scorecardresearch

આજનો ઇતિહાસ 14 માર્ચ : નેશનલ ડેટ ઓફ એક્શન ફોર રિવર, આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મદિન અને કાલ માર્ક્સનું અવસાન થયું

Today history 14 March : આજે 14 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ ડેટ ઓફ એક્શન ફોર રિવર ઉજવાય છે. આજે વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને આમિર ખાનનો જન્મદિન છે. તો જર્મન ફિલોસોફર કાલ માર્ક્સનું અવસાન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

albert einstein karl marx
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને પ્રખ્યાત જર્મન ફિલોસોફર કાલ માર્ક્સ

Today history 14 March : આજે 14 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ ડેટ ઓફ એક્શન ફોર રિવર (International Day of Action for Rivers) ઉજવાય છે, તેનો ઉદ્દેશ્ય નદીઓની રક્ષા કરવાનો છે. આજે પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન (albert einstein) અને બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાનનો (aamir khan) જન્મદિન છે. તો જર્મન ફિલોસોફર, અર્થશાસ્ત્રી અને વૈજ્ઞાનિક સમાજવાદના પ્રણેતા ગણાતા કાલ માર્ક્સનું (karl marx) વર્ષ 1883માં અવસાન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (13 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

14 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1987-ફિજીમાં લોહી વગરની સૈન્ય ક્રાંતિ બાદ સરકાર ઉથલાવી દેવામાં આવી.
  • 1989 – દક્ષિણ આફ્રિકન નેશનલ પાર્ટી દ્વારા પીટર બોથાના સ્થાને FWD. ક્લાર્કને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
  • 1990 – શ્રીમતી અર્થા પાસ્કલ ટ્રેવિલે હૈતીના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા.
  • 1997 – ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ (International Day of Action for Rivers) ઉજવવાની શરૂઆત થઇ.
આજનો ઇતિહાસ
International Day of Action for Rivers
ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર દર વર્ષે 14 માર્ચના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ નદીઓના મહત્વ પર ભાર મૂકવાનો છે. ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ ઉજવવાની શરૂઆત 14 માર્ચ, 1997ના રોજ ડેમ અને નદીઓ માટેના પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસના રોજ ડેમથી પ્રભાવિત લોકો દ્વારા બ્રાઝિલના કુરિટીબામાં કરવામાં આવી હતી. ત્યારબાદથી દર વર્ષે 14 માર્ચ દુનિયાભરમાં "International Day of Action for Rivers " તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં 100 થી વધુ દેશો તેમાં જોડાયેલા છે. આ દિવસ વિનાશક જળ વિકાસ પરિયોજનાઓ સામે લોકોનો અવાજ ઉઠાવવા, જળ વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવા અને નદીઓના ટકાઉ વ્યવસ્થાપનની માંગ કરવા માટે ઉજવાય છે.
  • 1999 – સ્પેનના કાર્લોસ મોયા વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી બન્યો.
  • 2000 – મોહમ્મદ મુસ્તફા મેરો સીરિયાના નવા વડાપ્રધાન બન્યા.
  • 2001 – અમેરિકા ઈરાન પરનો પ્રતિબંધ લંબાવ્યો, રતુવિતા મોમેડોનુને ફિજીના કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
  • 2002 – સર્બિયા અને યુગોસ્લાવિયામાં સંધિ પર હસ્તાક્ષર કરીને, સેના ગાઝા પટ્ટીમાં પ્રવેશી.
  • 2004 – ચીનમાં ખાનગી મિલકતને કાનૂની માન્યતા આપવા માટે બંધારણમાં સુધારો.
  • 2007 – ભારત-પાકિસ્તાનમાં કારગીલ અને સ્કર્દુ વચ્ચે બસ સેવા શરૂ કરવા માટે કરાર.
  • 2008 – વિક્ટરી ગ્રૂપે યુકેની પ્રખ્યાત સ્વીચગિયર ઉત્પાદક ‘ક્રેગ એન્ડ ડેરિક’ને હસ્તગત કરી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ અલી ઝરદારીને પાકિસ્તાનમાં લાંચના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • એસ.કે. પોટ્ટેક્કાટ્ટ (1913) – પ્રખ્યાત મલયાલમ સાહિત્યકાર
  • આમિર ખાન (1965) – પ્રખ્યાત ભારતીય અભિનેતા.
  • ગુરુમુખ નિહાલ સિંહ (1895) – દિલ્હીના ભૂતપૂર્વ બીજા મુખ્ય પ્રધાન અને રાજસ્થાનના પ્રથમ રાજ્યપાલ હતા.
  • આલ્બર્ટ આઈન્સ્ટાઈન (1879) – પ્રખ્યાત વૈજ્ઞાનિક

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સ્ટીફન હોકિંગ (2018) – વિશ્ પ્રસિદ્ધ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી.
  • ગોવિંદ વિનાયક કરંદીકર (2010) – એક પ્રખ્યાત કવિ, લેખક, અનુવાદક અને વિવેચક હતા જેમણે મરાઠી ભાષામાં સાહિત્યની રચના કરી હતી.
  • વીરેન્દ્ર પાટીલ (1997) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી હતા.
  • કે.સી. અબ્રાહમ (1986) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • કાર્લ માર્ક્સ (1883) – પ્રખ્યાત જર્મન ફિલોસોફર, અર્થશાસ્ત્રી અને વૈજ્ઞાનિક સમાજવાદના પ્રણેતા હતા.

Web Title: Today history 14 march international day of action for rivers albert einstein karl marx

Best of Express