scorecardresearch

આજનો ઇતિહાસ 2 એપ્રિલ : વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ, અજય દેવગનનો બર્થ ડે

Today history 2 April : આજે 2 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે છે. બોલીવુડ એક્ટર અજય દેવગન અને સ્વતંત્રતા સેનાની વી.વી. સુબ્રમણ્ય ઐયરનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Autism Awareness Day
2 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ, અજય દેવગનનો બર્થ ડે

Today history 2 April : આજે 2 એપ્રિલ 2023 (2 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે છે. બોલીવુડ એક્ટર અજય દેવગન અને સ્વતંત્રતા સેનાની વી.વી. સુબ્રમણ્ય ઐયરનો જન્મ દિવસ છે. દુનિયાભરમાં ઓટિઝમ એટલે કે સ્વલિનતાની બીમારી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી વર્ષ 2007થી વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત આજે ભારતના સ્વતંત્રતા સેનાની વી.વી. સુબ્રમણ્ય ઐયર અને બોલીવુડ એક્ટર અજય દેવગનનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (2 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

2 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1984 – સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા મિશન સોયુઝ ટી-11 હેઠળ અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા.
  • 1989 – પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના નેતા યાસર અરાફાત પેલેસ્ટાઈનના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1999 – કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેન્ડન્ટ નેશન્સ (CIS) શિખર બેઠક મોસ્કોમાં યોજાઈ.
  • 2001 – નેપાળમાં માઓવાદી બળવાખોરો દ્વારા 35 પોલીસ અધિકારીઓની હત્યા.
  • 2007 – સોલોમન ટાપુઓ પર ભયંકર સુનામી ત્રાટક્યું.
  • 2008 – રામ રાવ સમિતિએ સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં સંરક્ષણ તકનીકી આયોગની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. નેપાળના શાસક પક્ષોના ટોચના નેતાઓએ ચૂંટણી પહેલા ફાટી નીકળેલી હિંસાની તપાસ માટે 10 મુદ્દાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે સુશ્રી અંજલિ રૈનાને મુંબઈમાં તેના ઈન્ડિયા રિસર્ચ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
  • 2011 – ભારતીય ક્રિકેટ ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને ICC વર્લ્ડ કપ, 2011ની ટ્રોફી જીતી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 1 એપ્રિલ : ઓડિશા સ્થાપના દિન, RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ

વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ

વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ દર વર્ષ 2 એપ્રિલના રોજ ઉજવાય છે. વર્ષ 2007માં કતાર તરફથી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં રજૂ થયેલા પ્રસ્તાવને મંજૂરી મળી ત્યારથી દર વર્ષે વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે. સામાન્ય રીતે આ દિવસ દુનિયાભરમાં ઓટીઝમ એટલે કે સ્વલિનતાની બીમારી વિશે જાગૃતિ ફેલાવવાનો અને જે લોકો આ બીમારીથી પીડિત છે તેમની સારસંભાળ કેવી રીતે રાખવી તે વિશે માહિતગાર કરવાનો છે. ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અનુસાર પ્રત્યેક 110માંથી એક બાળક ઓટીઝમની બીમારી પીડિત હોય છે અને દર 70માંથી એક બાળક આ ડિસઓર્ડરથી પ્રભાવિત હોય છે. છોકરીઓ કરતાં છોકરાઓને આ બીમારી થવાની શક્યતા વધુ હોય છે. રોગનું નિદાન કરવાની કોઈ ચોક્કસ રીત જાણી શકાય નથી, પરંતુ જો વહેલું નિદાન કરવામાં આવે તો સ્થિતિ સુધારવા માટે કંઈક કરી શકાય છે.

આ પણ વાંચો- 31 માર્ચનો ઇતિહાસ : એફિલ ટાવર દિવસ, ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ટી.બી. કુન્હા (1891) – ગોવાના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની
  • બડે ગુલામ અલી ખાન (1902) – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક
  • રોશન શેઠ (1942) – ભારતીય ફિલ્મોના અભિનેતા
  • અજય દેવગન (1969) – ભારતીય બોલિવૂડ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા
  • એ. વી. રામારાવ (1935) – ભારતીય રસાયણશાસ્ત્રી અને સંશોધક.
  • વી.વી. સુબ્રમણ્ય ઐયર (1881) – સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી દેશભક્ત હતા.

આ પણ વાંચોઃ 30 માર્ચ : રાજસ્થાન દિવસ, શીખ ધર્મ ગુરુ હર કિશન સિંહની પુણ્યતિથિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બાલાજી વિશ્વનાથ (1720) – શાહુના સેનાપતિ ધનાજી જાદવને ઇ.સ. 1708 ‘કરાકૂન’ (મહેસૂલી કારકુન) તરીકે નિયુક્ત કર્યા.
  • બંધુલ (1825) – પ્રખ્યાત બર્મીઝ (બર્મા) સેનાપતિ હતા.
  • રણજી (1933) – ભારતીય ક્રિકેટના જાદુગર કહેવામાં આવે છે અને ભારતનો શ્રેષ્ઠ ક્રિકેટટર માનવામાં આવે છે.
  • રાધાકૃષ્ણ દાસ (1907) – હિન્દી, બાંગ્લા, ઉર્દૂ, ગુજરાતી વગેરે ભાષાઓના સારા જાણકાર અને લેખક હતા.

આ પણ વાંચોઃ 29 માર્ચ : મંગલ પાંડે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું

Web Title: Today history 2 april world autism awareness day ajay devgn birthday know important events

Best of Express