Today History 10 October આજનો ઇતિહાસ 10 ઓક્ટોબર : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કેમ ઉજવાય છે? માનસિક તંદુરસ્તીનું જીવનમાં મહત્વ જાણો

Today History 10 October : આજે 10 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અને બોલીવુડ અભિનેત્રી રેખાનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today History 10 October : આજે 10 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અને બોલીવુડ અભિનેત્રી રેખાનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Today history | 10 october history | World Mental Health Day | mental health disorder

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. (Photo - Canva)

Today history 10 october : આજે 10 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ છે. દુનિયાભરમાં માનસિક આરોગ્ય અને માનસિક બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આજ દિવસ ઉજવાય છે. આજે બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાનો જન્મદિવસ છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પહેલી પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

10 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1756 - બ્રિટિશ ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઈવે કલકત્તા પર ફરીથી કબજો મેળવવા માટે મદ્રાસથી કૂચ કરી.
  • 1846 - બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ લેસેલે નેપ્ચ્યુનના કુદરતી ઉપગ્રહની શોધ કરી.
  • 1868 - ક્યુબાએ સ્પેનથી સ્વતંત્રતા મેળવવા બળવો કર્યો.
  • 1910 - મદન મોહન માલવિયાની અધ્યક્ષતામાં વારાણસીમાં પ્રથમ અખિલ ભારતીય હિન્દી પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
  • 1924 - શિકાગોમાં લોયોલા યુનિવર્સિટીના લેક શોર કેમ્પસમાં આલ્ફા ડેલ્ટા ગામા બંધુત્વની સ્થાપના કરવામાં આવી.
  • 1942 - સોવિયત સંઘે ઓસ્ટ્રેલિયા સાથે રાજદ્વારી સંબંધો શરૂ કર્યા.
  • 1964 - ટોક્યોમાં યોજાયેલ સમર ઓલિમ્પિક્સનું પ્રથમ વખત દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.
  • 1970 - ફિજીએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી.
  • 1971 - અમેરિકાના એરિઝોનાના લેક હવાસુ શહેરમાં લંડન બ્રિજનું નવીનીકરણ કરવામાં આવ્યું. તે બ્રિટનથી ખરીદવામાં આવ્યું હતું, તેને તોડી પાડવામાં આવ્યું હતું અને અમેરિકા લાવવામાં આવ્યું હતું.
  • 1978 - રોહિણી ખાદિલકર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ મહિલા બની.
  • 1986 - સાન સાલ્વાડોરમાં 7.5ની તીવ્રતાના ભૂકંપમાં 1,500 લોકો મૃત્યુ પામ્યા.
  • 1990 - અમેરિકાનું 67મું માનવ અવકાશ મિશન ડિસ્કવરી 11 અવકાશમાંથી પરત ફર્યું.
  • 1991 - ભારતે વર્લ્ડ કેરમ ચેમ્પિયનશિપનું ટીમ ટાઇટલ જીત્યું.
  • 1992 - બીજો હુગલી પુલ 'વિદ્યાસાગર સેતુ' ખોલવામાં આવ્યો.
  • 1999 - 2006માં મેલબોર્નમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવાની જાહેરાત.
  • 2000 - શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન સિરીમાઓ ભંદરનાયકેનું અવસાન.
  • 2001 - ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા.
  • 2003 - ભારતે ઈઝરાયેલ અને રશિયા સાથે અવાક્સના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 2004 - ઓસ્ટ્રેલિયન સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન જોન હોવર્ડનો જંગી વિજય.
  • 2005 - એન્જેલા મર્કેલ જર્મનીના પ્રથમ મહિલા ચાન્સેલર બન્યા.
  • 2014 - ભારતના કૈલાશ સત્યાર્થીને નોબેલ પુરસ્કારની જાહેરાત.

આ પણ વાંચો | 9 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ કેમ ઉજવાય છે? ટેરિટોરિયલ આર્મી કોને કહેવાય છે?

Advertisment

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day)

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World Mental Health Day) દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. દુનિયાભરમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી માટે દર વર્ષે અલગ- અલગ થીમ નક્કી કરાય છે. આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલ, નોકરી - વ્યક્તિગત સંબંધો સહિત વિવિધ કારણોસર લોકો ઘણી વખત માનસિક બીમારીના ભોગ બની રહ્યા છે. મનોવૈજ્ઞાનિક પ્રાથમિક સારવારમાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક બંને સહાયનો સમાવેશ થાય છે. જેમ સામાન્ય આરોગ્ય સંભાળમાં ક્યારેય એકલા શારીરિક પ્રાથમિક સારવારનો સમાવેશ થતો નથી, તેમ માનસિક આરોગ્યની હેલ્થકેર સિસ્ટમમાં ક્યારેય એકલા મનોવૈજ્ઞાનિક સારવારનો સમાવેશ થતો નથી.

આ પણ વાંચો | 8 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતીય વાયુસેના કેટલી શક્તિશાળી છે, વિશ્વ ઓક્ટોપસ દિવસ કેમ ઉજવાય છે?

10 ઓક્ટોબરની જન્મજયંતિ

  • સુતીર્થ મુખર્જી (1995) - ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી.
  • મનજીત સિંહ (1988) - ભારતીય રોવર એથ્લેટ.
  • શ્રીપાદ અમૃત ડાંગે (1899) - ભારતના પ્રારંભિક સામ્યવાદી નેતા.
  • આર. કે. નારાયણ (1906) - ભારતીય નવલકથાકાર
  • રેખા (1954) - બોલિવૂડ અભિનેત્રી.
  • મદન મોહન પુંછી (1933) - ભારતના ભૂતપૂર્વ 28મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • બલબીર સિંહ (1924) - ભારતના પ્રખ્યાત હોકી ખેલાડી.
  • શિવરાજ રામશરણ (1923) - ભારતીય વૈજ્ઞાનિક.
  • પ્રકાશ ચંદ્ર સેઠી (1920) - મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • ડૉ. રામવિલાસ શર્મા (1912) - પ્રખ્યાત હિન્દી વિવેચક
  • દ્વારકાનાથ કોટનીસ (1910) - એક ભારતીય ડૉક્ટર હતા જેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ચીનમાં નિઃસ્વાર્થ સેવાઓ પ્રદાન કરતી વખતે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.
  • કે શિવરામ કારંત (1902) - કન્નડ ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર.

આ પણ વાંચો |  7 ઓક્ટોબરનો ઇતિહાસ : ગુરુ ગોવિંદ સિંહનું અવસાન કયા થયુ હતુ? વિશ્વ કપાસ દિવસ કેમ ઉજવાય છે?

10 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • મુલાયમ સિંહ યાદવ (2022) - સમાજવાદી નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • મનોરમા (2015) - દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત હાસ્ય અભિનેત્રી.
  • જગજીત સિંહ (2011) - ગઝલની દુનિયાના બાદશાહ.
  • એસ. આર. બોમાઈ (2007) - જનતા પાર્ટીના નેતા.
  • રૂબી મેયર્સ (1983) - 1930ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી.
  • લુડમિલા પાવલ્યુચેન્કો (1974) - બીજા વિશ્વ યુદ્ધની બહાદુર મહિલા.

આ પણ વાંચો | 6 ઓક્ટોબરનો ઇતિહાસ : સેરિબ્રલ પાલ્સી કઇ બીમારી છે? આઈપીસી એક્ટ ક્યારે બન્યો હતો? જાણો

આજના દિવસનો ઇતિહાસ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips knowledge કરિયર