આજનો ઇતિહાસ 10 ઓગસ્ટ: વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડ બાયોફ્યુઅલ ડે

Today history 10 August: આજે 10 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સિંહ દિવસ અને વર્લ્ડ બાયોફ્યૂઅલ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

Written by Ajay Saroya
Updated : August 10, 2023 10:47 IST
આજનો ઇતિહાસ 10 ઓગસ્ટ: વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડ બાયોફ્યુઅલ ડે
વિશ્વ સિંહ દિવસ.

Today history 10 August: આજે 10 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સિંહ દિવસ અને વર્લ્ડ બાયોફ્યૂઅલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

10 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1999 -ચેચન્યામાં ઇસ્લામિક ભૂરાએ દાગેસ્તાનને સ્વતંત્ર જાહેર કર્યું.
  • 2000 – શ્રીલંકામાં વડાપ્રધાન પદ પરથી સિરીમાવો બંદરનાઈકેનું રાજીનામું, આર. વિક્રમનાયકે શ્રીલંકાના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત.
  • 2001 – અમેરિકન મિસાઇલ સિસ્ટમને રશિયાનું શરતી સમર્થન.
  • 2004 – સંયુક્ત રાષ્ટ્ર અને સુદાન વચ્ચે ડાર્ફુર એક્શન પ્લાન પર હસ્તાક્ષર.
  • 2006 – શ્રીલંકામાં તમિલ વિદ્રોહીઓ પર લશ્કરી કાર્યવાહીમાં 50 નાગરિકો માર્યા ગયા હતા.
  • 2008 – અમરનાથ જમીનના ઉકેલ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની બેઠકમાં, વર્ષ 2005ના હાઈકોર્ટના આદેશને લાગુ કરવા માટે સંમતિ દર્શાવવામાં આવી હતી. ચેન્નાઈની એક લેબમાં એઈડ્સ વિરોધી રસીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો | 9 ઓગસ્ટનો ઇતિહાસ : નાગાસાકી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ

વિશ્વ સિંહ દિવસ (World Lion Day)

વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે અને તેનો હેતુ સુંદર અને મોટી બિલાડીઓની પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ સિંહ દિવસ તેમની ઘટતી જતી વસ્તી વિશે જાગૃતિ લાવવા અને તેના જતન-રક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 2013માં ડેરેક અને બેવર્લી જોબર્ટ દ્વારા કરવામાં આવી હતી. દુનિયાભરમાં હાલ આફ્રિકા અને ભારતમાં ગુજરાતના ગીર સિંહ પ્રખ્યાત છે. ગુજરાતનું ગીર જંગલ એશિયાટીક સિંહનું એકમાત્ર નિવાસ સ્થન છે.

આ પણ વાંચો | 8 ઓગસ્ટનો ઇતિહાસ : ગાંધીજી દ્વારા ભારત છોડો આંદોલનનું આહ્વાન

વર્લ્ડ બાયોફ્યુઅલ ડે (World Biofuel Day)

વર્લ્ડ બાયોફ્યુઅલ ડે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવાય છે. પરંપરાગત અશ્મિભૂત ઇંધણના વિકલ્પ તરીકે બિન-અશ્મિભૂત ઇંધણના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ જૈવ ઇંધણ દિવસ મનાવવામાં આવે છે. રસોઇ બનાવવા, ગરમ કરવા માટે બાયોફ્યુઅલનો વ્યાપક ઉપયોગ થાય છે. વપરાતા જૈવ ઇંધણમાં કૃષિ અવશેષો, લાકડું, કોલસો અને સૂકા ગાયના છાણનો સમાવેશ થાય છે.

વર્ષ 1897માં ડીઝલ એન્જિનના શોધક રુડોલ્ફ ડીઝલે તેમના એન્જિનમાં વેજિટેબલ ઓલનો બળતણ તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ કર્યો. વેજિટેબલ ઓઇલ અને એનિમલ ફેટમાંથી બનાવેલા ફ્યૂ્અલ જેને આપણે આજે બાયોડીઝલ કહીએ છીએ તેનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું છે કારણ કે તેનો ઉપયોગ મોટાભાગના ડીઝલ એન્જિનોમાં થાય છે.

આ પણ વાંચો | 7 ઓગસ્ટનો ઇતિહાસ : નેશનલ હેન્ડલૂમ દિવસ, જ્વેલિન થ્રો ડે – નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • વિષ્ણુનારાયણ ભાતખંડે (1860) – હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિદ્વાન
  • વી.વી.ગીરી (1894) – ભારતના ચોથા રાષ્ટ્રપતિ.
  • હેમંત સોરેન (1975) – ઝારખંડ મુક્તિ મોરચાના નેતા.
  • ફૂલન દેવી (1963) – ભારતની મહિલા ડાકુ.
  • પ્રેમ અદીબ (1916) – ભારતીય અભિનેતા.
  • સૌરવ ઘોષાલ (1986)- ભારતના સ્ક્વોશ ખેલાડી.

આ પણ વાંચો |  6 ઓગસ્ટનો ઇતિહાસ : હિરોશીમા દિવસ – અમેરિકાએ જાપાનના હિરોશીમા પર લીટલ બોમ્બ ફેંક્યો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બાલાજી તાંબે (2021) – ભારતના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય અને આધ્યાત્મિક શિક્ષક હતા.
  • અંતત બજાજ (2018) – બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના ડિરેક્ટર.
  • અરુણ કુમાર શ્રીધર વૈદ્ય (1986) – ભારતીય સેનાના 13મા આર્મી ચીફ હતા.
  • સરસ્વતી દેવી (1980) – ભારતના પ્રથમ મહિલા સંગીતકાર.
  • હરિશંકર પરસાઈ (1995) – પ્રખ્યાત લેખક અને વ્યંગકાર
  • શ્યામલાલ ગુપ્તા (1977) – ભારતના ધ્વજ ગાન ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા’ના રચનાકાર.

આ પણ વાંચો | 5 ઓગસ્ટનો ઇતિહાસ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ