scorecardresearch

આજનો ઇતિહાસ 9 એપ્રિલ : ‘શૌર્ય દિવસ’- કચ્છના રણ મેદાનમાં ભારતના CRPF સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી

Today history 9 April : આજે 9 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ‘શૌર્ય દિવસ’ છે. વર્ષ 1965માં આજના દિવસે ભારતના સીઆરપીએફ સૈનિકોએ કચ્છના રણમાં પાકિસ્તાની આર્મી સામે લડાઇ લડી અને જીત હાંસલ કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

shaurya diwas india pakistan war
વર્ષ 1965માં કચ્છના રણમાં ભારત – પાકિસ્તાન વચ્ચે થયેલા યદ્ધમાં જીતની યાદગારીમાં દર વર્ષ 9 એપ્રિલના રોજ 'શૌર્ય દિવસ' ઉજવાય છે.

Today history 9 April : આજે 9 એપ્રિલ 2023 (9 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ‘શૌર્ય દિવસ’ છે. વર્ષ 1965માં આજના દિવસે ભારતના સીઆરપીએફ સૈનિકોએ કચ્છના રણમાં પાકિસ્તાની આર્મી સામે લડાઇ લડી અને જીત હાંસલ કરી હતી. તેની યાદગારીમાં દર વર્ષ 9 એપ્રિલના રોજ ‘શૌર્ય દિવસ’ ઉજવવામાં આવે છે. મહત્વપૂર્ણ ઘટનાઓની વાત કરીયે તો વર્ષ 1860માં આજની તારીખે પહેલીવાર માનવ અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો. વર્ષ 2020માં ફેલાયેલી જીવલણે કોરોના વાયરસની મહામારી ફેલાયાના વર્ષ 2021માં 100 દિવસ પૂરા થયા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (9 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

9 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1669 – મુઘલ સમ્રાટ ઔરંગઝેબે તમામ હિંદુ શાળાઓ અને મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો.
 • 1756 – બંગાળના નવાબ અલી વર્દી ખાનનું 80 વર્ષની વયે અવસાન થયું.
 • 1860 – પહેલીવાર માનવ અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો.
 • 1953 – વોર્નર બ્રધર્સે ‘હાઉસ ઓફ વેક્સ’ નામની પ્રથમ 3D ફિલ્મ રજૂ કરી.
 • 1965 – કચ્છના રણમાં ભારત-પાક વચ્ચે યુદ્ધ થયું.

‘શૌર્ય દિવસ’ – કચ્છના રણ મેદાનમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી

ભારતમાં 9 એપ્રિલને ‘શૌર્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજે CRPFનો 58માં શૌર્ય દિવસ છે. કચ્છના રણમાં ભારતના CRPF સૈનિકો અને પાકિસ્તાની આર્મી વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતની જીતની યાદગારીમાં ‘શૌર્ય દિવસ’ મનાવવામાં આવે છે. અખંડ હિન્દુસ્તાનના વિભાજન વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અમુક મામલો વિવાદ થયો છે તેમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત કચ્છના રણનો પણ સમાવેશ થાય છે.

વર્ષ 1965માં 9 એપ્રિલના રોજ CRPFની એક બટાલિયને ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર પાકિસ્તાની સૈન્યને પરાજય આપીને ઈતિહાસ રચ્યો હતો. CRPF જવાનોએ 34 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા અને ચારને જીવતા પકડી લીધા. જો કમનસીબે આ યુદ્ધમાં સીઆરપીએફના 6 જવાનો પણ શહીદ થયા હતા.

આ પણ વાંચોઃ  8 એપ્રિલ : મંગલ પાંડેનો શહીદ દિવસ, 1857ની ક્રાંતિના મહાનાયકને અંગ્રેજોએ ફાંસી આપી

 • 1988 – લી પેંગ ચીનના વડાપ્રધાન બન્યા.
 • 1989 – એશિયાનો પ્રથમ સંપૂર્ણ ભૂગર્ભ સંજય હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શરૂ થયો.
 • 1998 – સાઉદી અરેબિયામાં મીના નજીક નાસભાગમાં 150 થી વધુ મુસાફરોના મોત.
 • 1999 – નાઈજરના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બરે મેનસારાની હત્યા, ખાલસા પંથની ત્રિશતી પર વિશેષ ટપાલ ટિકિટનું વિમોચન.
 • 2002 – બહેરીનમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મહિલાઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
 • 2003 – સ્ટીવ વો સૌથી વધુ ટેસ્ટ (157) રમનાર ખેલાડી બન્યો.
 • 2004 – ઇરાકમાં સંઘર્ષ વખતે અમેરિકન કાફલા પર થયેલા હુમલામાં 9 લોકો માર્યા ગયા. પોર્ટુગલની સુપ્રીમ કોર્ટે માફિયા કિંગપિન અબુ સાલેમના ભારતમાં પ્રત્યાર્પણ સંબંધિત આદેશની પુનઃ સમીક્ષા કરવા જણાવ્યું હતું.
 • 2005 – બ્રિટનના યુવરાજ પ્રિન્સ ચાર્સનાં કેમિલા સાથે લગ્ન થયા.
 • 2006 – યુરેનસ ગ્રહની આસપાસ શનિ જેવું વલય હોવાની પુષ્ટિ. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે જાહેરાત કરી હતી કે તેઓ 2007ની ચૂંટણીઓ પછી પદ પર યથાવત રહેશે.
 • 2008 – ઉત્તર પ્રદેશ સરકારે કલિયા અને કોપિયો સહિત દોઢ ડઝન વસ્તુઓને વેટમાંથી મુક્તિ આપી હતી. નેપાળમાં બહુપ્રતિક્ષિત બંધારણ સભા માટે મતદાન શરૂ થઈ રહ્યું છે.
 • 2010 – જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાએ આંતર-જિલ્લા ભરતી પર પ્રતિબંધ અંગે વિવાદાસ્પદ બિલ પસાર કર્યું.
 • 2011 – ભારત સરકારે લોક પાલ કાયદા ચોક્કસ સમયમર્યાદામાં ઘડવા અને આ પ્રક્રિયામાં સામાજિક કાર્યકરોને સામેલ કરવાની માગણી સ્વીકાર્યા બાદ અન્ના હજારેએ તેમના 95 કલાકના આમરણાંત ઉપવાસ અંત સમાપ્ત કર્યા હતા.
 • 2013 – ફ્રેન્ચ સેનેટે સજાતીય લગ્ન અંગેના બિલને મંજૂરી આપી.
 • 2020 – જીવલણે કોરોના વાયરસની મહામારી ફેલાયાના 100 દિવસ પૂરા થયા.

આ પણ વાંચોઃ 7 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ આરોગ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપનાદિન

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • પ્રતિમા દેવી (1933) – કન્નડ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી હતી.
 • રાહુલ સાંકૃત્યયન (1893) – એક પ્રખ્યાત હિન્દી લેખક હતા.
 • એસ. ઓબુલ રેડ્ડી (1916) – આંધ્ર પ્રદેશના 6મા રાજ્યપાલ હતા.
 • શરન રાની (1929)- ‘હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત’ના વિદ્વાન અને જાણીતા સરોદવાદક.
 • જયા બચ્ચન (1948) – અભિનેત્રી.
 • જયરામ રમેશ (1954) – રાજકારણી અને અર્થશાસ્ત્રી.
 • તીરથ સિંહ રાવત (1964) – ભાજપના નેતા.
 • અવધાનમ સીતા રમણ (1919) – એક ભારતીય લેખક અને પત્રકાર હતા.

આ પણ વાંચોઃ 6 એપ્રિલનો ઇતિહાસ : ભાજપનો સ્થાપના દિન – ભારતનો સૌથી મોટી રાજકીય પક્ષ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • દુર્ગાબાઈ દેશમુખ (1981) – પ્રથમ મહિલા નેતા
 • ભાઉરાવ દેવાજી ખોબ્રાગડે (1984) – ભારતીય રિપબ્લિકન પાર્ટીના રાજકારણી હતા.
 • શક્તિ સામંત (2009) – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક

આ પણ વાંચોઃ 5 એપ્રિલનો ઇતિહાસ : ભારતમાં ‘નેશનલ મેરીટાઇમ ડે’ની ઉજવણી, બાબુ જગજીવન રામની જન્મજયંતિ એટલે ‘સમતા દિવસ’

Web Title: Today history 9 april shaurya diwas crpf india pakistan war 1965 kutch know today important events

Best of Express