Today history 4 April : આજે 4 એપ્રિલ 2023 (4 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ (International Carrot Day) , વિશ્વ ઉંદર દિવસ (World Rat Day) અને નેશનલ વિટામીન-સી ડે (National Vitamin C Day) ઉજવાય છે. હિન્દુ પંચાગ અનુસાર આજે જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામીની જન્મજયંતિ (mahavir swami jayanti) છે. જાણો ઇતિહાસની તવારીખમાં (4 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
4 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1905 – કાંગડા ઘાટીમાં ભૂકંપમાં 20,000 લોકો માર્યા ગયા.
- 1949 – નોર્થ એટલાન્ટિક મિલિટરી ઓર્ગેનાઈઝેશન (NATO) ની સ્થાપના થઈ, જે પ્રારંભિક શીત યુદ્ધનું પરિણામ છે.
- 1979 – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી.
- 1994 – તિબેટીયન ધાર્મિક નેતા દલાઈ લામા દ્વારા તિબેટીયન છોકરા ઉગેન થીનલી દોરજીને નવા કર્મપા તરીકે ઘોષણા.
- 1997 – ખરીદ શક્તિની દ્રષ્ટિએ, વિશ્વ બેંકે ભારતને વિશ્વનો પાંચમો સૌથી મોટો અર્થતંત્ર દેશ જાહેર કર્યો.
- 2001 – ચીનનો અમેરિકાના એરક્રાફ્ટ અને ક્રૂ પરત કરવાનો ઇનકાર, ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એરુત્રાદા સામે આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો.
- 2004 – માઓવાદીઓએ ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ પર 18 ભારતીય ઓઇલ ટેન્કરોને આગ ચાંપી.
- 2006-ઇરાકના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન સામે નવા આરોપો.
- 2008 – દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાએ ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું. પાકિસ્તાનની નવી સરકારે મેજર જનરલ નદીમને આર્મી ઈન્ટેલિજન્સ ચીફના પદ પરથી હટાવી દીધા છે.
- 2010 – માઓવાદીઓ દ્વારા ભારતના ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં લેન્ડમાઈન વિસ્ફોટમાં દસ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા.
આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ, વિશ્વ ઉંદર દિવસ અને નેશનલ વિટામીન-સી ડે ઉજવાય છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- માખન લાલ ચતુર્વેદી (1889) – હિન્દી કવિ, લેખક, પત્રકાર.
- નૃપેન ચક્રવર્તી (1905) – માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના રાજકારણી હતા.
- બેગમ એઝાઝ રસૂલ (1908) – ભારતીય બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય હતા.
- બાપુ નાડકર્ણી (1933) – ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.
- પરવીન બાબી (1949) – ભારતીય અભિનેત્રી
- પલ્લવી જોશી (1969) – ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી.
- લિસા રે (1972) – ભારતીય અભિનેત્રી અને ફેશન મોડલ
- સિમરન (1976) – ભારતીય અભિનેત્રી
આ પણ વાંચોઃ 2 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ, અજય દેવગનનો બર્થ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- શશિકલા (2021) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત વિલનમાંથી એક હતા.
- ખલીલ ધનતેજવી (2021) – ગુજરાતના પ્રખ્યાત કવિ ગઝલકાર હતા.
- વેદવતી વૈદિક (2019) – મુખ્ય ઉપનિષદોના આખ્યાનો, વિભાવનાઓ, પદો અને શબ્દોના તર્કસંગત વ્યાખ્યાનકાર.
- હંસા મહેતા (1995) – ભારતના પ્રખ્યાત સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણશાસ્ત્રી.
- અજ્ઞેય સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન (1987) – હિન્દીના પ્રખ્યાત લેખક.
- ગંગાધર મેહરે (1924) – ઉડિયા ભાષાના પ્રખ્યાત કવિ હતા.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 1 એપ્રિલ : ઓડિશા સ્થાપના દિન, RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ