આજનો ઇતિહાસ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…

Today history 10 April : આજે 10 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે જળ સંશાધન દિવસ છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ આજના દિવસે આર્ય સમાજની સ્થાપના કરી હતી. ભારતના છઠ્ઠા વડાપ્રધાન મોરારજી દેસાઇની પુણ્યતિથિ પણ આજે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
April 10, 2023 06:47 IST
આજનો ઇતિહાસ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…

Today history 10 April : આજે 10 એપ્રિલ 2023 (10 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં જળ સંશાધન દિવસ ઉજવાય છે, જેનો ઉદ્દેશ્ય પાણી બચાવવું અને તેનું સંરક્ષણ કરવું. આજના દિવસે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી અને મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના છઠ્ઠા વડાપ્રધાન મોરારજી દેસાઇની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (10 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

10 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2008 – સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્દ્ર સરકાર દ્વારા સહાયિત શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે 27% અનામતનો કાયદો ઘડ્યો. નંદન નિલેકણી નેશનલ કાઉન્સિલ ઓફ એલાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER)ના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. દક્ષિણ પેરુમાં એક વિમાન દુર્ઘટનામાં પાંચ ફ્રેન્ચ પ્રવાસીઓ માર્યા ગયા.
  • 2007 – અમેરિકાના ચાર્લ્સ સિમોની અંતરિક્ષમાં પર્યટન માટે પહોંચ્યા.
  • 2003 – ઈરાક પર અમેરિકાનો કબજો.
  • 2002 – 15 વર્ષમાં પ્રથમ વખત એલટીટીઈના સુપ્રીમો વી. પ્રભાકરને પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો.
  • 2001 – ભારત અને ઈરાન વચ્ચે તેહરાન ઘોષણા પર હસ્તાક્ષર થયા.
  • 2000 – બિન-જોડાણવાદી સંગઠનમાંથી પાકિસ્તાનને દૂર કરવાના ભારતના પ્રસ્તાવને બિનજોડાણ દેશોના વિદેશ મંત્રીઓની પરિષદમાં મંજૂરી આપવામાં આવી.
  • 1999 – ભારત અને પાકિસ્તાનના બે ટોચના ઔદ્યોગિક સંગઠનોએ ઔપચારિક રીતે ભારત-પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સની રચના કરી.
  • 1998 – ઉત્તરી આયર્લૅન્ડમાં કૅથલિકો અને પ્રોટેસ્ટંટ વચ્ચે કરાર થયો.

આ પણ વાંચોઃ 9 એપ્રિલનો ઇતિહાસ : ‘શૌર્ય દિવસ’- કચ્છના રણ મેદાનમાં ભારતના CRPF સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી

  • 1922 – ઐતિહાસિક જીનીવા કોન્ફરન્સ શરૂ થઈ. જીનીવામાં, 34 દેશોના પ્રતિનિધિઓએ પ્રથમ વિશ્વ યુદ્ધ પછીની વિશ્વની નાણાકીય નીતિ પર ચર્ચા શરૂ કરી.
  • 1917 – મહાત્મા ગાંધીએ બિહારમાં 10 એપ્રિલ, 1917ના રોજ ‘ચંપારણ સત્યાગ્રહ’ શરૂ કર્યો.
  • 1889 – રામચંદ ચેટર્જી હિલિયમ બલૂનમાં ઉડાન ભરનાર પ્રથમ ભારતીય બન્યા.
  • 1887 – રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને સ્પ્રિંગફીલ્ડ, ઇલિનોઇસમાં તેમની પત્ની સાથે ફરીથી દફનાવવામાં આવ્યા.
  • 1875 – સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી.
  • 1868 – ઇથોપિયામાં બ્રિટીશ અને ભારતીય દળોએ ટેવોડ્રોસ II ની સેનાને હરાવી અને આ યુદ્ધમાં 700 ઇથોપિયનો માર્યા ગયા, જ્યારે માત્ર બે બ્રિટિશ-ભારતીય સૈનિકો શહીદ થયા.

જળ સંશાધન દિવસ

કહેવાય છે કે આગામી વિશ્વ યુદ્ધ પાણી માટે થશે કારણે કે દુનિયામાં પીવા લાયક પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. પાણી બચાવવા અને તેનું સંરક્ષણ કરવાના ઉદ્દેશ્યથી ભારતમાં 10 એપ્રિલના રોજ ‘જળ સંશાધન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનની 2001ની સ્ટેટ ઓફ ક્લાયમેટ સર્વિસિસની રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે 2002-2021 દરમિયાન ભૂમિગત જળ સંગ્રહમાં 1 સેમીના પ્રતિ વાર્ષિક દરે ઘટાડો નોંધાયો છે. ભારતમાં જળ સંગ્રહ ઓછામાં ઓછા 3 સેમી પ્રતિ વાર્ષિક દરે ઘટી રહ્યુ છે. જે ભવિષ્યમાં પાણીની ગંભીર સમસ્યાના સંકેત આપે છે. દેશના કેટલાંક ક્ષેત્રોમાં તો આ ઘટાડો 4 સેમી જેટલો છે.

યુનિસેફ તરફથી 18 માર્ચ 2021ના રોજ જારી કરાયેલી રિપોર્ટ અનુસાર ભારતમાં 9.14 કરોડ લોકો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. બાળકો માટે જળ સંકટની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા 37 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. યુનિસેફની રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધી ભારતમાં હાલનો જળ સ્ત્રોતમાંથી 40 ટકા જથ્થો સમાપ્ત થઇ જશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ભારમતાં સમગ્ર વિશ્વની 17 ટકા વસ્તી વસવાટ કરે છે પરંતુ પાણીની ઉપલબ્ધતા માત્ર 4 ટકા છે.

આ પણ વાંચોઃ  8 એપ્રિલ : મંગલ પાંડેનો શહીદ દિવસ, 1857ની ક્રાંતિના મહાનાયકને અંગ્રેજોએ ફાંસી આપી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રામ સિંહ પઠાનિયા (1824)- ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.
  • સી.વાય. ચિંતામણિ (1880) – આઝાદી પૂર્વેના ભારતના પ્રસિદ્ધ સંપાદકો પૈકીના એક અને ઉદારવાદી પક્ષના સ્થાપકો પૈકીના એક હતા.
  • ઘનશ્યામદાસ બિરલા (1894) – ભારતના ઉદ્યોગપતિ, સ્વાતંત્ર્ય સેનાની અને બિરલા પરિવારના પ્રભાવશાળી સભ્ય.
  • પ્રફુલ્લ ચંદ્ર સેન (1897) – બંગાળના અગ્રણી કોંગ્રેસી નેતા, ગાંધીજીના અનુયાયી અને સ્વાતંત્ર્ય સેનાની.
  • નૌતમ ભટ્ટ (1909) – ભારતીય વૈજ્ઞાનિક હતા.
  • મોહમ્મદ અલ્વી (1927) – પ્રખ્યાત ઉર્દૂ કવિ અને લેખક હતા.
  • મેજર ધનસિંહ થાપા (1928) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
  • કિશોરી અમોનકર (1931) – હિન્દુસ્તાની શાસ્ત્રીય પરંપરાના અગ્રણી ગાયકો પૈકીના એક અને જયપુર ઘરાનાના અગ્રણી ગાયિકા.
  • શ્યામ બહાદુર વર્મા (1932) – બહુમુખી પ્રતિભા, અનેક વિષયોના વિદ્વાન, વિચારક અને કવિ.
  • ડી.ડી. લપાંગ (1934) – મેઘાલયના ભૂતપૂર્વ પાંચમાં મુખ્યમંત્રી હતા.
  • નારાયણ રાણે (1952) – ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • લિલિમા મિંજ (1954) – ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી.
  • અનુસુયા ઉઇકે (1957) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને સંસદ સભ્ય.
  • આયેશા ટાકિયા (1986) – બોલિવૂડ અભિનેત્રી.
  • સંદીપ ચૌધરી (1996) – ટ્રેક અને ફિલ્ડના ભારતીય પેરા એથ્લેટ છે.

આ પણ વાંચોઃ 7 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ આરોગ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપનાદિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • શિવ કુમાર સુબ્રમણ્યમ (2022) – એક પીઢ ભારતીય અભિનેતા અને એવોર્ડ વિજેતા લેખક હતા.
  • સતીશ કૌલ (2021) – હિન્દી અને પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા હતા.
  • શાંતિ હિરાનંદ (2020) – પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અને ગઝલ ગાયક હતા.
  • તાકાજી શિવશંકર પિલ્લઈ (1999) – એક પ્રખ્યાત લેખક હતા જેમણે મલયાલમમાં સાહિત્યની રચના કરી હતી.
  • સી.કે. નાગરાજા રાવ (1998) – કન્નડ ભાષાના લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા.
  • નાજીશ પ્રતાપગઢી (1984) – પ્રખ્યાત ઉર્દૂ કવિ.
  • ખલીલ જિબ્રાન (1931) – વિશ્વના મહાન ચિંતક અને મહાન કવિ તરીકે ખ્યાતિ મેળવનાર મહાન ફિલસૂફ.
  • મોરારજી દેસાઈ (1995) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના છઠ્ઠા વડાપ્રધાન.
  • શ્રીધર વેંકટેશ કેલકર (1937) – પ્રખ્યાત મરાઠી જ્ઞાનકોશના સંપાદક હતા.

આ પણ વાંચોઃ 6 એપ્રિલનો ઇતિહાસ : ભાજપનો સ્થાપના દિન – ભારતનો સૌથી મોટી રાજકીય પક્ષ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ