Today history 29 March : આજે 29 માર્ચ 2023 (29 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1857માં ભારતીય સિપાઇ મંગલ પાંડે એ બ્રિટિશ રાજની ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું કર્યું.જાણો ઇતિહાસની તવારીખમાં (29 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
29 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1857 – મંગલપાંડે નામના ભારતીય સિપાઇએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે વિદ્રોહનું રણશિંગુ ફૂંક્યું.
- 1953 – હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં આવ્યું.
- 1982 – એન.ટી. રામારાવ દ્વારા રાજકીય પક્ષ તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના.
- 1999 – પેરાગ્વેના પ્રમુખ રોલ ક્યુબાસનું રાજીનામું.
- 2001 – યુનાઇટેડ સ્ટેટ્સે ગ્લોબલ વોર્મિંગ પર ક્યોટો સંધિ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
- 2003 – તુર્કી એરલાઈન્સના વિમાનના અપહરણકારોએ આત્મસમર્પણ કર્યું.
- 2008 – ઇરાકમાં અમેરિકાના બોમ્બ વિસ્ફોટથી 48 લોકો માર્યા ગયા.
આ પણ વાંચોઃ 28 માર્ચનો ઇતિહાસ : ‘ડાયાબિટીસ એલર્ટ ડે’, ઝડપથી ફેલાઇ રહેલી બીમારી અંગે જાગૃત થવાની જરૂર
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અદિતિ અશોક (1998) – ભારતના પ્રોફેશનલ ગોલ્ફર.
- ભવાની પ્રસાદ મિશ્રા (1913) – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ અને ગાંધીવાદી વિચારક.
- રોમેશ ભંડારી (1928) – દિલ્હીના ઉપ રાજ્યપાલ અને ત્રિપુરા, ગોવા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- ઉત્પલ દત્ત (1929) – હિન્દી અને બંગાળી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા.
- જ્હોન મેજર (1943) – બ્રિટનના વડાપ્રધાન હતા.
આ પણ વાંચો- 27 માર્ચનો ઇતિહાસ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- શ્યામ સુંદર કલાણી (2020) – દૂરદર્શનની પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’માં સુગ્રીવની ભૂમિકા ભજવનાર કલાકાર હતા.
- સિયારામશરણ ગુપ્ત (1963) – પ્રખ્યાત હિન્દી લેખક
આ પણ વાંચોઃ 26 માર્ચનો ઇતિહાસ : બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ, વૃક્ષો બચાવવા ચિપકો આંદોલન શરૂ થયું