scorecardresearch

આજનો ઇતિહાસ 18 માર્ચ : ભારતમાં ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી, ગ્લોબલ રિસાઇકલિંગ ડે

Today history 18 March : આજે 18 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં ઓર્ડનન્સ ફેક્ટરી ડે ઉજવાય છે. ઉપરાંત આજે ગ્લોબલ રિસાઇકલિંગ ડે પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

today history, history of india, world history
આજના દિવસનો ઇતિહાસ 18 માર્ચ

Today history 18 March : આજે 18 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો ઓર્ડનન્સ ફેક્ટરી ડે (Ordnance Factories Day) ઉજવાય છે, જેને સામાન્ય ભાષામાં હથિયાર ઉત્પાદક ફેક્ટરી દિવસ કહી શકાય. ઉપરાંત આજે ગ્લોબલ રિસાઇકલિંગ ડે (Global Recycling Day) પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (18 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

18 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

1802 – ભારતમાં સૌથી જૂની હથિયાર બનાવતી ફેક્ટરીની કલકત્તામાં સ્થાપના કરવામાં આવી.

ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે
ભારતમાં દર વર્ષે 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી ડે (Ordnance Factories Day) ઉજવાય છે, જેને સામાન્ય ભાષામાં હથિયાર ઉત્પાદક ફેક્ટરી દિવસ કહી શકાય. ભારતમાં 18 માર્ચ, 1802ના રોજ કલક્તામાં યુદ્ધના સાધનો અને હથિયારો બનાવતી પહેલી ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી. આજના દિવસે ભારમતાં વિવિધ સ્થળોએ યુદ્ધની તોપ - દારૂગોળો, રાઇફલ સહિતના વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજાય છે.
  • 2000 – યુગાન્ડામાં ડૂમ્સડે સંપ્રદાયના 230 સભ્યોએ આત્મદાહ કર્યો.
  • 2006 – સંયુક્ત રાષ્ટ્ર સંઘે ‘માનવ અધિકાર પરિષદ’ની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી.
  • 2007 – ઉત્તર કોરિયાએ પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનું કામ શરૂ કર્યું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બોબ વુલ્મરનું નિધન.
  • 2008 – ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુર ખાતે ‘ડૉક્ટર ઑફ સાયન્સ’ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. ભારતી એન્ટરપ્રાઈઝના ચેરમેન અને સીઈઓ સુનીલ ભારતી મિત્તલ અમેરિકાની એકેડેમી ઓફ ડિસ્ટિંગ્વિશ્ડ આંત્રપ્રિન્યોર્સમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. પાકિસ્તાનની સરકારે વિવાદાસ્પદ ઇર્બ ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા એઝાન શાહને બરતરફ કર્યા છે.
  • 2009 – કેન્દ્રીય કેબિનેટે મેઘાલયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી.
  • 2013 – 60મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા. 60માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ‘પાન સિંહ તોમર’ને વર્ષ 2012ની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હતી.
  • 2017- યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 21મા મુખ્યમંત્રી બન્યા.
  • 2018 – ગ્લોબલ રિસાઇકલિંગ દિવસ (Global Recycling Day) ઉજવવાની શરૂઆત થઇ.

આ પણ વાંચોઃ 16 માર્ચનો ઇતિહાસ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • માના પટેલ (2000) – ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા સ્વિમર.
  • ગુરબખ્શ સિંહ ધિલ્લોન (1914) – આઝાદ હિંદ સેનાના અધિકારી હતા.
  • નાગેન્દ્ર સિંહ (1914) – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
  • અક્કીથમ અચ્યુથન નમ્બૂથિરી (1926) – મલયાલમ ભાષાના કવિ હતા.
  • શશિ કપૂર (1938) – હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા હતા.
  • ડી.વી. સદાનંદ ગૌડા (1953) – ભારતના રાજકારણી.
  • રાવસાહેબ દાનવે (1955) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • પ્રિન્સેસ દુબે (2000) – હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા.
  • નારાયણ શાસ્ત્રી મરાઠે (1956) – પ્રખ્યાત મરાઠી વિદ્વાન.

આ પણ વાંચોઃ 14 માર્ચનો ઇતિહાસ : નેશનલ ડેટ ઓફ એક્શન ફોર રિવર, આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મદિન અને કાલ માર્ક્સનું અવસાન થયું

Web Title: Today history 18 march ordnance factories day global recycling day know today important events

Best of Express