scorecardresearch

આજનો ઇતિહાસ 22 માર્ચ : વિશ્વ જળ દિવસ – ‘જળ છે તો જીવન છે’

Today history 22 March : આજે 22 માર્ચ 2023 (22 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે. જાણો ઇતિહાસની તવારીખમાં (22 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Water Day
આજનો ઇતિહાસઃ 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવાય છે.

Today history 22 March : આજે 22 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ જળ દિવસ છે. લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા અને પાણીનો બગાડ કરતા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1993થી દર વર્ષે 22 માર્ચના રોજ વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (22 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

22 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1890 – રામચંદ્ર ચેટર્જી પેરાશૂટ દ્વારા ઉતરાણ કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા.
  • 1894 – ચિત્તાગોંગ વિદ્રોહનું નેતૃત્વ કરનાર મહાન ક્રાંતિકારી સૂર્ય સેનનો જન્મ થયો.
  • 1942 – સર સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વમાં ક્રિપ્સ મિશન ભારત પહોંચ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઝ નેવી અને એરફોર્ેસ પોર્ટ બ્લેરમાં પ્રવેશ કર્યો.
  • 1947 – લોર્ડ માઉન્ટબેટન છેલ્લા વાઇસરોય તરીકે ભારત આવ્યા.
  • 1964 – કલકત્તામાં પ્રથમ વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • 1969 – પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડનું ઉદ્ઘાટન થયું.
  • 1977 – કટોકટી પછી યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસની જંગી હાર બાદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપ્યું.
  • 1993 – પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.
આજનો ઇતિહાસ

આ પણ વાંચોઃ 21 માર્ચનો ઇતિહાસ : રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી, રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ

વિશ્વ જળ દિવસ

દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. આજે વિશ્વના દરેક ખૂણે જળ સંકટ પ્રવર્તી રહ્યું છે. સમગ્ર દુનિયા ઔદ્યોગિકીકરણના માર્ગે આગળ વધી રહી છે, પરંતુ સ્વચ્છ અને રોગમુક્ત પાણી મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. સમગ્ર વિશ્વમાં શુધ્ધ પાણી ન મળવાને કારણે પાણીજન્ય રોગો મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. હવે એવું પણ સાંભળવા મળે છે કે, આગામી વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે. માણસ પાણીનું મહત્વ ભૂલીને સતત તેનો બગાડ કરી રહ્યો છે, જેના પરિણામસ્વરૂપ આજે જળ સંકટ આપણા સૌની સામે છે. દુનિયાના દરેક નાગરિકને પાણીના મહત્વથી માહિતગાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 1993માં 22 માર્ચના રોજ પહેલીવાર “વિશ્વ જળ દિવસ” ઉજવ્યો હતો.

આ પણ વાંચોઃ 20 માર્ચનો ઇતિહાસ : વિશ્વ ચકલી દિવસ – ઘર આંગણે કલરવ કરતી ચકલીનું અસ્તિત્વ જોખમમાં

  • 1995 – સાડા ચૌદ મહિનાના લાંબી અવકાશ યાત્રા પછી રશિયન અવકાશયાત્રી વેલેરી પેલિયાકોવ પૃથ્વી તરફ રવાના થયા.
  • 1999 – ભારતીય શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ શ્રેષ્ઠ મેકઅપ માટેનો ઓસ્કાર એવોર્ડ, જોર્ડનના શાહ અબ્દુલ્લાએ સત્તાવાર રીતે તેમની પત્ની પ્રિન્સેસ રાનિયાને રાણી તરીકે નામ આપ્યું.
  • 2003 – ઇરાક પર અમેરિકાના આક્રમણને પગલે પાકિસ્તાન સરકારે SAIF સેલ સ્પર્ધાને સ્થગિત કરી દીધી, ગઠબંધન દળોએ યુફ્રેટીસ નદીના કિનારે નાસિરિયા શહેર પર કબજો કર્યો અને બસરાને ઘેરો ઘાલીને દક્ષિણ ઇરાકમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું.
  • 2005 – હિકિપુન્યે પોહમ્બાએ નામીબીયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
  • 2007 – પાકિસ્તાને હતફ-7 મિસાઈલનું પરીક્ષણ કર્યું.
  • 2020 – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને ‘જનતા કર્ફ્યુ’ લાદવાની ઘોષણા કરી હતી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 19 માર્ચ : ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે અને અભિનેત્રી તનુશ્રી દત્તાનો બર્થડે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ટી.વી. સુંદરમ આયંગર (1877) – એક ભારતીય ઉદ્યોગપતિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગસાહસિક હતા.
  • મુનશી દયાનારાયણ નિગમ (1882) – પ્રખ્યાત ઉર્દૂ પત્રકાર અને સમાજ સુધારક.
  • ગુલામ યઝદાની (1885) – ભારતીય પુરાતત્વવિદ્ હતા.
  • સૂર્ય સેન (1894) – ભારતની આઝાદી માટે લડનાર પ્રખ્યાત ક્રાંતિકારી.
  • જુઅલ ઓરાઓન (1961) -16મી લોકસભા સાંસદ અને વર્તમાન કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી.
  • રાગિણી ત્રિવેદી (1960) – ભારતીય શાસ્ત્રીય સંગીતકાર.
  • અનિસેટ્ટી રઘુવીર (1929) – આસામના ભૂતપૂર્વ ગવર્નર હતા.
  • ચિંતામણિ પાણિગ્રહી (1922) – ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઓડિશાના રાજકારણી.

આ પણ વાંચોઃ 18 માર્ચનો ઇતિહાસ : ભારતમાં ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી, ગ્લોબલ રિસાઇકલિંગ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સાગર સરહદી (2021) – ભારતીય હિન્દી સિનેમાના પીઢ પટકથા લેખક હતા.
  • હનુમાન પ્રસાદ પોદ્દાર (1971) – સ્વાતંત્ર્ય સેનાની
  • એ. ના. ગોપાલન (1977)- કેરળના પ્રખ્યાત સામ્યવાદી નેતા અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
  • વામુઝો ફેસાઓ (2000) – નાગાલેન્ડના આઠમા મુખ્યમંત્રી.
  • ઉપ્પલુરી ગોપાલ કૃષ્ણમૂર્તિ (2007) – ભારતીય ફિલોસોફર.

આ પણ વાંચોઃ 16 માર્ચનો ઇતિહાસ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ

Web Title: Today history 22 march world water day know today important events

Best of Express