આજનો ઇતિહાસ 10 નવેમ્બર : વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે? ભારતીય મજદૂર સંઘના સ્થાપક કોણ હતા?

Today History 10 Navember : આજે 10 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે જેને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવાય છે. ભારતીય કિસાન સંઘના સ્થાપક દત્તોપંત ઠેંગડીનો જન્મદિન છે.

Written by Ajay Saroya
Updated : November 10, 2023 22:28 IST
આજનો ઇતિહાસ 10 નવેમ્બર : વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે? ભારતીય મજદૂર સંઘના સ્થાપક કોણ હતા?
વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ જીવનમાં મોટી ભૂમિકા ભજવી છે. (Photo - Canva)

Today History 10 Navember : આજે 10 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે જેને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવાય છે. વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવાય છે. આજે ભારતના રાષ્ટ્રવાદી ટ્રેડ યુનિયનના નેતા અને ભારતીય મઝદૂર સંઘ, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘના સ્થાપક દત્તોપંત ઠેંગડીનો જન્મદિન છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે નમ્રતાપૂર્વક પદ્મ ભૂષણનો અસ્વીકાર કર્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

10 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1885 – ગોટલિઅબ ડેમલેરે વિશ્વની પ્રથમ મોટરસાઇકલ રજૂ કરી.
  • 1950 – અમેરિકન લેખક વિલિયમ ફોકનરને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • 1970 – ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગૌલેનું અવસાન.
  • 1983 – બિલ ગેટ્સે વિન્ડોઝ 1.0 લોન્ચ કર્યું.
  • 1989 – જર્મનીમાં બર્લિનની દિવાલ તોડી પાડવાનું કામ શરૂ થયું.
  • 1995 – ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં કોમનવેલ્થ સમિટ શરૂ થઈ.
  • 1997 – ચીન-રશિયાની ઘોષણા સાથે બંને દેશો વચ્ચેના સીમાંકન વિવાદનો અંત આવ્યો.
  • 2000 – ગંગા-મેકોંગ લિંક પ્રોજેક્ટ પર કામગીરી શરૂ થઇ.
  • 2001 – ભારતના વડા પરધાન અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું.
  • 2002 – ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ એશિઝ ટેસ્ટ જીતી.
  • 2004 – ઝેંગઝોઉને ચીનનું આઠમું સૌથી જૂનું શહેર જાહેર કર્યું.
  • 2005 – ચીનના વિરોધને ફગાવીને યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ તિબેટના નિર્વાસિત ધાર્મિક નેતા દલાઈ લામાને મળ્યા. જોર્ડનની ત્રણ હોટલમાં થયેલા વિસ્ફોટમાં 57 લોકોના મોત થયા છે.
  • 2006 – શ્રીલંકાના તમિલ રાજકારણી નાદરાજહ રવિરાજની કોલંબોમાં હત્યા કરવામાં આવી હતી.
  • 2007 – બ્રિટીશ એપેલેટ કોર્ટે બ્રિટિશ સરકારને આદેશ આપ્યો કે ભારતીય ડોકટરો સાથે યુરોપિયન યુનિયનના ડોકટરોની જેમ જ વર્તે.
  • 2008 – ભારત-કતાર સંબંધોને વ્યૂહાત્મક ઊંડાણ આપતા, બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતે ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી. નાસાએ મંગળ પર તેના ફોનિક્સ મિશનના અંતની જાહેરાત કરી.

આ પણ વાંચો | 9 નવેમ્બરનો ઇતિહાસ : આજે ઉત્તરાખંડ સ્થાપના દિન છે; રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ કેમ ઉજવાય છે?

વિશ્વ વિજ્ઞાન દિવસ – શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science Day for Peace and Development)

વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે 10 નવેમ્બરે ઉજવાય છે. તારીખને શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science Day for Peace and Development) તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિજ્ઞાનના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. તેની શરૂઆત વર્ષ 2001માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 10 નવેમ્બરને વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપીને કરવામાં આવી હતી. માનવ જીવનને સુખ અને સમૃદ્ધ બનાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું અમૂલ્ય યોગદાન છે. સમગ્ર દુનિયામાં દિવસ-રાત વૈજ્ઞાનિક સંશોધન થઇ રહ્યા છે.

આ પણ વાંચો | 8 નવેમ્બરનો ઇતિહાસ : પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી’ને બેંકો સામે લોકોની લાંબી લાઇનો લાગી

10 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • માર્ટિન લ્યુથર (1483) – ખ્રિસ્તી ધર્મમાં નવા પ્રવાહનો આરંભ કરનાર.
  • જોની માર્ક્સ (1909) – અમેરિકન સંગીતકાર અને ગીતકાર.
  • સુરેન્દ્રનાથ બેનર્જી (1848) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્ય અને રાજકીય નેતા.
  • દત્તોપંત ઠેંગડી (1920) – તેઓ ભારતના રાષ્ટ્રવાદી ટ્રેડ યુનિયનના નેતા અને ભારતીય મઝદૂર સંઘ, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘના સ્થાપક હતા. તેમણે નમ્રતાપૂર્વક પદ્મ ભૂષણનો અસ્વીકાર કર્યો હતો.
  • સદાનંદ બકરે (1920) – ભારતના પ્રખ્યાત કારીગર, ચિત્રકાર અને શિલ્પકાર હતા.
  • ડોનકુપર રોય (1954) – મેઘાલયના ભૂતપૂર્વ દસમા મુખ્યમંત્રી.
  • જોય ગોસ્વામી (1954) – બંગાળી ભાષાના પ્રખ્યાત ભારતીય કવિ છે.
  • મનમોહન મહાપાત્રા (1951) – ઉડિયા ફિલ્મોના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક હતા.
  • રોહિણી ખાડીલકર (1963) – એશિયન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા (1981).
  • સચ્ચિદાનંદ સિંહા (1871) – પ્રખ્યાત ભારતીય સંસદસભ્ય, શિક્ષણશાસ્ત્રી, વકીલ અને પત્રકાર હતા.

આ પણ વાંચો |  7 નવેમ્બરનો ઇતિહાસ : શિશુ સુરક્ષા દિવસ;, રાષ્ટ્રીય કેન્સર સુરક્ષા દિવસ કોની યાદીમાં ઉજવાય છે?

10 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • સત્યજીત ઘોષ (2020) – ભારતીય ફૂટબોલ ખેલાડી હતા.
  • ઇબ્ન અરબી (1240) – પ્રખ્યાત અરબી સૂફી કવિ, શોધક અને વિચારક.
  • કનાઈલાલ દત્ત (1908) – ભારતની આઝાદી માટે ફાંસી પર લટકનાર શહીદ.
  • વિજયદાન દેથા (2013) – રાજસ્થાની ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર.
  • ગંગાપ્રસાદ અગ્નિહોત્રી (1931) – હિન્દી ભાષાના સાહિત્યકાર.
  • ફઝલ તાબીશ (1995) – ભોપાલના પ્રખ્યાત કવિ હતા.

આ પણ વાંચો | 6 નવેમ્બરનો ઇતિહાસ: યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવાનો આંતરરાષ્ટ્રીય દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ