scorecardresearch

આજનો ઇતિહાસ 27 માર્ચ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન

Today history 27 March : આજે 27 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ રંગમંચ દિવસ છે, વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પહેલીવાર વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

World Theatre Day
આજનો ઇતિહાસ : વર્ષ 1961થી દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Today history 27 March : આજે 27 માર્ચ 2023 (27 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ રંગમંચ દિવસ (World Theatre Day) છે, વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (International Theatre Institute) દ્વારા પહેલીવાર વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (27 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

27 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1961 – ઇન્ટનરેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પહેલીવાર વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી.

વિશ્વ રંગમંચ દિવસ

વિશ્વ રંગમંચ દિવસ દુનિયાભરમાં 27 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો અને નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે. આજના દિવસે ભારત સહિત દુનિયા ભરમાં ઘણા સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુતિ કરવામાં આવે છે.

આજનો ઇતિહાસ
  • 1982 – A.F.M.A. ચૌધરીની બાંગ્લાદેશના ર ાષ્ટ્રપતિ તરીકે નિમણૂક.
  • 2000 – રશિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ વ્લાદિમીર વ્લાદિમીરોવિચ પુતિન 52.52 ટકા મત મેળવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા.
  • 2003 – રશિયાએ ઘાતક ટોપોલ RS-12M બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. વિશ્વનાથન આનંદે મોન્ટે કાર્લોમાં 12મી એમ્બર ચેસ ટુર્નામેન્ટનું ત્રીજું ટાઈટલ અંતિમ રાઉન્ડમાં 1.5 પોઈન્ટના વિજય સાથે જીત્યું હતું.

આ પણ વાંચોઃ 26 માર્ચનો ઇતિહાસ : બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ, વૃક્ષો બચાવવા ચિપકો આંદોલન શરૂ થયું

  • 2006 – યાસીન મલિકે કાશ્મીરમાં લોકમતની માંગણી કરી.
  • 2008 – કેન્દ્ર સરકારે 90 લઘુમતી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને જીવન ધોરણમાં વ્યાપક સુધારણા માટે રૂ. 3,780 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. ઉત્તર પ્રદેશ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ બિલ ‘UPCOCA’ને રાજ્યપાલ ટીવી રાજેશ્વર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સ્પેસ શટલ એન્ડેવર સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફર્યું.
  • 2010 – ઇરાકની સંસદીય ચૂંટણીમાં પૂર્વ બિનસાંપ્રદાયિક વડાપ્રધાન ઇયાદ અલાવીના ગઠબંધને 91 બેઠકો જીતી હતી, ગઠબંધનના નેતા અને આઉટગોઇંગ વડાપ્રધાન નૂરી અલ-મલિકીને હરાવ્યા હતા જેમણે 89 બેઠકો જીતી હતી. ભારતે ઓરિસ્સાના ચાંદીપુરના બાલાસોરા જિલ્લામાં પરમાણુ યુક્ત ધનુષ અને પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
  • 2011 – જાપાનના ભૂકંપગ્રસ્ત ફુકુશિમામાં ક્ષતિગ્રસ્ત ન્યુક્લિયર પાવર પ્લાન્ટના કામદારોને રેડિયોએક્ટિવ વિકિરણો સામાન્ય કરતાં 10 મિલિયન ગણું વધુ હોવાનું જાણવા મળ્યા બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ફ્રેન્ચ વિમાનોએ લિબિયાના રાષ્ટ્રપતિ મુઅમ્મર ગદ્દાફીને ટેકો આપતા દળોના પાંચ વિમાનો અને બે હેલિકોપ્ટરનો નાશ કર્યો હતો.

આ પણ વાંચોઃ 25 માર્ચના ઇતિહાસ : ગણેશ શંકર વિદ્યાર્થી બલિદાન દિવસ, સાંપ્રદાયિક હિંસા રોકવા પ્રાણ ન્યોછાવર કર્યા

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મુરલી શ્રીશંકર (1999) – ભારતનો લાંબી કૂદનો ખેલાડી.
  • બનવારીલાલ જોશી (1936) – ભારતના રાજકારણી, દિલ્હીના ઉપરાજ્યપાલ તેમજ ઉત્તર પ્રદેશ, મેઘાલય અને ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
  • ધરમપાલ ગુલાટી (1923)- ભારતની સુપ્રસિદ્ધ મસાલા કંપની ‘MDH’ના માલિક હતા.
  • લીલા દુબે (1923)- પ્રખ્યાત માનવશાસ્ત્રી અને નારીવાદી વિદ્વાન.
  • વિમલ પ્રસાદ ચલીહા (1912)- સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને આસામના મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 24 માર્ચનો ઇતિહાસ : આજે વિશ્વ ટીબી દિવસ છે, દર વર્ષે ક્ષયરોગથી 15 લાખ લોકો જીવ ગુમાવે છે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ટી. સેલોઓ (2015) – ઉત્તર-પૂર્વ ભારતના મિઝોરમ રાજ્યના બીજા મુખ્ય પ્રધાન હતા.
  • પ્રિયા રાજવંશ (2000)- ભારતીય હિન્દી સિનેમા અભિનેત્રી.
  • યુરી ગાગરીન (1968) – ભૂતપૂર્વ સોવિયેત યુનિયન એવિએટર અને અવકાશયાત્રી.
  • પંડિત કાંશી રામ (1915) – ગદર પાર્ટીના અગ્રણી નેતા અને દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
  • સર સૈયદ અહેમદ ખાન (1898) – મુહમ્મડન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજના સ્થાપક, ભારતીય બૌદ્ધિક મુસ્લિમ.

આ પણ વાંચોઃ 23 માર્ચનો ઇતિહાસ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

Web Title: Today history 27 march world theatre day know today important events

Best of Express