scorecardresearch

આજનો ઇતિહાસ 24 માર્ચ : આજે વિશ્વ ટીબી દિવસ છે, દર વર્ષે ક્ષયરોગથી 15 લાખ લોકો જીવ ગુમાવે છે

Today history 24 March : આજે 24 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે વિશ્વ ટીબી દિવસ છે. ટ્યુબરક્યુલોસિસ નામની બીમારીથી દુનિયાભરમાં દર વર્ષે લગભગ 15 લાખ લોકો મૃત્યુ પામે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Tuberculosis Day
દુનિયાભરમાં 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસ ઉજવાય છે.

Today history 24 March : આજે 24 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ટીબી દિવસ છે. ટીબીની બીમારીનું પુરું નામ ટ્યુબરક્યુલોસિસ (tuberculosis) છે. એક પ્રાથમિક અંદાજ અનુસાર દર વર્ષે ક્ષય રોગના નામે ઓળખાતી ટીબીની બીમારીથી દુનિયાભરમાં 15 લાખ લોકો જીવ ગુમાવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (24 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

24 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1998 – ભારતમાં ભયંકર વાવાઝોડાને કારણે 250 લોકોના મોત થયા અને 3000 ઘાયલ થયા.
  • 1999 – પી.એન. ભગવતી (ભારત) સતત બીજી વખત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
  • 2003 – ક્ષય રોગના નિવારણ માટે જનજાગૃતિ વધારવા અને તેના નિયંત્રણના પ્રયાસો ચાલુ રાખવા માટે વિશ્વભરમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી.
  • 2007 – ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી.

આ પણ વાંચોઃ 23 માર્ચનો ઇતિહાસ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

  • 2008 – છઠ્ઠા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ માટે સરેરાશ 40% પગાર વધારાની ભલામણ કરી હતી.

વિશ્વ ટીબી દિવસ

દુનિયાભરમાં દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસ (World Tuberculosis Day) તરીકે ઉજવવામાં આવે છે. ટીબી નામની આ જીવલેણ બીમારનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ (tuberculosis) છે. આ એક ચેપી રોગ છે અને જો તેને શરૂઆતના તબક્કે રોકવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. તે વ્યક્તિને ધીમે ધીમે મારી નાખે છે. ટીબીની બીમારી ક્ષયરોગના નામે પણ ઓળખાય છે. વિશ્વ ક્ષય દિવસ દ્વારા ટીબીની બીમારી, તેની સારવાર અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણકારી આપવામાં ઉજવાય છે. એક પ્રાથમિક અંદાજ મુજબ ટીબીની બીમારીથી દર વર્ષે દુનિયાભરમાં 15 લાખ લોકો જીવ ગુમાવે છે.

આ પણ વાંચોઃ 22 માર્ચનો ઇતિહાસ : વિશ્વ જળ દિવસ – ‘જળ છે તો જીવન છે’

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સત્યેન્દ્ર પ્રસન્ન સિંહા (1863) – જાણીતા વકીલ અને રાજકારણી.
  • હરિભાઉ ઉપાધ્યાય (1892) – ભારતના પ્રખ્યાત લેખક અને દેશ સેવક હતા.
  • ગલ્લા જયદેવ (1966) – આંધ્ર પ્રદેશના પ્રખ્યાત રાજકારણી અને ઉદ્યોગપતિ.
  • ઈમરાન હાશ્મી (1979) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
  • એડ્રિયન ડિસોઝા (1984) – ભારતના હોકી ખેલાડી.

આ પણ વાંચોઃ 21 માર્ચનો ઇતિહાસ : રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી, રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રાણી એલિઝાબેથ પ્રથમ (1603) – ઈંગ્લેન્ડની રાણી હતા.
  • રાધિકારમણ પ્રસાદ સિંહ (1971) – હિન્દી ભાષાના આધુનિક લેખક હતા.

આ પણ વાંચોઃ 20 માર્ચનો ઇતિહાસ : વિશ્વ ચકલી દિવસ – ઘર આંગણે કલરવ કરતી ચકલીનું અસ્તિત્વ જોખમમાં

Web Title: Today history 24 march world tb day tuberculosis know today important events

Best of Express