Today history 25 March : આજે 25 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગણેશ શંકર વિદ્યાર્થી (ganesh shankar vidyarthi) બલિદાન દિવસ છે. વર્ષ 1931માં સાંપ્રદાયિક રમખાણો વખતે નિર્દોષ લોકોને બચાવવા અને શાંતિ સ્થાપિત કરવાની કામગીરી દરમિયાન તેમના પર હિંસક ટોળાએ હુમલો કરતા તેઓ શહીદ થયા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (25 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
25 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1987 – સાર્ક દેશોનું કાયમી હેડક્વાર્ટર નેપાળની રાજધાની કાઠમંડુમાં ખોલવામાં આવ્યું.
- 1931 – ગણેશ શંકર વિદ્યાર્થી, ભારતના સ્વતંત્રતા આંદોલનના એક મહત્વપૂર્ણ કાર્યકર્તા હતા. સાંપ્રદાયિક હિંસાને રોકવા અને શાંતિ સ્થાપિત કરતી તેમણે બલિદાન આપ્યું.
ગણેશ શંકર વિદ્યાર્થી બલિદાન દિવસ
દર વર્ષે 25 માર્ચના રોજ ગણેશ શંકર બલિદાન દિવસ ઉજવવામાં આવે છે. સાંપ્રદાયિક શાંતિ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ગણેશ શંકર જન્મ 26 ઓક્ટોબર, 1890માં અલ્હાબાદમાં થયો હતો. તેઓ એક પ્રખર પત્રકાર, સમાજ સેવક અને અસહયોગ આંદોલનના કાર્યકર્તા હતા. તેમણે એકવાર વિક્ટર હ્યુગોની નવલકથા નાઈન્ટી-થ્રીનો અનુવાદ કર્યો હતો અને હિન્દી ભાષાના અખબાર પ્રતાપના સ્થાપક-સંપાદક તરીકે જાણીતા હતા.
23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપ્યા બાદ દેશભરમાં હિંસા ભડકી હતી. તે વખતે કાનપુરમાં ચારેય બાજુ સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી, મોટી સંખ્યામાં નિદોષ લોકોએ જીત ગુમાવ્યો. આવી સ્થિતિમાં કાનપુરના લોકપ્રિય અખબાર ‘પ્રતાપ’ના સંપાદક ગણેશ શંકર વિદ્યાર્થી નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે આખો દિવસ રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફરતા હતા. કાનપુરના જે પણ વિસ્તારમાં લોકો ફસાયા હોવાની માહિતી તેમને મળતી, તેઓ તરત જ પોતાનું કામ છોડીને ત્યાં પહોંચી જતો, કારણ કે તે સમયે પત્રકારત્વની નહીં, માનવતા સર્વોપરી હતી. તેમણે બંગાળી વિસ્તારમાં ફસાયેલા 200 મુસ્લિમોને બહાર કાઢ્યા અને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
તેઓ નિર્દોષોને બહાર કાઢી લારીમાં બેસાડતા હતા ત્યારે હિંસક ટોળું ત્યાં પહોંચ્યું હતું. કેટલાક લોકોએ તેમને ઓળખી લીધા. પરંતુ ગણેશ શંકર કંઈ કરે તે પહેલા ભીડમાંથી કોઈએ તેમના શરીરમાં ભાલો મારી દીધો અને સાથે સાથે માથા પર લાકડીઓ મારવામાં આવી. આમ માનવતાના પૂજારી માનવતાની રક્ષા અને શાંતિની સ્થાપના માટે શહીદ થયા. રમખાણો અટકાવતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે સેંકડો લોકોના જીવ બચાવ્યા અને 25 માર્ચ 1931ના રોજ કાનપુરમાં લાશોના ઢગલામાંથી તેમનો મૃતદેહ મળ્યો, તેમનો મૃતદેહ એટલું બધુ ફુલી ગયું હતું કે લોકો તેમને ઓળખી પણ ન શક્યા. 29 માર્ચે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 24 માર્ચનો ઇતિહાસ : આજે વિશ્વ ટીબી દિવસ છે, દર વર્ષે ક્ષયરોગથી 15 લાખ લોકો જીવ ગુમાવે છે
- 1999 – ભારતે આઠ ક્લાસના પાકિસ્તાની નાગરિકોને વિઝા કેસમાં મુક્તિની જાહેરાત કરી.
- 2003 – સદ્દામ કેનાલ અને ફરાત બ્રિજ પર ઈરાકનો કબજો. પ્રથમ પોર્ટેબલ કમ્પ્યુટરના સર્જક એડમ ઓસ્બોર્નનું મૃત્યુ.
- 2005 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સુદાન માટે શાંતિ રક્ષા દળને મંજૂરી આપી.
- 2007 – ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ક્રિકેટમાંથી બહાર.
- 2008 – ટાટા ગ્રૂપની પૂણે સ્થિત ફર્મ ‘કમ્યુટેશન રિસર્ચ લેબોરેટરીઝ’એ આંતરરાષ્ટ્રીય ફર્મ ‘યાહૂ’ સાથે જોડાણ કર્યું છે.
- સ્પેસ શટલ એન્ડેવર તેના મિશનને પૂર્ણ કર્યા પછી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનથી સફળતાપૂર્વક ઉડાન ભરી.
- 2011 – લોકસભા પછી, ઉડિશાનું નામ બદલીને ઓડિશા રાખવાના બિલને ગુરુવારે રાજ્યસભામાં પણ મંજૂરી આપવામાં આવી હતી. તેનો ઠરાવ 28 ઓગસ્ટ, 2008ના રોજ ઓરિસ્સા વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો, જે પાછળથી કેન્દ્રને મોકલવામાં આવ્યો હતો.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ફારુક શેખ (1948) – લોકપ્રિય બોલીવુડ અભિનેતા
- તેજરામ શર્મા (1943) – ભારતીય કવિ.
- વસંત ગોવારિકર (1933) – પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક હતા.
- અઝીઝ મુશબ્બર અહમદી (1932) – ભારતના ભૂતપૂર્વ 26મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- પી. શાનમુગમ (1927) – બે વખત પુડુચેરીના મુખ્યમંત્રી હતા.
- નોર્મન બોરલોગ (1914) – નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક હતા.
- વિલિયમ વેડરબર્ન (1838) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ.
આ પણ વાંચોઃ 22 માર્ચનો ઇતિહાસ : વિશ્વ જળ દિવસ – ‘જળ છે તો જીવન છે’
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- નિમ્મી (2020) – ભારતીય સિનેમાની 60ના દાયકાની સુંદર અભિનેત્રી હતી.
- નંદા (2014) – હિન્દી ફિલ્મોની લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી.
- કમલા પ્રસાદ (2011) – હિન્દીના પ્રખ્યાત વિવેચક.
- ગણેશ શંકર વિદ્યાર્થી (1931) – પ્રખ્યાત સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની અને કુશળ રાજકારણી.
આ પણ વાંચોઃ 21 માર્ચનો ઇતિહાસ : રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી, રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ