scorecardresearch

આજનો ઇતિહાસ 3 એપ્રિલ : 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફીલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મદિન

Today history 3 April : આજે 3 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ડિયન આર્મીના પૂર્વ વડા ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મદિવસ છે. તેના નૃત્વમાં જ ભારતે વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીત હાંસલ કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Field Marshal Sam Manekshaw
ભારતીય સેનાના પૂર્વ વડા ફિલ્ડ માર્શલ સામ માણેકશા.

Today history 3 April : આજે 3 એપ્રિલ 2023 (3 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના ફિલ્ડ માર્શલ તરીકે જાણીતા ઇન્ડિયન આર્મીના પૂર્વ વડા સામ માણેકશાનો જન્મદિવસછે. તેના નૃત્વમાં જ ભારતે વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમા જીત હાંસલ કરી હતી. આજે જાણીતા ગાયક હરિહરન અને અભિનેત્રીમાંથી રાજનેતા બનનાર જયા પ્રદાનો પણ બર્થ ડે છે. તો મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજીની આજે પુણ્યતિથિ છે. વર્ષ 1680માં આજની તારીખે શિવાજીનું રાયગઢના કિલ્લામાં નિધન થયુ હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (3 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

3 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1922 – જોસેફ સ્ટાલિનને સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2001 – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત પહોંચ્યા, ભારત અને ડેનમાર્ક વચ્ચે ચાર વર્ષ પછી ફરી વાતચીત થઈ.
  • 2002 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની જનમત યોજનાને કેબિનેટની મંજૂરી મળી.
  • 2006 – નેપાળમાં માઓવાદીઓએ યુદ્ધવિરામની જાહેરાત કરી.
  • 2007- દિલ્હીમાં 14મી સાર્ક પરિષદશરૂ થઈ.
  • 2008 – પ્રકાશ કરાત ફરીથી CPI(M)ના મહાસચિવ તરીકે ચૂંટાયા. મેધા પાટકરને રાષ્ટ્રીય ક્રાંતિવીર પુરસ્કાર મળ્યો.

આ પણ વાંચોઃ 2 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ, અજય દેવગનનો બર્થ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • કમલા દેવી ચટ્ટોપાધ્યાય (1903) – સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની તેમજ ભારતીય હસ્તકલા ક્ષેત્ર નવજાગરણ લાવનાર ગાંધીવાદી મહિલા.
  • સામ માણેકશા (1914) – ભારતીય સેનાના ભૂતપૂર્વ પ્રમુખ, જેમના નેતૃત્વમાં ભારતે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ જીત્યું હતું.

જનરલ સામ માણેકશા

જનરલ સામ માણેકશાના નામે પ્રખ્યાત ભારતીય સેનાના પૂર્વ પ્રમુખની આજે જન્મજયંતિ છે. તેમના સાહસ અને નિર્ણયશક્તિથી વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતે જીત હાંસલ કરી હતી હતી. તેઓ સામ માણેકશા અને સેમ બહાદુર (“સેમ ધ બ્રેવ”)ના નામે પણ ઘણા પ્રખ્યાત છે.

સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશાનો જન્મ 3 એપ્રિલ, 1914ના રોજ અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. આમ તો તેમનો પરિવાર મૂળ ગુજરાતના વલસાડ શહેરમાંથી પંજાબના અમૃતસરમાં વસ્યો હતો. તેમણે અમૃતસરમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ નૈનીતાલની શેરવુડ કોલેજમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઇન્ડિયન મિલિટ્રી એકેડમીની પહેલી બેન્ચમાં પસંદગી પામનાર 40 વિદ્યાર્થીઓ પૈકીના તેઓ એક હતા.

વર્ષ 1969માં સામ માણેકશાને સેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1979ની ભારત-પાકિસ્તાની લડાઇ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા. તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી.

સામ માણેકશાના દેશપ્રેમ અને નિસ્વાર્થ સેવા અનુલક્ષી તેમને 1972માં પદ્મવિભૂષણ તથા 1 જાન્યુઆરી 1973ના રોજ ફીલ્ડ માર્શલના માનદ પદ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સામ બહાદુર 15 જાન્યુઆરી 1972ના ફીલ્ડ માર્શલના પદ થી સેવાનિવૃત્ત થયાં હતા. વૃદ્ધાવસ્થામાં ફેફસાની બીમારી થઈ હતી અને કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયના આઈસીયુમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થયું હતું

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 1 એપ્રિલ : ઓડિશા સ્થાપના દિન, RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ

  • ઓલેસ ગોનચર (1918) – પ્રખ્યાત યુક્રેનિયન લેખક અને નવલકથાકાર.
  • નિર્મલ વર્મા (1929) – લેખક
  • મન્નુ ભંડારી (1931) – લેખક
  • સોમ પ્રકાશ (1949) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
  • રવીન્દ્ર નારાયણ રવિ (1952) – બિહારના રાજકારણી.
  • ડૉ. કે.કે. કૃષ્ણસ્વામી (1954) – રાજકારણી અને ફિઝિશિયન.
  • હરિહરન (1955) – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક અને પ્લેબેક સિંગર.
  • જયા પ્રદા (1958) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી અને રાજકારણી.

આ પણ વાંચો- 31 માર્ચનો ઇતિહાસ : એફિલ ટાવર દિવસ, ભારતની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઇ ગોપાલ જોશીની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • નિઝામુદ્દીન ઓલિયા (1325) – ચિશ્તી સંપ્રદાયના ચોથા સંત.
  • શિવાજી (1680) – મરાઠા સામ્રાજ્યના સ્થાપક.
  • વિષ્ણુ સહાય (1989) – અસમ અને નાગાલેન્ડના રાજ્યપાલ હતા.
  • અનંત લાગુ (2010) – ઇન્ડિયન કોમ્યુનિસ્ટ પાર્ટીના છ સ્થાપક સભ્યો પૈકીના એક હતા.
  • કિશોરી અમોનકર (2017) – હિન્દુસ્તાની શાસ્ત્રીય પરંપરાના અગ્રણી ગાયકોમાંના એક અને જયપુર ઘરાનાના અગ્રણી ગાયિકા.
  • રાધેશ્યામ ખેમકા (2021) – પ્રખ્યાત પત્રકાર અને લેખક હતા.

આ પણ વાંચોઃ 30 માર્ચ : રાજસ્થાન દિવસ, શીખ ધર્મ ગુરુ હર કિશન સિંહની પુણ્યતિથિ

Web Title: Today history 3 april ssam manekshaw birthday know important events

Best of Express