scorecardresearch

આજનો ઇતિહાસ 28 માર્ચ : ‘ડાયાબિટીસ એલર્ટ ડે’, ઝડપથી ફેલાઇ રહેલી બીમારી અંગે જાગૃત થવાની જરૂર

Today history 28 March : આજે 28 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ‘ડાયાબિટીસ એલર્ટ ડે’ છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય આ બીમારીના સંકેતો, સારવાર અને જોખમ અંગે લોકોને જાગૃત કરવાનો છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Diabetes Alert Day
28 માર્ચનો ઇતિહાસ : અમેરિકામાં દર વર્ષે માર્ચ મહિનાના ચોથા મંગળવારે ડાયાબિટીસ એલર્ટ-ડે ઉજવાય છે.

Today history 28 March : આજે 28 માર્ચ 2023 (28 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ‘ડાયાબિટીસ એલર્ટ ડે’ છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય આ બીમારીના સંકેતો, સારવાર અને જોખમ અંગે લોકોને જાગૃત કરવાનો છે. જાણો ઇતિહાસની તવારીખમાં (28 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

28 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1969 – અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ આઈઝનહોવરનું નિધન.
  • 2000 – વેસ્ટ ઈન્ડિઝના કોર્ટની વાલ્સે 435 વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો.
  • 2005- ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં ભયંકર ભૂકંપે ભારે તબાહી મચાવી.
  • 2006 – અમેરિકાએ પાકિસ્તાનના પેશાવર સ્થિત તેનું દૂતાવાસ બંધ કર્યું.
  • 2007 – અમેરિકાની સેનેટે ઇરાકમાંથી સૈન્ય પાછી ખેંચવાની મંજૂરી આપી.
  • 2008 – ઓસ્કાર વિજેતા પટકથા લેખક એબીમૈનનું નિધન.
  • 2011- દેશમાં વાઘની સંખ્યામાં વધારો થયો. વર્ષ 2006માં તેમની સંખ્યા 1411 હતી જે 21 ટકા વધીને 1706 થઈ ગઈ છે.
  • 2015- સાઈના નેહવાલ વિશ્વની નંબર વન મહિલા બેડમિન્ટન ખેલાડી બની.
આજનો ઇતિહાસ

આ પણ વાંચો- 27 માર્ચનો ઇતિહાસ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન

ડાયાબિટીસ એલર્ટ ડે

આજે અમેરિકાનો ડાયાબિટીસ એલર્ટ ડે (American Diabetes Alert Day) છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના ચોથા મંગળવારે આ દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ડાયાબિટીસ એલર્ટ ડે 28 માર્ચ, 2023ના રોજ ઉજવાઇ રહ્યો છે.

ડાયાબિટીસ એલર્ટ ડે એ એક દિવસીય “વેક-અપ કોલ” છે જે ડાયાબિટીસની ગંભીરતા અને આરોગ્ય લક્ષી જોખમોને સમજવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દુનિયામાં ડાયાબિટીસ એ સૌથી વધારે જોવા મળતી બીમારી બની ગઇ છે અને તે નાની ઉંમર લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે. આથી ડાયાબિટીસ એલર્ટ ડે – પર આ બીમારીના સંકેતો, સારવાર અને જોખમ અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાય છે.

આ પણ વાંચોઃ 26 માર્ચનો ઇતિહાસ : બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ, વૃક્ષો બચાવવા ચિપકો આંદોલન શરૂ થયું

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગોરખ પ્રસાદ (1896) – ગણિતશાસ્ત્રી, હિન્દી જ્ઞાનકોશના સંપાદક અને હિન્દીમાં વૈજ્ઞાનિક સાહિત્યના પ્રતિભાશાળી લેખક હતા.
  • એબિય જે. જોસ (1972) – ભારતીય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા.
  • સોનિયા અગ્રવાલ (1982) – ભારતીય અભિનેત્રી.
  • બિશ્વેશ્વર ટુડુ (1965)- ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.

આ પણ વાંચોઃ 25 માર્ચના ઇતિહાસ : ગણેશ શંકર વિદ્યાર્થી બલિદાન દિવસ, સાંપ્રદાયિક હિંસા રોકવા પ્રાણ ન્યોછાવર કર્યા

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • વેથાથિરી મહર્ષિ (2006) – ભારતીય ફિલસૂફ.
  • બંસીલાલ (2006) – હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની.
  • એફ.એન. સુઝા (2002) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર હતા.
  • હરિ દેવ જોશી (1995) – રાજસ્થાનના ભૂતપૂર્વ સાતમા મુખ્ય પ્રધાન હતા.
  • ચટ્ટા સિંહ (1961) – પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની 9મી ભોપાલ પાયદળમાં સૈનિક હતા.
  • કલા વેંકટરાવ (1959) – દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય કાર્યકર હતા.
  • કાવાસજી જમશેદજી પેટીગારા (1941) – ભારતીય પોલીસ કમિશનર.
  • ગુરુ અંગદ દેવ (1552) – શીખ ધર્મના બીજા ક્રમના ગુરુ.

આ પણ વાંચોઃ 24 માર્ચનો ઇતિહાસ : આજે વિશ્વ ટીબી દિવસ છે, દર વર્ષે ક્ષયરોગથી 15 લાખ લોકો જીવ ગુમાવે છે

Web Title: Today history 28 march diabetes alert day know today important events

Best of Express