Today History 11 December: આજે 11 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે યુનિસેફ સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1946માં આ તારીખે અમેરિકાના ન્યુયોર્ક ખાતે યુનિસેફની સ્થાપના કરી હતી. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ અથવા યુનિસેફની સ્થાપનાનો પ્રારંભિક હેતુ બીજા વિશ્વ યુદ્ધમાં નાશ પામેલા રાષ્ટ્રોના બાળકોને ખોરાક અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો હતો. સંયુક્ત રાષ્ટ્રે પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વર્ષ 2002ને પર્વતોના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું. સંયુક્ત રાષ્ટ્રની આ ઘોષણા બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 11 ડિસેમ્બર 2003ના રોજ ઉજવવામાં આવ્યો હતો. માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઉંચો પર્વત છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
11 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2014 – આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી હતી, જેને 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
- 2007 – ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે 50 વર્ષ પછી રેલ સેવા ફરી શરૂ થઈ.
- 2003 – મેરિડામાં પ્રથમ ભ્રષ્ટાચાર વિરોધી કરાર પર 73 દેશોએ હસ્તાક્ષર કર્યા.
- 2002 – સ્પેનિશ મરીને અરબી સમુદ્રમાં ઉત્તર કોરિયાનું એક જહાજ પકડ્યું, જે સ્કડ મિસાઇલોથી ભરેલું હતું.
- 1998 – આયેશા ધારકરને 23મા કૈરો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તમિલ ફિલ્મ ‘ટેરરિસ્ટ’માં શ્રેષ્ઠ ભૂમિકા માટે શ્રેષ્ઠ જ્યુરીનો પુરસ્કાર આપવામાં આવ્યો.
- 1997 – વિશ્વના તમામ દેશો ગ્રીનહાઉસ ઉત્સર્જન ઘટાડવા માટે સંમત થયા.
- 1994 – રશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલતસિને ચેચન વિદ્રોહીઓ પર હુમલો કર્યો અને તેમના વિસ્તારમાં સૈનિકો મોકલ્યા.
- 1983 – જનરલ એચ.એમ. ઇરશાદે પોતાને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
- 1964 – સંયુક્ત રાષ્ટ્રના યુનિસેફની સ્થાપના થઈ.
- 1960 – બાળ વિકાસ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફના સન્માનમાં 15 નવા પૈસાની વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
- 1949 – ખાશાબા જાધવે – નાગપુરમાં કુસ્તી સ્પર્ધામાં માત્ર પાંચ મિનિટમાં સ્પર્ધકને હરાવ્યો.
- 1946 – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતની બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. યુરોપિયન દેશ સ્પેનને સંયુક્ત રાષ્ટ્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
- 1941 – જર્મની અને ઇટાલીએ અમેરિકા સામે યુદ્ધની ઘોષણા કરી. પહેલા ઈટાલીના શાસક બેનિટો મુસોલિની અને પછી જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે આ જાહેરાત કરી હતી.
- 1937 – યુરોપિયન દેશ ઇટાલી એલાઇડ લીગમાંથી બહાર આવ્યું.
- 1858 – બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય અને યદુનાથ બોઝ કલકત્તા યુનિવર્સિટીમાંથી કલા વિષયના પ્રથમ સ્નાતક બન્યા.
- 1845 – પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધ શરૂ થયું.
- 1687 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મદ્રાસ (ભારત)માં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરી.
આ પણ વાંચો | 10 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?
યુનિસેફ દિવસ/યુનિસેફ બાળકોષ દિવસ (Unicef Day)
યુનિસેફ સ્થાપના દિવસદર વર્ષે 11 ડિસેમ્બરે ઉજવાય છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1946માં આ તારીખે અમેરિકાના ન્યુયોર્ક ખાતે યુનિસેફની સ્થાપના કરી હતી. યુનિસેફ બાળકો અને ટીનેજે હિંસા અને શોષણથી બચાવવાની કામગીરી કરે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ અથવા યુનિસેફની સ્થાપનાનો પ્રારંભિક હેતુ બીજા વિશ્વ યુદ્ધમાં નાશ પામેલા રાષ્ટ્રોના બાળકોને ખોરાક અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો હતો.1946માં વૈશ્વિક સ્તરે અને ભારતમાં 1948માં સ્થપાયેલી યુનિસેફને એકમાત્ર સંયુક્ત રાષ્ટ્રની એજન્સી જાહેર કરવામાં આવી હતી જે સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય તરફથી યોગદાન મેળવતી નથી. તેથી, યુનિસેફ લોકો તેમજ ખાનગી અને જાહેર ક્ષેત્ર તરફથી નાણાકીય સહાય પર આધાર રાખે છે. યુનિસેફની દુનિયાભરમાં 33 રાષ્ટ્રીય સમિતિઓ છે, જે બિન-સરકારી જૂથો છે જે ભંડોળ એકત્ર કરવા અને બાળકોના અધિકારોની હિમાયત કરવા માટે કામગીરી કરે છે. યુનિસેફની પ્રાદેશિક કચેરીઓ – પનામા, સ્વિટ્ઝર્લેન્ડ, થાઈલેન્ડ, કેન્યા, જોર્ડન, નેપાળ અને સેનેગલમાં આવેલી છે.
આ પણ વાંચો | 9 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારથી ઉજવાય છે, કરપ્શન ઇન્ડેક્સમાં ભારત ક્યા ક્રમે છે?
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ (International Mountain Day)
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ દર વર્ષે 11 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત,સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીનો હેતુ હેતુ પર્વતીય ઇકોસિસ્ટમના સંરક્ષણ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. સંયુક્ત રાષ્ટ્રે પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વર્ષ 2002ને પર્વતોના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું. સંયુક્ત રાષ્ટ્રની આ ઘોષણા બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 11 ડિસેમ્બર 2003ના રોજ ઉજવવામાં આવ્યો હતો. દુનિયામાં સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે. નેપાળીમાં સાગરમાથા નામનું આ શિખર વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. ભારતે 1955માં તેનું સર્વેક્ષણ કર્યું અને તેની ઊંચાઈ 8,848 મીટર હોવાનું જાહેર કર્યું હતું. બ્રિટિશ સર્વેયર સર જ્યોર્જ એવરેસ્ટના માનમાં આ શિખરને માઉન્ટ એવરેસ્ટ નામ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | 8 ડિસેમ્બરનો ઇતિહાસ: આજે સાર્ક દિવસ છે, SAARC સંગઠનની રચના કેમ કરવામાં આવી, તેના સભ્ય દેશો કેટલા છે?
11 ડિસેમ્બરની જન્મજયંતિ
- અનિલ કુમાર માન (1980) – ભારતીય કુસ્તીબાજ.
- જ્યોતિર્મયી સિકદર (1969) – ભારતીય મહિલા દોડવીર.
- વિશ્વનાથન આનંદ (1969) – ભારતીય ચેસ ખેલાડી.
- આનંદ શંકર (1942) – ભારતીય ગીતકાર અને સંગીતકાર હતા.
- પ્રણવ મુખર્જી (1935) – ભારતના વિદેશ પ્રધાન અને નાણાં પ્રધાન અને 25 જુલાઈ, 2012થી રાષ્ટ્રપતિ.
- ઓશો રજનીશ (1931) – ભારતીય ફિલોસોફર અને લેખક હતા.
- દિલીપ કુમાર (1922) – હિન્દી ફિલ્મ અભિનેતા.
- અયોધ્યા નાથ ખોસલા (1892) – રાજકારણી અને એન્જિનિયર .
- સુબ્રમણ્ય ભારતી (1882) – તમિલ કવિ.
- આલ્ફ્રેડ ડોમોઝ (1810) – પ્રખ્યાત ફ્રેન્ચ લેખક અને પેરિસના કવિ.
આ પણ વાંચો | 7 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે?
11 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- સુનિતા જૈન (2017) – હિન્દી અને અંગ્રેજીમાં આધુનિક વાર્તાકાર અને નવલકથાકાર હતા.
- રવિશંકર (2012) – ભારત રત્નથી સમ્માનિત પ્રખ્યાત સિતારવાદક.
- એમ.એસ. સુબ્બુલક્ષ્મી (2004) – કર્ણાટક સંગીતની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી
- કવિ પ્રદીપ (1998) – પ્રખ્યાત કવિ અને ગીતકાર
- નાગેન્દ્ર સિંહ (1988) – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
- વિનાયક આચાર્ય (1983) – ઓડિશાના 9મા મુખ્યમંત્રી હતા.
- મેહરચંદ મહાજન (1967) – ભારતની સર્વોચ્ચ અદાલતના ત્રીજા ન્યાયાધીશ હતા.
- કૃષ્ણચંદ્ર ભટ્ટાચાર્ય (1949) – પ્રખ્યાત ફિલસૂફ, જેમણે હિંદુ ફિલસૂફીનો અભ્યાસ કર્યો હત.
- જગત નારાયણ મુલ્લા (1938) – તેમના સમયમાં ઉત્તર પ્રદેશના પ્રખ્યાત વકીલ અને પ્રખ્યાત જાહેર કાર્યકર.
આ પણ વાંચો | 6 ડિસેમ્બરનો ઇતિહાસ : આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે; બાબરી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું?





