેઢીઓ માટે પોષણ એ જીવન, આરોગ્ય અને વિકાસનો મુખ્ય મુદો છે.
આ પણ વાંચો | 30 ઓગસ્ટનો ઇતિહાસ: લઘુ ઉદ્યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસનું મહત્વ જાણો
જૂથ નિરપેક્ષ દિવસ (Non Aligned day)
જૂથ નિરપેક્ષ દિવસ દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. જૂથ નિરપેક્ષ આંદોલન રાષ્ટ્રોની એકતાની એક આંતરાષ્ટ્રીય સંસ્થા છે. જૂથ નિરપેક્ષ દ્વારા ખાતરી કરાય છે કે, વિશ્વના કોઇ પણ શક્તિશાળી દળની સાથે કે વિરોધમાં રહેશે નહીં. જૂથ નિરપેક્ષની સ્થાપના વર્ષ 1961માં કરાઇ હતી. બિન-જોડાણવાદી આંદોલનનું પ્રથમ સંમેલન વર્ષ 1961માં બેલગ્રેડ (યુગોસ્લાવિયા)માં યોજાયું હતું, આ સંમેલનમાં વિશ્વના 25 દેશોએ ભાગ લીધો હતો. હાલમાં વિશ્વના 120 દેશો આ જૂથના સક્રિય સભ્ય છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને આ જૂથ નિરપેક્ષ ચળવળના પિતા અને તેના સ્થાપક માનવામાં આવે છે.
હવાલા ઘોષણા- 1971 અનુસાર આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય જૂન નિરપેક્ષ રાષ્ટ્રોની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, ક્ષેત્રીય એકતા અને સુરક્ષાને તેમના સામ્રાજ્યવાદ, કોલોનિયલિઝ્મ, જાતિવાદ, રંગભેદ તેમજ વિદેશી આક્રમણ, સૈન્ય અધિકરણ, હસ્તક્ષેપ વગેરે બાબતો વિરુદ્ધ તેમના યુદ્ધ દરમિયાન ખાતરી કરવાની છે. તેમજ કોઇ પણ પાવર બ્લોક (Power Block)ના પક્ષમાં કે વિરોધમાં રહેવાના બદલે નિષ્પશ્ર રહેવાનો છે.
આ પણ વાંચો | 29 ઓગસ્ટનો ઇતિહાસ: ભારતના હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- નંદન બાલ (1959) - ભારતીય ટેનિસ કોચ અને ખેલાડી.
- લક્ષ્મી નારાયણ ઉપાધ્યાય (1901) - પ્રખ્યાત ભૂગોળશાસ્ત્રી હતા.
- ચેમ્બાઈ વૈદ્યનાથ ભગવતાર (1895) - ભારતીય સંગીતકાર
- કે.પી. કેશવ મેનન (1886) - મલબારના અગ્રણી કોંગ્રેસી નેતા અને સમાજ સુધારક હતા.
- ફાધર કામિલ બુલ્કે (1909) - પ્રખ્યાત સાહિત્યકાર, જેનો જન્મ બેલ્જિયમના ફ્લેમિશ રાજ્યના 'રમસ્કેલ' ગામમાં થયો હતો.
- શિવાજીરાવ નિલંગેકર (1931) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
- પી.એ. સંગમા (1947) - ભારતીય રાજકારણના નેતા.
- યામિની રેડ્ડી (1982) - ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના.
- આમિર અલી (1977) - ભારતીય ટેલિવિઝન અભિનેતા
- રામ કપૂર (1973) - ભારતીય કલાકાર
- પદ્મ લક્ષ્મી (1970) - ભારતીય અભિનેત્રી.
- સોનમ વાંગચુક (19660 - ભારતીય એન્જિનિયર અને શિક્ષણ સુધારક.
- રાજકુમાર રંજન સિંહ (1952) - ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- રાધા મોહન સિંહ (1949) - ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કૃષિ મંત્રી.
- દુષ્યંત કુમાર (1933) - હિન્દી કવિ અને ગઝલકાર.
- ચાર્લ્સ કોરિયા (1930) - ભારતીય આર્કિટેક્ટ અને શહેરી આયોજક હતા.
- માધવ મંત્રી (1921) - ભારતીય ક્રિકેટર
- હબીબ તનવીર (1923) - પ્રખ્યાત પટકથા લેખક, થિયેટર દિગ્દર્શક, કવિ અને અભિનેતા
- વિજયદાન દેથા (1926) - રાજસ્થાની ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર.
- રાહી માસૂમ રઝા (1927) - બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા સમૃદ્ધ અને પ્રખ્યાત સાહિત્યકાર.
- લાલાઈ સિંહ યાદવ (1921) - એક સામાજિક કાર્યકર હતા જેમણે સામાજિક ન્યાય માટે લડત આપી હતી.
- ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (1896) - પ્રખ્યાત ગૌડિયા વૈષ્ણવ ગુરુ અને ધાર્મિક ઉપદેશક હતા.
- કે.કે. એન. સિંઘ (1908) - ભારતીય સિનેમાના ખલનાયક અભિનેતા.
આ પણ વાંચો | 28 ઓગસ્ટનો ઇતિહાસ: રેડિયો કોમર્શિયલ ડે, શહીદ કેપ્ટન અર્જુન નય્યરની જન્મજયંતિ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- તરુણ સાગર (2018) - જૈન ધર્મના પ્રખ્યાત મુની હતા.
- વૈક્ટા રેડ્ડી નાયડુ (1942) - તમિલનાડુના શિક્ષક, વકીલ અને બ્રાહ્મણ વિરોધી નેતા હતા.
- ગુરુ અમરદાસ (1574) - શીખ ધર્મના ત્રીજા ગુરુ, જેમને 73 વર્ષની ઉંમરે ગુરુ પદે બિરાજમાન કરાયા હતા.
આ પણ વાંચો | 27 ઓગસ્ટનો ઇતિહાસ: રાષ્ટ્રીય પેટ્રોલિયમ દિવસ, સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબ સ્થાપિત કરાયા


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us