Today history 21 March : આજે 21 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1991માં ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની માનવ બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ટેરરિઝમ વિરોધ જાગૃતિ ફેલાવવા માટે 21 માર્ચને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ દિવસ તરીકે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં (21 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
21 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
1999 – બ્રિટિશ કોમેડિયન એર્નીવાઇઝનું અવસાન થયું.
2000 – તાઈવાનની સંસદે છેલ્લા 50 વર્ષથી ચીન સાથેના સીધા વેપાર અને પરિવહન પરનો પ્રતિબંધ નાબૂદ કર્યો, ગિરિજા પ્રસાદ કોઈરાલાને નેપાળના નવા વડા પ્રધાન તરીકે નિમણુંક કરવામાં આવ્યા.
2006 – રશિયા અને ચીને સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે ત્રણ મોટા કરાર કર્યા.
2008 – વૈજ્ઞાનિકોને શનિના ઉપગ્રહ ચંદ્ર પર મહાસાગર હોવાના નવા પુરાવા મળ્યા.
આ પણ વાંચોઃ 20 માર્ચનો ઇતિહાસ : વિશ્વ ચકલી દિવસ – ઘર આંગણે કલરવ કરતી ચકલીનું અસ્તિત્વ જોખમમાં
રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ
ભારતમાં દર વર્ષે 21 માર્ચના રોજ નેશનલ એન્ટી ટેરરિઝમ ડે (National Anti-Terrorism Day) એટલે કે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. આજના દિવસે વર્ષ 1991માં કોંગ્રેસ નેતા અને ભારતના 8માં સૌથી યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીની માનવ બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ ગૃહ મંત્રાલયે આતંકવાદ વિરોધી જાગૃતિ માટે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવવાની શરૂઆત કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, 21 મે, 1991 ના રોજ, લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમના આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટથી રાજીવ ગાંધીની હત્યા કરી દીધી.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 19 માર્ચ : ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે અને અભિનેત્રી તનુશ્રી દત્તાનો બર્થડે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
જેયર બોલસોનારો (1955)- બ્રાઝિલના 38માં રાષ્ટ્રપતિ છે.
માનવેન્દ્ર નાથ રાય (1887) – ભારતીય ફિલસૂફોમાં ક્રાંતિકારી વિચારક અને માનવતાવાદના મજબૂત સમર્થક.
ખ્વાજા ખુર્શીદ અનવર (1912)- પ્રખ્યાત સંગીતકાર હતા.
ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (1916) – ભારતના પ્રખ્યાત શરણાઇ વાદક.
રાની મુખર્જી (1978) – ભારતીય અભિનેત્રી.
બૂટા સિંહ (1934) – કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી હતા.
પીટર બ્રુક (1925)- અંગ્રેજી નાટકના ડિરેક્ટર હતા.
નટરાજ રામકૃષ્ણ (1923) – ભારતના ડાન્સ માસ્ટર હતા.
આ પણ વાંચોઃ 18 માર્ચનો ઇતિહાસ : ભારતમાં ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી, ગ્લોબલ રિસાઇકલિંગ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
દૌલતરાવ શિંદે (1827) – મહાદજી શિંદેના ભાઈ તુકોજીરાવ હોલ્કરના પૌત્ર હતા.
કેશવ પ્રસાદ મિશ્રા (1952) – હિન્દીના જાણીતા લેખક.
રાજીવ ગાંધી (1991) – ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી.
શિવાની (2003) – પ્રખ્યાત નવલકથાકાર.
મેજર મોહિત શર્મા (2009) – ભારતીય સેનાના અધિકારી હતા, જેમને મરણોત્તર ‘અશોક ચક્ર’ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ 16 માર્ચનો ઇતિહાસ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ