Today History 10 December: આજે 10 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ માનવ અધિકાર દિવસ છે. દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવાય છે. આ મહત્વપૂર્ણ દિવસનો પાયો વિશ્વ યુદ્ધની ભયાનકતાથી પીડિત લોકોની પીડાને સમજીને અને અનુભવીને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 10 ડિસેમ્બર, 1948ના રોજ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાને સત્તાવાર માન્યતા આપી હતી. ભારતના બંધારણમાં પણ માનવ અધિકારોને વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે. વર્ષ 2004માં ઢાકા ટેસ્ટમાં કપિલ દેવને પાછળ છોડીને અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
10 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2013 – ઉરુગ્વે માદક પદાર્થ મારિજુઆનાના વિકાસ, વેચાણ અને ઉપયોગને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ બન્યો.
- 2007 – પાકિસ્તાનના વડાપ્રધાન પરવેઝ મુશર્રફે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતમાં વધુ ત્રણ ન્યાયાધીશોની નિમણૂક કરી.
- 2006 – ચિલીના ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ ઓગસ્ટો પિનાશેનું સેન્ટિયાગોમાં અવસાન થયું.
- 2005 – કઝાકિસ્તાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ નૂર સુલ્તાન નઝર બાયેબ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 2004 – ઢાકા ટેસ્ટમાં કપિલ દેવને પાછળ છોડીને અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો.
- 2003 – કોલંબોમાં રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગા અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ.
- 2002 – અમેરિકાની બીજી સૌથી મોટી એરલાઇન કંપની યુનાઈટેડ એરલાઈન્સ નાદાર જાહેર થઈ.
- 2000 – નવાઝ શરીફ અને તેમના પરિવારને દસ વર્ષ માટે પાકિસ્તાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો.
- 1999 – આંતરરાષ્ટ્રીય આતંકવાદને સમાપ્ત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના કરાર અનુસાર, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવાને આર્થિક અપરાધ જાહેર કરવામાં આવ્યો.
- 1998 – અમર્ત્ય સેનને સ્ટોકહોમમાં અર્થશાસ્ત્ર માટે 1998 નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 1994 – યાસર અરાફાત, વિત્ઝાક રાબિન અને શિમોન પેરેસને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 1963 – આફ્રિકન દેશ ઝાંઝીબારે બ્રિટનથી આઝાદી મેળવી.
- 1961 – સોવિયેત યુનિયન અને અલ્બેનિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોનો અંત આવ્યો.
- 1947 – સોવિયેત યુનિયન અને ચેકોસ્લોવાકિયા વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર.
- 1936 – ચીન અને જાપાન વચ્ચેના યુદ્ધમાં ચીનને મદદ કરવા મોકલવામાં આવેલી ભારતીય તબીબી સહાય ટીમના તેઓ વડા હતા.
- 1903 – પિયર ક્યુરી અને મેરી ક્યુરીને ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
- 1902 – તાસ્માનિયામાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો.
- 1887 – ઓસ્ટ્રિયા, હંગેરી, ઇટાલી અને બ્રિટન વચ્ચે બાલ્કન મિલિટરી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા.
- 1582 – ફ્રાન્સે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો | 9 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારથી ઉજવાય છે, કરપ્શન ઇન્ડેક્સમાં ભારત ક્યા ક્રમે છે?
વિશ્વ માનવ અધિકાર દિવસ (World Human Rights Day)
વિશ્વ માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવાય આવે છે. આ મહત્વપૂર્ણ દિવસનો પાયો વિશ્વ યુદ્ધની ભયાનકતાથી પીડિત લોકોની પીડાને સમજીને અને અનુભવીને નંખાયો હતો. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 10 ડિસેમ્બર, 1948ના રોજ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાને સત્તાવાર માન્યતા આપી હતી. કોઈપણ માનવીને જીવન, સ્વતંત્રતા, સમાનતા અને આદરનો અધિકાર છે માનવ અધિકાર. ‘ભારતીય બંધારણ’ માત્ર આ અધિકારની બાંયધરી આપતું નથી, પરંતુ જે કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તેને અદાલત સજા પણ કરી શકે છે.
ભારતના લોકશાહી બંધારણમાં માનવ અધિકારીને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર, 1993થી અમલમાં આવ્યો છે. 12 ઓક્ટોબર, 1993ના રોજ સરકારે ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ની રચના કરી હતી. કમિશનના આદેશમાં નાગરિક અને રાજકીય તેમજ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનો સમાવેશ થાય છે, જેમ કે બાળ મજૂરી, HIV/AIDS, આરોગ્ય, ખોરાક, બાળ લગ્ન, મહિલાઓના અધિકારો, કસ્ટડી અને એન્કાઉન્ટરમાં મૃત્યુ, લઘુમતી અને અનુસૂચિત જાતિ અને આદિજાતિના અધિકારો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો | 8 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે સાર્ક દિવસ છે, SAARC સંગઠનની રચના કેમ કરવામાં આવી, તેના સભ્ય દેશો કેટલા છે?
10 ડિસેમ્બરની જન્મજયંતિ
- હંસમુખ ધીરજલાલ સાંકલિયા (1908) – ભારતીય પુરાતત્વવિદ્ હતા.
- એસ. નિજલિંગપ્પા (1902) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા.
- પ્રફુલ્લચંદ ચાકી (1888) – સ્વતંત્રતા સેનાની.
- મોહમ્મદ અલી (1878) – ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની, પત્રકાર અને શિક્ષણશાસ્ત્રી.
- ચક્રવર્તી રાજગોપાલાચારી (1878) – વકીલ, લેખક, રાજકારણી અને ફિલોસોફર.
- યદુનાથ સરકાર (1870) – પ્રખ્યાત ઇતિહાસકાર.
આ પણ વાંચો | 7 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે?
10 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- અસ્તાદ દેબુ (2020) – વિશ્વ વિખ્યાત ભારતીય સમકાલીન નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા.
- સી.એન. બાલકૃષ્ણન (2018) – કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મંત્રી હતા.
- મુશિરુલ હસન (2018) – ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા.
- લાલજી સિંહ (2017) – ભારતના પ્રખ્યાત જીવવિજ્ઞાની હતા.
- દિલીપ ચિત્રે (2009) – મરાઠી લેખક, કવિ અને વિવેચક.
- અશોક કુમાર (2001) – ભારતીય અભિનેતા.
- ચૌધરી દિગંબર સિંહ (1995) – સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત નેતા.
- પણિકર, કે. એમ. (1963) – મૈસુર (કર્ણાટક)ના પ્રખ્યાત રાજકારણી અને વિદ્વાન.
- યશવંત સિંહ (1679) – ઔરંગઝેબના દરબારના પ્રભાવશાળી સામંત હતા.
આ પણ વાંચો | 6 ડિસેમ્બરનો ઇતિહાસ : આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે; બાબરી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું?





