scorecardresearch

આજનો ઇતિહાસ 7 એપ્રિલ : વિશ્વ આરોગ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપનાદિન

Today history 7 April : આજે 7 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે 7 એપ્રિલ, 1948ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની થઇ હતી અને આજે જ ‘વર્લ્ડ હેલ્થ ડે’ એટલે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાય છે. આજે બોલીવુડ એક્ટર જિતેન્દ્ર કપૂર અને સિતાર વાદક પંડતિ રવિ શંકરનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

world health day
દુનિયામાં દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે.

Today history 7 April : આજે 7 એપ્રિલ 2023 (7 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ‘વર્લ્ડ હેલ્થ ડે’ એટલે વિશ્વ આરોગ્ય દિવસ છે અને આજના દિવસ જે વર્ષ 1948માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરાઇ હતી. આજે બોલીવુડ એક્ટર જિતેન્દ્ર કપૂર, સિતાર વાદક પંડતિ રવિ શંકરનો જન્મ દિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં (7 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

7 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1948 – વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
  • 1950 – ‘વર્લ્ડ હેલ્થ ડે’ એટલે વિશ્વ આરોગ્ય દિવસની પહેલીવાર ઉજવણી કરવામાં આવી.

વિશ્વ આરોગ્ય દિવસ

1994 – રવાન્ડા રાષ્ટ્રપતિ જુવેનલ હેવ્યારિમાના અને બુરંડીના રાષ્ટ્રપતિ સિપ્રિયન ન્તાયમિટાની કિગાલી એરપોર્ટ પર રોકેટ હુમલામાં નિધન થયું. આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને સરકારને જનહિતને ધ્યાનમાં રાખીને આરોગ્ય નીતિઓ ઘડવા માટે પ્રેરિત કરવાનો છે.

દુનિયામાં પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વર્ષ 1950માં કરાઇ હતી. તેની પૂર્વે વર્ષ 1948માં 7મી એપ્રિલે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1948માં 7 એપ્રિલના રોજ સંયુક્ત રાષ્ટ્રના અન્ય સહયોગી અને સંલગ્ન સંગઠન તરીકે વિશ્વના 193 દેશોએ સાથે મળીને સ્વિટ્ઝર્લૅન્ડમાં જીનીવા ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની સ્થાપના કરાઇ હતી. તે જ વર્ષે WHOનું પ્રથમ વિશ્વ આરોગ્ય સંમેલન યોજાયુ હતું. જેમાં દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 6 એપ્રિલનો ઇતિહાસ : ભાજપનો સ્થાપના દિન – ભારતનો સૌથી મોટી રાજકીય પક્ષ

  • 1998 – વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસને મહિલા તબીબી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી.
  • 2000 – બ્રાઝિલથી વિશ્વના સૌથી નાના અખબાર ‘યોર ઓનર’નું પ્રકાશન શરૂ થયું.
  • 2001 – ચીને અમેરિકાથી માફી માંગવાના બદલે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા તેમજ ભારતની વચ્ચે સંરક્ષણ સહયોગ કરાર, પ્રોટોકોલથી વિપરીત રાષ્ટ્રપતિ બુશ ભારતીય સંરક્ષણ પ્રધાન જસવંત સિંહને મળ્યા, નાસાનું ઓડિસી વાહન મંગળ માટે રવાના થયું.
  • 2004 – એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ચીન, ઈરાન અને અમેરિકાને મોતની સજા આપવામાં સૌથી આગળ ગણાવ્યા. કુઆલાલંપુરમાં મ્યાનમાર દૂતાવાસના શરણાર્થીઓએ આગ લગાવી.
  • 2006 – બગદાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 79 લોકો માર્યા ગયા હતા.
  • 2008 – પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઉલ્ફા’ એ આસામમાં તેનો 30મો સ્થાપના દિવસ ઉજવ્યો. પ્રથમ બે દિવસીય ભારત-આફ્રિકા સમિટ નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. પેરિસમાં રિલે રેસ દરમિયાન ભારે હોબાળો અને વિરોધ વચ્ચે ઓલિમ્પિકની જ્યોત પાંચ વખત ઓલવવી પડી હતી.
  • 2010 – પટનાની વિશેષ અદાલતના ન્યાયાધીશ વિજય પ્રકાશ મિશ્રાએ બિહારમાં 1 ડિસેમ્બર, 1997ના રોજ તેર વર્ષ પહેલા પ્રતિબંધિત સંગઠન રણવીર સેના દ્વારા અરવલ જિલ્લાના લક્ષ્મણપુર અને બાથે ગામમાં 58 દલિતોના નરસંહારના કેસમાં 16 દોષિતો અને 10ને ફાંસી આપી. આજીવન કેદની સજા પામેલા તમામ દોષિતોને 50,000 રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 5 એપ્રિલનો ઇતિહાસ : ભારતમાં ‘નેશનલ મેરીટાઇમ ડે’ની ઉજવણી, બાબુ જગજીવન રામની જન્મજયંતિ એટલે ‘સમતા દિવસ’

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • થોમલ હિલ ગ્રીન (1836) – અંગ્રેજ વિજ્ઞાનવાદી દાર્શનિક, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
  • કાશ્મીરી લાલ જાકિર (1919) – પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત પ્રખ્યાત ઉર્દૂ કવિ.
  • પંડિત રવિ શંકર (1920) – પ્રખ્યાત સિતાર વાદક.
  • જયંતિ પટનાયક (1932) – રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ.
  • જિતેન્દ્ર કપૂર (1942) – ભારતીય ફિલ્મ અભિનેતા
  • સંજોય દત્ત (1980) – ભારતીય અમેરિકન કુશ્તીના ખેલાડી.

આ પણ વાંચોઃ 4 એપ્રિલ : જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ, વિશ્વ ઉંદર દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • જાનકી વલ્લભ શાસ્ત્રી (2011) – પ્રસિદ્ધ કવિ.
  • વી.કે. મૂર્તિ (2014) – હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ સિનેમેટોગ્રાફર.
  • કેલુચરણ મહાપાત્ર (2004) – ઓડિસી ડાન્સર અને કલા પ્રેમી હતા.
  • ભાવાનમ વેંકટરામી રેડ્ડી (2002) – આંધ્રપ્રદેશના આઠમાં મુખ્યમંત્રી.

આ પણ વાંચોઃ 3 એપ્રિલનો ઇતિહાસ : 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફીલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મદિન

Web Title: Today history 7 april world health day world health organization know today important events

Best of Express