આજનો ઇતિહાસ 11 જુલાઇ: વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા

Today history 11 july: આજે 11 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વસ્તી દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : July 11, 2023 09:37 IST
આજનો ઇતિહાસ 11 જુલાઇ: વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા
દર વર્ષ 11 જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે.

Today history 11 july: આજે 11 જુલાઇ 2023 (11 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ જનસંખ્યા દિવસ એટલે કે વિશ્વ વસ્તી દિવસ છે. વર્ષ 1989માં પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે દુનિયામાં લગભગ 8 અબજ વસ્તી છે જેમાં સૌથી વધુ વસ્તી 1.4 અબજ જનસંખ્યા ભારતમાં છે. વર્ષ 2004માં મુંબઇમાં આજના દિવસે 7 ટ્રેન વિસ્ફોટ થયા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

11 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1922 – હોલીવુડ બાઉલ ખુલ્યું.
  • 1979 – અમેરિકન અવકાશ પ્રયોગશાળા સ્કાયલેબ ક્ષતિગ્રસ્ત થઇ અને ઑસ્ટ્રિયાના પશ્ચિમ કિનારે સમુદ્રમાં પડી.
  • 2002 – ચાંગ શાંગ દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • 2003 – લાહોરમાં ‘દોસ્તી બસ’ અને દિલ્હીથી ‘સદા-એ-સરહદ’ બસ શરૂ થઈ.
  • 2004 – બેંગકોકમાં HIV-AIDS પર એશિયન મિનિસ્ટર્સ કોન્ફરન્સ. મુંબઈમાં 7 ટ્રેન બોમ્બ વિસ્ફોટ થયા હતા.
  • પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાસ્યાસ્પદ ચૂંટણી યોજાઈ.
  • 2007 – પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈને ન્યૂયોર્કના આર્ટ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો.
  • 2008 – પાકિસ્તાનના વઝીરિસ્તાન પ્રાંતમાં અમેરિકન એરસ્ટ્રાઈકમાં 11 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો-  10 જુલાઇનો ઇતિહાસ: ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે , રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ

વિશ્વ વસ્તી દિવસ

વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. હાલ વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા બની રહી છે કારણ કે વધી રહેલી વસ્તી માટે જરૂરી રોટી, કપડા ઔર કપડાની જરૂરીયાત પૂરી કરવી એક પડકાર બની રહ્યો છે. ઉપરાંત લોકોને સારું શિક્ષણ, આજીવીકા, સ્વાસ્થય સેવા પર આજના સમયમાં આવશ્યક બની ગયા છે. આથી આ દિવસની ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે જનજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આજે દુનિયામાં લગભગ 8 અબજ વસ્તી છે જેમાં સૌથી વધુ વસ્તી 1.4 અબજ જનસંખ્યા ભારતમાં છે.

આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987નાં રોજ વિશ્વની કુલ જનસંખ્યા પહેલીવાર 5 અબજના આંકને પાર કરી હતી અને આથી તેની યાદમાં આ તારીખે વિશ્વ વસ્તી દિવસ ઉજવવવાનું નક્કી કરાયું છે. આ દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચોઃ 9 જુલાઇનો ઇતિહાસ: BSEનો સ્થાપના દિન, આર્જેન્ટીનાનો સ્વતંત્રતા દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અમિતાભ ઘોષ (1956) – અંગ્રેજી ભાષાના લેખક.
  • વી.આર. નેદુનચેઝિયાન (1920) – તમિલનાડુ રાજ્યના ત્રણ વખતના કાર્યકારી મુખ્યમંત્રી.
  • સરદાર બલદેવ સિંહ (1902) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી અને પ્રથમ રક્ષામંત્રી હતા.
  • સી.એસ. વેંકટાચાર (1899) – રાજસ્થાનના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
  • સી. શંકરન નાયર (1857) – ભારતીય ન્યાયાધીશ અને રાજકારણી હતા.

આ પણ વાંચોઃ  8 જુલાઇનો ઇતિહાસ: વાસ્કો દ ગામા યુરોપથી ભારત આવવા નીકળ્યો, સૌરવ ગાંગુલીનો જન્મદિવસ, નેશનલ વીડિયો ગેમ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ભીષ્મ સાહની (2003) – ભારતીય લેખક.
  • સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે (2011) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
  • આગા ખાન તૃત્તીય (1957) – શિયાઓના નિઝારી ઈસ્માઈલી સંપ્રદાયના આધ્યાત્મિક નેતા હતા.
  • ફર્ડિનાન્ડ મોનોયર (1912) – પ્રખ્યાત ફ્રેન્ચ નેત્ર ચિકિત્સક હતા.

આ પણ વાંચોઃ 7 જુલાઇનો ઇતિહાસ: હેપી બર્થડે મહિન્દ્ર સિંહ ધોની, વિશ્વ ચોકલેટ દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ