Today history 20 March : આજે 20 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day) છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. તેના સંરક્ષણ હેતું વર્ષ 2010માં વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. પ્રખ્યાત વ્યક્તિઓની વાત કરીયે તો સિંગર અલકા યાજ્ઞિક અને અભિનેત્રી કંગના રનૌતનો બર્થડે છે. તો મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન તેમજ જાણીતા પત્રકાર અને લેખક ખુશવંત સિંહનું આજના દિવસે નિધન થયું તુ. જાણો ઇતિહાસની તવારીખમાં (20 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
20 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1739 – નાદિરશાહે દિલ્હી સલ્તનત પર કબજો કર્યો. મોર સિંહાસનના દાગીનાની ચોરી કરી અને બે મહિના સુધી દિલ્હીમાં લૂંટફાટ મચાવી.
- 1990 – મધ્યરાત્રિએ નામિબિયાની સ્વતંત્રતાની ઘોષણા.
- 1991 – બેગમ ખાલિદા ઝિયા બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1999 – જાણીતા બ્રિટિશ અમૂર્ત ચિત્રકાર પેટ્રિક હેરોનનું અવસાન થયું.
- 2002 – નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા 6 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા. ઝિમ્બાબ્વેને કોમનવેલ્થમાંથી સસ્પેન્ડ કરાયું.
- 2003 – ઇરાક પર અમેરિકાએ હુમલો કર્યો.
- 2006 – અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો કે ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં છે.
- 2009 – જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદની અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી.
- 2010 – વિશ્વ ચકલી દિવસની ઉજવણીની શરૂઆત થઇ.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 19 માર્ચ : ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે અને અભિનેત્રી તનુશ્રી દત્તાનો બર્થડે
વિશ્વ ચકલી દિવસ
દુનિયાભરમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની (World Sparrow Day) ઉજવમી કરવામાં આવે છે. વર્ષ 2010માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાંસની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડીયશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ 18 માર્ચનો ઇતિહાસ : ભારતમાં ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી, ગ્લોબલ રિસાઇકલિંગ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- કર્નલ ટોડ (1782) – અંગ્રેજ અધિકારી અને ઈતિહાસકાર, જેમને રાજસ્થાનના ઈતિહાસનો પ્રથમ માર્ગ પ્રસ્થાપિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.
- અલકા યાજ્ઞિક (1966) – પ્રખ્યાત પ્લેબેક સિંગર.
- નિશા મિલેટ (1982) – ભારતીય પ્રખ્યાત તરવૈયા.
- અર્જુન અટવાલ (1973) – ભારતના પ્રથમ ગોલ્ફ ખેલાડી.
- કંગના રનૌત (1987) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી.
- દારા શિકોહ (1615) – મુગલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝ મહેલનો સૌથી મોટો પુત્ર હતો.
આ પણ વાંચોઃ 16 માર્ચનો ઇતિહાસ : રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 1995માં ભારતમાં પહેલીવાર પોલીયોની રસી મુકાઇ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- આઇઝેક ન્યૂટન (1727) – મહાન વૈજ્ઞાનિક હતા.
- એસ. સત્યમૂર્તિ (1943) – ભારતના ક્રાંતિકારી નેતા.
- શશિભૂષણ રથ (1943) – ‘ઉડિયા પત્રકારત્વના પિતા’ અને સ્વતંત્રતા સેનાની હતા.
- જયપાલ સિંહ (1970) – ભારતીય હોકીના પ્રખ્યાત ખેલાડી.
- પ્રેમનાથ ડોગરા (1972) – જમ્મુ અને કાશ્મીરના નેતા હતા.
- સોભન બાબુ (2008) – ભારતીય અભિનેતા.
- ખુશવંત સિંહ (2014) – ભારતના પ્રખ્યાત પત્રકાર, લેખક, નવલકથાકાર અને ઇતિહાસકાર.
- માલ્કમ ફ્રેઝર (2015) – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન.
- બોબ ક્રિસ્ટો (2011) – ભારતીય ફિલ્મોની અભિનેત્રી.
- રોહિત મહેતા (1995) – પ્રખ્યાત સાહિત્યકાર, વિચારક, લેખક, ફિલોસોફર, ટીકાકાર અને સ્વાતંત્ર્ય સેનાની હતા.