Today history 19 March : આજે 19 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો દુનિયાભરમાં આજનો દિવસ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે ( International Client’s Day) તરીકે ઉજવાય છે. બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાનો (tanushree dutta) બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (19 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
19 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1972 – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રતા સંધિ પર હસ્તાક્ષર થયા.
- 1982 – બ્રિટન અને વેટિકન વચ્ચે 400 વર્ષના અંતરાલ બાદ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
- 1996 – બોસ્નિયા-હર્જેગોવિનાની રાજધાની સારાજેવોનું પુનઃ એકીકરણ.
- 1999 – યુરોપિયન કમિશનના પ્રમુખ જેક્સ સેન્ટરનું રાજીનામું.
- 2001 – બ્રિટનના અપર હાઉસે સંગીતકાર નદીમના પ્રત્યાર્પણના પ્રસ્તાવને ફગાવી દીધો.
- 2004 – અમેરિકાએ વિશ્વ વેપાર સંગઠનમાં પ્રથમ વખત ચીન સામે દાવો માંડ્યો.
આ પણ વાંચોઃ 18 માર્ચનો ઇતિહાસ : ભારતમાં ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી, ગ્લોબલ રિસાઇકલિંગ ડે
- 2005 – પાકિસ્તાને શાહીન-2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
- 2007 – પાકિસ્તાનની મુખ્તારન માઈને યુરોપિયન કાઉન્સિલના માનવ અધિકાર સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
- 2008 – ડોનકુપર રોયે મેઘાલયના નવા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે 30 એપ્રિલ, 2008 સુધી સબરજિતની ફાંસી પર રોક લગાવી હતી. ભારત સહિત મોટાભાગના દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિસ્તરણ અંગેના નવા ડ્રાફ્ટને નકારી કાઢ્યો હતો.
- 2010 – પ્રથમવાર ‘ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે’ની ઉજવણી કરવામાં આવી.
આ પણ વાંચોઃ 16 માર્ચનો ઇતિહાસ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ
ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે
દર વર્ષે 19 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2010માં સૌથ પ્રથમવાર આ દિવસની ઉજવણી કરાઇ હતી. વિશ્વભરમાં ક્લાયન્ટ્સ અને મલ્ટિનેશનલ કોર્પોરેશનોથી લઈને મમ્મી અને પૉપ કન્વિનિયન સ્ટોર્સ સુધીના વિવિધ ઉદ્યોગ-ધંધા, બિઝનેસમાં તેમના યોગદાનની ઉજવણી કરવાનો ખ્યાલ વર્ષ 2010માં લિથુઆનિયાના ક્લેપેડામાં ઉદ્ભવ્યો હતો. ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડેની રચના તમારા તમામ ક્લાયન્ટ્સને એ જણાવવાના હેતુથી કરવામાં આવી હતી કે તેઓએ તમારી કંપની પસંદ કરી છે તેનાથી તમે કેટલા ખુશ છો.
આ પણ વાંચોઃ 15 માર્ચનો ઇતિહાસ : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અગરચંદ નાહટા (1911) – જૈન સાહિત્યના નિષ્ણાત અને સંશોધન લેખક હતા.
- યોગેશ (ગીતકાર) (1943) – એક પ્રખ્યાત ભારતીય ગીતકાર અને લેખક હતા.
- ઈન્દુ શાહાની (1954) – ભારતીય શિક્ષણશાસ્ત્રી.
- દોરજી ખાંડુ (1955) – અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા.
- માધુરી બડથ્વાલ (1953) – ઉત્તરાખંડની પ્રખ્યાત લોક ગાયિકા છે.
- તનુશ્રી દત્તા (1984) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી.
- નારાયણ ભાસ્કર ખરે (1884) – મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- જોન માર્શલ (1876) – 1902 થી 1928 સુધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક હતા.
- જગદીપ (1939) – હિન્દી સિનેમાના પ્રખ્યાત હાસ્ય કલાકાર.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી (1890) – સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્ય સમાજના પાંચ મુખ્ય અગ્રણીઓ પૈકીના એક.
- એમ.એ. અયંગર – (1978) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ.
- જે.બી. કૃપાલાની (1982) – ભારતના ક્રાંતિકારી અને રાજકારણી.
- ઇ.એમ.એસ. નમબૂદ્રિપદ (1998) – જાણીતા સામ્યવાદી નેતા એક અને કેરળના પ્રથમ મુખ્યમંત્રી.
- નવીન નિશ્ચલ (2011) – ભારતીય ફિલ્મ અભિનેતા હતા.
- સૂરજભાન સિંહ (2015) – પ્રખ્યાત ભાષા વિચારક અને શિક્ષણવિદ.
- ગોલપ બોરબોરા (2006) – ભારતના આસામ રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી હતા.
- કેદારનાથ સિંહ (2018) – સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કવિ અને લેખક હતા.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 13 માર્ચ : રાષ્ટ્રીય રત્ન દિવસ અને વરુણ ગાંધીનો જન્મદિન