scorecardresearch

આજનો ઇતિહાસ 30 માર્ચ : રાજસ્થાન દિવસ, શીખ ધર્મ ગુરુ હર કિશન સિંહની પુણ્યતિથિ

Today history 30 March : આજે 30 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાજસ્થાન દિવસ છે. ઉપરાંત ભારત-પાકિસ્તાન વિભાજનની રેખા તૈયાર કરનાર બ્રિટિશ વકીલ સિરિલ રેડક્લિફનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

rajasthan sthapna diwas

Today history 30 March : આજે 30 માર્ચ 2023 (30 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાજસ્થાન દિવસ છે. વર્ષ 1948માં રજવાડાઓનું વિલીનીકરણ કરીને ‘બૃહદ રાજસ્થાન રાજ્ય’ની રચના કરવામાં આવી હતી. વર્ષ 1853માં આજના દિવસે ભારત-પાકિસ્તાન વિભાજનની રેખા તૈયાર કરનાર બ્રિટિશ વકીલ સિરિલ રેડક્લિફનો જન્મ થયો હતો. શીખ ધર્મના આઠમા ગુરુ હર કિશન સિંહનું વર્ષ 1664માં અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (30 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

30 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1949 – રાજસ્થાન દિવસ – વર્ષ 1949માં બૃહદ રાજસ્થાન રાજ્યની સ્થાપના થઇ.

રાજસ્થાન દિવસ

રાજસ્થાન દિવસને રાજસ્થાનના સ્થાપના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 30 માર્ચના રોજ રાજસ્થાન દિવસ ઉજવવામાં આવે છે. 30 માર્ચ, 1949ના રોજ, જોધપુર, જયપુર, જેસલમેર અને બિકાનેરના રજવાડાઓને ‘બૃહદ રાજસ્થાન રાજ્ય’ બનાવવા માટે વિલીન કરવામાં આવ્યા હતા. રાજસ્થાન દિવસના રોજ રાજ્યના નાગરિકોની બહાદુરી, પ્રબળ ઈચ્છાશક્તિ અને બલિદાનને સલામ કરવામાં આવે છે. રાજસ્થાન લોકકલા, સમૃદ્ધ સંસ્કૃતિ, મહેલો, ભોજન મામલે આગવી ઓળખ ધરાવે છે.

આજનો ઇતિહાસ

આ પણ વાંચોઃ 29 માર્ચ : મંગલ પાંડે એ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું

  • 1998 – ચીનના ઉત્તરીય વિસ્તાર શિંનદોંગમાં ઘેટાંના હાડકાં પર કોતરેલી લગભગ 3000 વર્ષ જૂનું શબ્દભંડોળ મળ્યું.
  • 2003 – પાકિસ્તાનના કહુટા પરમાણુ પ્લાન્ટ પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો.
  • 2004 – તાઈવાનના રાષ્ટ્રપતિ શેન શુવેઈ બિઆને રાષ્ટ્રપતિ પદ માટે ભારત સાથેની શાંતિ પ્રક્રિયામાંથી ખસી જવાની ધમકી આપી.
  • 2006 – ઈરાન મુ્દ્દે બર્લિનમાં બેઠકનું આયોજન.
  • 2008 – ઈઝરાયેલમાં ચેતવણી સાથે આરબ લીગ કોન્ફરન્સ સમાપ્ત થઈ.
  • 2010 – 15 વર્ષ પહેલા પંજાબના મુખ્યમંત્રી બિઅંત સિંહને માનવ બોમ્બથી ઉડાડવાના કેસમાં સહ-આરોપી પરમજીત સિંહ ભ્યોરાને બુરૈલ જેલમાં વિશેષ અદાલતમાં વિશેષ ન્યાયાધીશ રવિ કુમાર સોંધીએ આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચોઃ 28 માર્ચનો ઇતિહાસ : ‘ડાયાબિટીસ એલર્ટ ડે’, ઝડપથી ફેલાઇ રહેલી બીમારી અંગે જાગૃત થવાની જરૂર

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • યશસ્વિની સિંહ દેસવાલ (1908) – ભારતીય મહિલા શૂટર ખેલાડી.
  • દેવિકા રાણી (1908) – ફિલ્મ અભિનેત્રી.
  • સિરિલ રેડક્લિફ (1899) – ભારત-પાકિસ્તાન વિભાજનની રેખા તૈયાર કરનાર બ્રિટિશ વકીલ.
  • વિન્સેન્ટ વેન ગો (1853) – નેધરલેન્ડના પ્રખ્યાત ચિત્રકાર.

આ પણ વાંચો- 27 માર્ચનો ઇતિહાસ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રાજ કુમાર ડોરેન્દ્ર સિંહ (2018)- મણિપુરના પાંચમા મુખ્યમંત્રી હતા.
  • મનોહર શ્યામ જોશી (2006) – પ્રખ્યાત ગદ્ય લેખક, નવલકથાકાર, વ્યંગકાર, આધુનિક હિન્દી સાહિત્યના પત્રકાર.
  • ઓ.વી. વિજયન (2005) – ભારતીય લેખક અને કાર્ટૂનિસ્ટ.
  • આનંદ બક્ષી (2002) – ભારતીય ગીતકાર.
  • ગુરુ હર કિશન સિંહ (1664) – શીખ ધર્મના આઠમા ગુરુ.

આ પણ વાંચોઃ 26 માર્ચનો ઇતિહાસ : બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ, વૃક્ષો બચાવવા ચિપકો આંદોલન શરૂ થયું

Web Title: Today history 30 march rajasthan sthapna diwas siril radcliffe sikh guru har harkishan singh

Best of Express