આજનો ઇતિહાસ 12 જુલાઇ: આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ, નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈનો જન્મદિન

Today history 12 july: આજે 12 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ છે જે નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈના જન્મ દિવસે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today history 12 july: આજે 12 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ છે જે નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈના જન્મ દિવસે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
International Malala Day | Malala Yousafzai birthday | today history | 12 july history

આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ | મલાલા યુસુફઝઈ

Today history 12 july: આજે 12 જુલાઇ 2023 (12 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ છે. આજે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર પાકિસ્તાની નાગરિક મલાલા યુસુફઝઈનો જન્મદિન છે અને મહિલા શિક્ષણ પ્રત્યેની ઉત્કૃષ્ઠ કામગીરીને સમ્માનિત કરવા આ દિવસ ઉજવાય છે. આજે હિન્દી ફિલ્મોના કલાકાર રાજેન્દ્ર કુમાર, પ્રાણ અને દારા સિંહની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

12 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1994 - પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનના પ્રમુખ યાસર અરાફાત 27 વર્ષ સુધી નિર્વાસિત જીવન જીવ્યા બાદ ગાઝા પટ્ટી આવ્યા.
  • 1998 - ફ્રાંસે 16મા વર્લ્ડ કપ ફૂટબોલની ફાઇનલમાં બ્રાઝિલને 3-0થી હરાવ્યું.
  • 2001 - ભારત અને બાંગ્લાદેશ અગરતલા અને ઢાકા વચ્ચે 'મૈત્રી' બસ સેવા શરૂ થઈ.
  • 2003 - ઉત્તર અને દક્ષિણ કોરિયા પરમાણુ શસ્ત્રોના મુદ્દા પર વાટાઘાટો કરવા સંમત થયા.
  • 2005 - પ્રસિદ્ધ ક્રિકેટ અમ્પાયર ડેવિડ શેફર્ડે નિવૃત્તિ લીધી.
  • 2006 - ઇઝરાયેલે તેના બે સૈનિકોને બંધક બનાવ્યા બાદ લેબનોન પર હુમલો કર્યો.

આ પણ વાંચો- 11 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા

આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ (International Malala Day)

આજે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ (International Malala Day) છે. વર્ષ 2013થી દર વર્ષે 12 જુલાઇના રોજ શિક્ષણ અને મહિલા કાર્યકર્તા મલાલા યુસુફઝઈને તેમની કામગીરી માટે સમ્માનિત કરવા હેતુ આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisment

પાકિસ્તાની નાગરિક મલાલા યુસુફઝઈનો જન્મ 12 જુલાઇ 1997ના રોજ થયો હતો. 9 ઑક્ટોબર 2012ના રોજ મલાલા જ્યારે શાળાથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેમના પર તાલિબાન બંદૂકધારીએ હુમલો કર્યો, જેમાં તેમના માથા અને ગરદનમાં ગોળી વાગી હતી. શરૂઆતમાં તેમની પાકિસ્તાનમાં સારવાર કરાઇ પરંતુ ત્યારબાદ સારી મેડિકલ ટ્રિટમેન્ટ માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. ગોળી વાગ્યાની ઘટનાના 9 મહિના બાદ મલાલાએ તેના 16માં જન્મદિને સંયુક્ત રાષ્ટ્રના મખ્યાલયમાં એક જબરદસ્ત ભાષણ આપ્યુ હતુ. છોકરીઓમાં શિક્ષણ પ્રત્યેત જાગૃતિ ફેલાવવા માટે તેમણે પિતા સાથે વર્ષ 2013માં મલાલા ફંડની શરૂઆત કરી. આમ શિક્ષણ પ્રત્યે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મલાલા યુસુફઝાઈને સન્માનિત કરવા માટે યુનાઈટેડ નેશન્સે 12 જુલાઈને મલાલા દિવસ તરીકે જાહેર કર્યો, જે કન્યા શિક્ષણ માટેની લડતનું આંતરરાષ્ટ્રીય પ્રતીક બની ગઈ છે. વર્ષ 2014માં મલાલાને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો હતો, આ સાથે તે આ સમ્માન મેળવનાર સૌથી ઉંમરની વ્યક્તિ બની ગઇ છે.

આ પણ વાંચો-  10 જુલાઇનો ઇતિહાસ: ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે , રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અચંત શરત કમલ (1982) - ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી.
  • સુંદર પિચાઈ (1972)- ભારતીય મૂળના અમેરિકન નાગરિક, જે Googleના CEO છે.
  • સુલક્ષણા પંડિત (1954) - પ્રખ્યાત અભિનેત્રી.
  • વાય. વી. ચંદ્રચુડ (1920) - ભારતના 16મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • લુડમિલા પાવલિચેન્કો (1916) - બીજા વિશ્વ યુદ્ધની પરાક્રમી મહિલા હતી.
  • બિમલ રાય (1909) - હિન્દી ફિલ્મોના મહાન ફિલ્મ નિર્દેશક.
  • દુર્ગા પ્રસાદ ખત્રી (1895) - પ્રખ્યાત હિન્દી નવલકથાકાર.

આ પણ વાંચોઃ 9 જુલાઇનો ઇતિહાસ: BSEનો સ્થાપના દિન, આર્જેન્ટીનાનો સ્વતંત્રતા દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • હુલ્લાદ મુરાદાબાદી (2014) - ભારતના પ્રખ્યાત વ્યંગ કવિ હતા.
  • પ્રાણ (2013) - હિન્દી ફિલ્મોના પ્રખ્યાત હીરો, વિલન અને ચરિત્ર અભિનેતા.
  • દારા સિંહ (2012) - વિશ્વ વિખ્યાત કુસ્તીબાજ અને રામાયણ સિરિયલમાં હનુમાનનું પાત્ર ભજવનાર કલાકાર.
  • પી.કે. વાસુદેવન નાયર (2005) - ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના રાજકારણી હતા.
  • ઘનશ્યામભાઈ ઓઝા (2002) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • રાજેન્દ્ર કુમાર (1999) - હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સદાબહાર અભિનેતા.
  • વિશ્વનાથ પ્રસાદ મિશ્રા (1982) - પ્રખ્યાત સાહિત્યિક સંસ્થા 'પ્રસાદ પરિષદ'ના ભૂતપૂર્વ અધ્યક્ષ.

આ પણ વાંચોઃ  8 જુલાઇનો ઇતિહાસ: વાસ્કો દ ગામા યુરોપથી ભારત આવવા નીકળ્યો, સૌરવ ગાંગુલીનો જન્મદિવસ, નેશનલ વીડિયો ગેમ ડે

આજના દિવસનો ઇતિહાસ પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર