scorecardresearch

આજનો ઇતિહાસ 16 માર્ચ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ

Today history 16 March : આજે 16 માર્ચ 2023 (16 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1995માં ભારતમાં આજના દિવસે પ્રથમવાર પોલીયોની રસી અપાય હતી અને તેના અનુસંધાને દેશમાં દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

national vaccination day
વર્ષ 1995માં ભારતમાં આજના દિવસે પ્રથમવાર પોલીયોની રસી અપાય હતી

Today history 16 March : આજે 16 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો રાષ્ટ્રીય રસીકરણ દિવસ (national vaccination day) છે. તો વર્ષ 1995માં ભારતમાં આજના દિવસે પ્રથમવાર પોલીયોની રસી (india polio vaccine) અપાય હતી અને તેના અનુસંધાને દેશમાં દર વર્ષે 16 માર્ચના રોજ નેશનલ વેક્સીનેશન ડે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં (16 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

16 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1995 – ભારતમાં પોલીયોની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેની અનુસંધાને ભારતમાં દર વર્ષે 16 માર્ચે નેશનલ વેક્સીનેશન ડે (રાષ્ટ્રીય રસીકરણ દિવસ) ઉજવાય છે.
નેશનલ વેક્સીનેશન ડે
ભારતમાં દર વર્ષે 16 માર્ચના રોજ 'નેશનલ વેક્સીનેશન ડે' મનાવવામાં આવે છે. માનવ જીવનમાં રસીકરણનું મહત્વ અને જાહેર આરોગ્યમાં તેની ભૂમિકાથી લોકોને માહિતગાર કરવા માટે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાય છે. વર્ષ 1995માં આજના દિવસે ભારતમાં મોંમાં પોલીયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 

ભારત સરકાર દરેક બાળકનું રસીકરણ સુનિશ્ચિત કરવા માટે ફ્રન્ટલાઈન હેલ્થ કેર કાર્યકરોની મહેનતને સ્વીકારવા અને તેની પ્રશંસા કરવા માટે 16 માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવે છે. ભારતે ઝડપી રસીકરણ અભિયાન દ્વારા નિયમિત રસીકરણ વધારવામાં નોંધપાત્ર ઘણી પ્રગતિ કરી છે. એમઆર રસીકરણ ઝુંબેશ દ્વારા 2017 અને 2020 ની વચ્ચે 32.4 કરોડ બાળકોના રસીકરણ દ્વારા ભારત ઓરી અને રૂબેલા નાબૂદી તરફ આગળ વધી રહ્યું છે.
  • 1998 – ચીનના રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમિન આગામી કાર્યકાળ માટે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • 1999 – ફેન્ટમ જેવા કોમિક પાત્રના પિતા લિયોન લી ફોકનું નિધન.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 15 માર્ચ : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

  • 2003 – ગ્રીન સ્મિથ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ કેપ્ટન બન્યા.
  • 2004 – રશિયામાં નવ માળની ઈમારતમાં વિસ્ફોટ, 21ના મોત.
  • 2005 – સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી-જનરલ કોફી અન્નાને UNCTAD ના નવા પ્રમુખ તરીકે સુપચાય પનીચપાકડીની નામાંકિત કરી.
  • 2006 – ઇરાનમાં ચૂંટણીના ત્રણ મહિના પછી નવી સંસદે શપથ લીધા.
  • 2007 – દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સે એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
  • 2008 – પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિક સબરજિત સિંહના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કર્યા હતા. વેન જિયાબાઓ ચીનના વડાપ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા.
  • 2009 – વિદેશ મંત્રાલયમાં વિશેષ સચિવ સરત સભરવાલને પાકિસ્તાનમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. યુએસ પ્રશાસને શિવાલિક વર્ગના ત્રણ સ્ટીલ્થ ફ્રિગેટ્સમાં અમેરિકન એન્જિન લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 14 માર્ચ : નેશનલ ડેટ ઓફ એક્શન ફોર રિવર, આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મદિન અને કાલ માર્ક્સનું અવસાન થયું

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • બિપિન રાવત (1958) – ભારતના પ્રથમ ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ હતા.
  • તનુશ્રી શંકર (1956) – ભારતની ક્લાસિકલ ડાન્સર.
  • અલી માનિકફાન (1938) – ભારતીય દરિયાઈ સંશોધક, ઇકોલોજીસ્ટ અને શિપબિલ્ડર.
  • મલ્હારરાવ હોલકર (1693) – ઇન્દોરના હોલકર વંશના પ્રણેતા હતા.
  • પોટી શ્રીરામુલુ (1901) – ગાંધીજીના અનુયાયી સ્વતંત્રતા સેનાની હતા.
  • પી.બી. ગજેન્દ્રગડકર (1901) – ભારતના ભૂતપૂર્વ સાતમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • અંબિકા પ્રસાદ દિવ્યા (1906) – ભારતના જાણીતા શિક્ષણવિદ અને હિન્દી લેખક.
  • દયાકિશન સપ્રુ (1916) – હિન્દી સિનેમાના પ્રખ્યાત વિલન અને ફિલ્મ નિર્માતા હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 13 માર્ચ : રાષ્ટ્રીય રત્ન દિવસ અને વરુણ ગાંધીનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • એમ.પી. શાસ્ત્રી (1963) – ભારતના ભૂતપૂર્વ બીજા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • પી.એસ. કુમારસ્વામી રાજા (1957) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • અયોધ્યા સિંહ ઉપાધ્યાય (1947) – પ્રખ્યાત કવિ, લેખક
  • વિજાનંદ ત્રિપાઠી (1955) – પ્રખ્યાત હિન્દી લેખક.

આ પણ વાંચોઃ 12 માર્ચનો ઇતિહાસઃ  ગાંધીજીએ સવિનય મીઠાનો કાનૂન ભંગ કરવા ‘દાંડી કૂચ’ શરૂ કરી, સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ ધણધણી ઉઠ્યું

Web Title: Today history 16 march national vaccination day know today important events

Best of Express