scorecardresearch

આજનો ઇતિહાસ 15 માર્ચ : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

Today history 15 March : આજે 15 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. વર્ષ 1564માં બાદશાહ અકબરે જજીયા વેરો હટાવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Consumer Rights Day
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

Today history 15 March : આજે 15 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ (World Consumer Rights Day) છે. ગ્રાહકોના અધિકારોની જાણકારી મેળવવા અને તેમનું સમ્માન કરવા હેતુ આ દિવસ ઉજવાય છે. ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1564માં મુઘલ બાદશાહ અકબરે જજીયા વેરો હટાવ્યો હતો. વર્ષ 1877માં ક્રિકેટની પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ 15-19 માર્ચ દરમિયાન રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ હતી. વર્ષ 1969માં ભારતીય નૌકાદળમાં પ્રથમ હેલિકોપ્ટર સ્ક્વોડ્રનને સામેલ કરવામાં આવ્યું હતું. આજે ભારતના મહિલના સ્વતંત્રતા સેનાની માલતી ચૌધરી, ભારતની પ્રથમ મહિલા પાયલોટ સરલા ઠકરાલ તેમજ મહાદેવ દેસાઇના પુત્ર અને સ્વાતંત્ર્ય સેનાની નારાયણ ભાઇ દેસાઇની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (15 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

15 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1493 – ક્રિસ્ટોફર કોલંબસ તેના વિશ્વ પ્રવાસ પછી સ્પેન પરત ફર્યા.
  • 1564 – મુઘલ બાદશાહ અકબરે જજીયા વેરો હટાવ્યો.
  • 1744 – ફ્રેન્ચ સમ્રાટ લુઇસ 15માએ બ્રિટન સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1771 – સિવિલ એન્જિનિયર્સની સોસાયટીની પ્રથમ બેઠક (લંડનમાં), વિશ્વની સૌથી જૂની એન્જિનિયરિંગ સોસાયટીમાં યોજાઇ.
  • 1877 – ક્રિકેટની પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ 15-19 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા 45 રને જીત્યું.
  • 1892 – ન્યૂયોર્કમાં પ્રથમ વખત ઓટોમેટિક બેલેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો.
  • 1901 – અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં હોર્સ રેસિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • 1907 – ફિનલેન્ડ મહિલાઓને મત આપવાનો અધિકાર આપનારો પ્રથમ યુરોપિયન દેશ બન્યો.
  • 1919 – હૈદરાબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન થયું.
  • 1947 – પંજાબમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 14 માર્ચ : નેશનલ ડેટ ઓફ એક્શન ફોર રિવર, આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મદિન અને કાલ માર્ક્સનું અવસાન થયું

  • 1956 – જ્યોર્જ બર્નાર્ડ શૉના નાટક પર આધારિત મ્યુઝિકલ નાટક માય ફેર લેડીને બ્રોડવેમાં લોકો માટે ખુલ્લું મુકાયું.
  • 1962 – પહેલીવાર વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
દર વર્ષ 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ (World Consumer Rights Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ગ્રાહક આંદોલન - ચળવળને ચિહ્નિત કરવા અને ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ ઉભી કરવા હેતું ઉજવાય છે. દુનિયામાં સૌ પ્રથમવાર વર્ષ 1962માં 15 માર્ચના રોજ અમેરિકાના પ્રમુખ જોહ્ન ઓફ કેનેડીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીને વ્યાખ્યાયિત કરી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ દિવસને માન્યતા આપી અને ત્યારબાદ દર વર્ષે દુનિયાભરમા 15 માર્ચના રોજ ગ્રાહકના અધિકારોને અધિકારોને જાણવા-સમજવા અને તેમનું સમ્માન કરવા માટે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે.
  • 1964 – સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1969 – ભારતીય નૌકાદળમાં પ્રથમ હેલિકોપ્ટર સ્ક્વોડ્રનને ગોવામાં સામેલ કરવામાં આવ્યું.
  • 1984 – યુરોપિયન દેશ તાંઝાનિયામાં બંધારણ અપનાવવામાં આવ્યું.
  • 1984 – પોર્ટ લુઇસ (મોરેશિયસ) સ્થિત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ખાતે વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથ દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદનું ઉદ્ઘાટન.
  • 1997 – ઈરાને પ્રથમ વખત વિદેશમાં મહિલા રાજકારણીની નિમણૂક કરી.
  • 1999 – એલ્ડબજોર્ગ લોઅર નોર્વેના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા, કોસોવો શાંતિ વાટાઘાટોનો બીજો તબક્કો પેરિસમાં શરૂ થયો.
  • 2001 – કોફી અન્નાન ઢાકાથી ભારત પહોંચ્યા, ભારત-પાકિસ્તાન મંત્રણા પર ભાર, કારસની ફિજીની વડા પ્રધાન તરીકે પુનઃનિયુક્ત.
  • 2002 – યુરોપિયન યુનિયન સમિટ બાર્સેલોના (સ્પેન)માં શરૂ થઈ, અમેરિકાનું ચોથું મિસાઈલ વિરોધી પરીક્ષણ સફળ થયું.
  • 2003 – ચીનમાં નવી પેઢીના હાથમાં સત્તા, હુ જિન્તાઓ નવા રાષ્ટ્રપતિ બન્યા.
  • 2005 – સાઉદી અરેબિયાના પ્રિન્સ અલવાહિદ બિન તલાલ અબ્દુલ અઝીઝ અલ્સોન્ડે નવી દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી.
  • 2007 – વોડાફોન અને એસ્સાર વચ્ચે કરાર થયો.
  • 2008 – દેશની પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીને જેલ સુધારણા અને માનવાધિકારની સુરક્ષામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ જર્મન સન્માન ‘એનેમેરી મેડિસન’ માટે પસંદ કરવામાં આવી છે. ઈટાલીના પોસિલિયોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. કઝાકિસ્તાનના વાનકુવર એરપોર્ટ પરથી રશિયન પ્રોટોમ એમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • 2009 – લખનઉએ મહિલા કબડ્ડી સ્પર્ધા જીતી. આંતરરાષ્ટ્રીય સ્તરની મહિલા કુસ્તીબાજ અર્જુન એવોર્ડ ગતિકા જાખરે સતત સાતમી વખત ભારત કેસરીનો ખિતાબ જીતીને દેશની સૌથી શક્તિશાળી મહિલા કુસ્તીબાજ બની.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 13 માર્ચ : રાષ્ટ્રીય રત્ન દિવસ અને વરુણ ગાંધીનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગુરુ હનુમાન (1901) – ભારતના પ્રખ્યાત કુસ્તીબાજ અને કુસ્તીના કોચ.
  • કાંશીરામ (1934) – ભારતના રાજકારણી.
  • ચરનજીત સિંહ અટવાલ (1937) – શિરોમણી અકાલી દળના રાજકારણી.
  • અજીત પાલ સિંહ (1947) – ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી.
  • એમ. થમ્બીદુરાઈ (1947) – તમિલનાડુના પ્રખ્યાત રાજકીય નેતા.
  • સાહિબ સિંહ વર્મા (1943) – ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને તેરમી લોકસભાના સાંસદ હતા.
  • સર અબ્દુલ કાદિર (1874) – ન્યાયશાસ્ત્રી, પત્રકાર અને રાજકારણી હતા.
  • અભય દેઓલ (1976) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
  • હની સિંહ (1983) – યો યો હની સિંહના નામે પ્રખ્યાત પંજાબી રેપર સિંગર.
  • પૂજા ગેહલોત (1997) – ભારતીય મહિલા ફ્રી સ્ટાઇલ રેસલર.

આ પણ વાંચોઃ 12 માર્ચનો ઇતિહાસઃ  ગાંધીજીએ સવિનય મીઠાનો કાનૂન ભંગ કરવા ‘દાંડી કૂચ’ શરૂ કરી, સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ ધણધણી ઉઠ્યું

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • માલતી ચૌધરી (1908) – એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી હતા.
  • ચંદુલાલ માધવલાલ ત્રિવેદી (1980) – આંધ્ર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હતા.
  • રાધા કૃષ્ણ ચૌધરી (1985) – બિહારના પ્રખ્યાત લેખક હતા.
  • રાહી માસૂમ રઝા (1992) – બહુમુખી વ્યક્તિત્વના સમૃદ્ધ અને પ્રખ્યાત લેખક.
  • સરલા ઠકરાલ (2009) – ભારતની પ્રથમ મહિલા પાઈલટ.
  • વર્મા મલિક (2009) – ભારતીય સિનેમાના પ્રખ્યાત ગીતકાર.
  • કલામ અંજી રેડ્ડી (2013)- ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ભારતીય ઉદ્યોગસાહસિક હતા.
  • નારાયણ ભાઈ દેસાઈ (2015) – સ્વાતંત્ર્ય સેનાની અને મહાદેવ દેસાઈના પુત્ર.

આ પણ વાંચોઃ 11 માર્ચનો ઇતિહાસ : સંભાજી મહારાજની પુણ્યતિથિ, ઓટમીલ નટ વેફલ્સ ડે અને વર્લ્ડ પ્લમ્બિંગ ડે

Web Title: Today history 15 march world consumer rights day know today important events

Best of Express