Today history 26 March : આજે 26 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ છે, વર્ષ 1971માં ભારતની સહાયતાથી બાંગ્લાદેશ પાકિસ્તાનના કબજામાંથી સ્વતંત્ર થયું હતું. શેખ મુજીબુર રહેમાનેપાકિસ્તાન સામે સશસ્ત્ર લડાઇ કરીને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. તેઓ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારબાદમાં વડાપ્રધાન પણ બન્યા હતા. વર્ષ 1974માં હિમાચલ પ્રદેશના હેનવાલ ઘાટીમાં લાતા ગામમાં વૃક્ષોને બચાવવા માટે ગૌરા દેવીના નેતૃત્વ હેઠળ 27 મહિલાઓએ ચિપકો આંદોલન શરૂ કર્યું હતું.
જાણો ઇતિહાસની તવારીખમાં (26 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
26 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1552: ગુરુ અમરદાસ ત્રીજા શીખ ગુરુ બન્યા.
- 1668: ઈંગ્લેન્ડે મુંબઇ પર કબજો કર્યો.
- 1780: બ્રિટનના અખબાર બ્રિટ ગેઝેટ અને સન્ડે મોનિટર રવિવારે પ્રથમ વખત પ્રકાશિત થયું.
- 1799: નેપોલિયન બોનાપાર્ટે પેલેસ્ટાઈન પર કબજો કર્યો.
- 1812: વેનેઝુએલાના કારાકાસમાં તીવ્ર ભૂકંપ આવ્યો, જેમાં 20 હજાર લોકોના મોત થયા.
- 1971: બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ, વર્ષ 1971માં 26 માર્ચે પાકિસ્તાનના કબજામાંથી મુક્ત થયુ હતું.
- 1973: લંડન સ્ટોક એક્સચેન્જમાં 200 વર્ષ જૂના ઈતિહાસને તોડીને પ્રથમ વખત મહિલાઓની ભરતી કરવામાં આવી.
- 1974 – હિમાચલ પ્રદેશના હેનવાલ ઘાટીમાં લાતા ગામમાં ગૌરા દેવીના નેતૃત્વ હેઠળ 27 મહિલાઓના સમૂહે વૃક્ષોને બચાવવા માટે ચિપકો આંદોલન શરૂ કર્યું.
- 1995 – 15 સભ્યોના યુરોપિયન યુનિયનના સાત દેશો વચ્ચે આંતરિક સરહદ નિયંત્રણ સમાપ્ત થાય છે.
- 1998 – ચીને અમેરિકન ઇરિડિયમ નેટવર્કના બે ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા.
- 1999 – દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ દેશની પ્રથમ લોકતાંત્રિક સંસદના વિસર્જનની જાહેરાત કરી હતી.
- 2001 – કેન્યાની એક હોસ્ટેલમાં આગ લાગવાને કારણે 58 વિદ્યાર્થીઓના મોત થયા હતા.
- 2003 – પાકિસ્તાને 200 કિ.મી.ની રેન્જવાળી પરમાણુ મિસાઈલ ‘અબદાલી’નું પરીક્ષણ કર્યું.
- 2006 – મેલબોર્નમાં 18મી કોમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહુતિ.
- 2008 – ઇન્ડિયન ક્રિકેકટ કન્ટ્રોલ બોર્ડના ફંડમાં 2.90 કરોડ રૂપિયાની ગેરરીતિના મામલે બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાની ધરપકડ કરવામાં આવી હતી. ટાટા મોટર્સે અમેરિકન કંપની ‘જગુઆર’ અને ‘લેન્ડ રોવર’ને હસ્તગત કરી.
આ પણ વાંચોઃ 24 માર્ચનો ઇતિહાસ : આજે વિશ્વ ટીબી દિવસ છે, દર વર્ષે ક્ષયરોગથી 15 લાખ લોકો જીવ ગુમાવે છે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- કુબેરનાથ રાય (1933) – લલિત નિબંધમાં તેમના વિશેષ યોગદાન માટે પ્રખ્યાત છે.
- ધીરેન્દ્ર નાથ ગાંગુલી (1893) – બંગાળી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક.
- મહાદેવી વર્મા (1907) – હિન્દી ભાષાના પ્રખ્યાત કવયિત્રી હતા.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- અનિલ બિસ્વાસ (2006) – ભારતીય રાજકારણી.
- રાજ કુમાર રણબીર સિંહ (1999) – મણિપુરના આઠમા મુખ્યમંત્રી હતા.
- આનંદ શંકર (1999) – ભારતીય ગીતકાર અને સંગીતકાર હતા.
- કે.કે. ના. હેબ્બર (1996) – એક પ્રખ્યાત ભારતીય કલાકાર હતા.
આ પણ વાંચોઃ 22 માર્ચનો ઇતિહાસ : વિશ્વ જળ દિવસ – ‘જળ છે તો જીવન છે’