Today History 12 October આજનો ઇતિહાસ 12 ઓક્ટોબર : વિશ્વ દ્રષ્ટિ દિવસ કેમ ઉજવાય છે? આર્થરાઇટિસ કઇ બીમારી છે?

Today History 12 October : આજે 12 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ દ્રષ્ટિ દિવસ અને આજે વર્લ્ડ આર્થરાઇટિસ ડે એટલે કે વિશ્વ સંધિવા દિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today History 12 October : આજે 12 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ દ્રષ્ટિ દિવસ અને આજે વર્લ્ડ આર્થરાઇટિસ ડે એટલે કે વિશ્વ સંધિવા દિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Today history | 12 october history | World Arthritis Day | World Sight Day

વર્લ્ડ આર્થરાઇટિસ ડે દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. (Photo - Canva)

Today history 12 October : આજે 12 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ દ્રષ્ટિ દિવસ છે. આંખની સાર-સંભાળ અને નુકસાનકર્તા પરિબળો વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમજ આજે વર્લ્ડ આર્થરાઇટિસ ડે એટલે કે વિશ્વ સંધિવા દિવસ છે. સંધિવા એક પ્રકારનો હાંડકાના સાંધાનો રોજ છે જેમાં વ્યક્તિના શરીરના સાંધામાં સોજો, દુખાવો, બલતર-કળતર અને લાલશ અનુભવાય છે. ઐતિહાસિક ઘટનાઓ પર નજીર કરીયે તો વર્ષ 1860માં બ્રિટિશ અને ફ્રેન્ચ દળોએ ચીનની રાજધાની બેઇજિંગ પર કબજો કર્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

12 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1860 - બ્રિટિશ અને ફ્રેન્ચ દળોએ ચીનની રાજધાની બેઇજિંગ પર કબજો કર્યો.
  • 1992 - ઇજિપ્તની રાજધાની કૈરોમાં ભૂકંપને કારણે લગભગ 510 લોકો મૃત્યુ પામ્યા.
  • 1997 - અલ્જેરિયાના સીદી દાઉદમાં 43 લોકોનો નરસંહાર.
  • 1999 - પાકિસ્તાનમાં લશ્કરી બળવા પછી જનરલ પરવેઝ મુશર્રફ સત્તા પર આવ્યા. સંયુક્ત અવકાશ સંશોધન વાહન ગેલિલિયો ગુરુના જ્વાળામુખી ચંદ્ર I.O.Kની નજીક પહોંચ્યું.
  • 2000 - અવકાશયાન ડિસ્કવરી ફ્લોરિડાથી અવકાશમાં છોડવામાં આવ્યું.
  • 2001 - સંયુક્ત રાષ્ટ્ર અને તેના મહાસચિવ કોફી અન્નાનને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી.
  • 2002 - યુરોપિયન નિરીક્ષકોએ પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં ધાંધલીનો આક્ષેપ કર્યો હતો. બાલીમાં એક નાઈટ ક્લબ પર થયેલા આતંકી હુમલામાં 202 લોકો માર્યા ગયા.
  • 2004 - પાકિસ્તાને ગોરી-1 મિસાઈલનું પરીક્ષણ કર્યું.
  • 2007 - ભૂતપૂર્વ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ એલ્ગોર અને યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) ને સંયુક્ત રીતે વર્ષ 2007 માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • 2008 - ઉત્તર પ્રદેશ સરકારે રાયબરેલીના લાલગંજમાં રેલ કોચ ફેક્ટરી માટે ત્રણ મહિના પહેલા આપેલી લગભગ પાંચસો એકર જમીન પાછી લીધી. કેરળની સિસ્ટર આલ્ફોન્સા ભારતની પ્રથમ મહિલા સંત બની.
  • 2014 - ઇવો મોરાલેસ બોલિવિયાના ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા.

આ પણ વાંચો | 11 ઓક્ટોબરનો ઇતિહાસ : અમિતાભ બચ્ચનનો જન્મદિન; આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ કેમ ઉજવાય છે? જેપી નારાયણ કોણ છે?

વિશ્વ દ્રષ્ટિ દિવસ (World Sight Day)

વિશ્વ દ્રષ્ટિ દિવસ (World Sight Day) દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારના રોજ ઉજવાય છે. વર્ષ 2023માં 12 ઓક્ટોબરના રોજ વિશ્વ દ્રષ્ટિ દિવસ ઉજવણીની કરવામાં આવી છે. પ્રથમ વિશ્વ દ્રષ્ટિ દિવસ વર્ષ 1998માં 8 ઓક્ટોબરના રોજ ઉજવાયો હતો. વિશ્વ દ્રષ્ટિ દિવસની ઉજવણીની શરૂઆત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સાઈટ ફર્સ્ટ કેમ્પેઇન દ્વારા કરવામાં આવી હતી.

Advertisment

વિશ્વ દ્રષ્ટિ દિવસ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ પૈકીના એક આંખની સાર-સંભાળ, જાળવણી, નુકસાન અને સમસ્યા અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે કોમ્પ્યુટર - લેપટોપ અને સ્માર્ટફોનનો સ્કીન ટાઇવ અનેક ગણો વધી ગયો છે તેની સીધી અસર આંખની તંદુરસ્તી પર પડી રહી છે. આજકાલ વધારે સ્માર્ટફોન જોવાથી નાના બાળકોની આંખની દ્રષ્ટિ નબળી પડી અને નંબર આવવા સામન્ય ઘટના બની ગઇ છે.

આ પણ વાંચો |  10 ઓક્ટોબર : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કેમ ઉજવાય છે? માનસિક તંદુરસ્તીનું જીવનમાં મહત્વ જાણો

વર્લ્ડ આર્થરાઇટિસ ડે (World Arthritis Day)

વર્લ્ડ આર્થરાઇટિસ ડે એટલે કે વિશ્વ સંધિવા દિવસ (World Arthritis Day) દર વર્ષે 12 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. આર્થરાઇટિસ એ ઘુંટણની તકલીફ છે જેમાં વ્યક્તિને શરીરના વિવિધ અંગોના સાંધામાં ભયંકર પીડા સહન કરવી પડે છે. આર્થરાઇટિસ એન્ડ રૂમેટિઝ્મ ઇન્ટરનેશનલ દ્વારા પહેલીવાર 12 ઓક્ટોબર વર્ષ 1996માં વિશ્વ સંધિવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંધિવા અને મસ્ક્યુલોસ્કેલેટલ રોગો (RMDs) પર પ્રકાશ પાડવા માટે સમર્પિત વૈશ્વિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ છે.

સરળ શબ્દોમાં કહીએ તો સંધિવા એટલે સાંધામાં બળતરા. હાકડાંના સાંધામાં સોજો, લાલાશ અને ગરમી અનુભવાય છે. આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલ અને શારીરિક પ્રવૃત્તિના અભાવના કારણે મોટી સંખ્યામાં લોકો સંધિવાની બીમારીના ભોગ બની રહ્યા છે.

આ પણ વાંચો | 9 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ કેમ ઉજવાય છે? ટેરિટોરિયલ આર્મી કોને કહેવાય છે?

12 ઓક્ટોબરની જન્મજયંતિ

  • કામિની રોય (1864) - બંગાળી કવિ, સામાજિક કાર્યકર્તા અને નારીવાદીલ મહિલા હતા.
  • પેરીન બેન (1888) - ભારતીય ક્રાંતિકારી અને પાછળથી ગાંધીજીના અનુયાયી બન્યા હતા.
  • આત્મારામ (1908) - પ્રખ્યાત વૈજ્ઞાનિક
  • વિજય મર્ચન્ટ (1911) - ડોન બ્રેડમેનના યુગના ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.
  • વિજયારાજે સિંધિયા (1919) - ભારતીય જનતા પાર્ટીના નેતા હતા.
  • શિવરાજ પાટીલ (1935) - પંજાબના રાજ્યપાલ, ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ
  • નિદા ફાઝલી (1938) - પ્રખ્યાત ઉર્દૂ કવિ અને ગીતકાર.
  • શિવનાથ મિશ્રા (1943) - પ્રખ્યાત સિતારવાદક.
  • શિવકુમાર 'બિલગારમી' (1963) - એક સમકાલીન ગીતકાર અને ગઝલ લેખક તેમના મૂળ લેખન અને વિચારસરણી માટે જાણીતા છે.
  • કિરણ મિશ્રા (1980) - સમાજશાસ્ત્ર.
  • અકબર હૈદરી (1894) - ભારતીય નાગરિક સેવક અને રાજકારણી હતા.

આ પણ વાંચો | 8 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતીય વાયુસેના કેટલી શક્તિશાળી છે, વિશ્વ ઓક્ટોપસ દિવસ કેમ ઉજવાય છે?

12 ઓક્ટોબરની પૃણ્યતિથિ

  • પી. વેંકટસુબૈયા (1993) - બિહાર અને કર્ણાટકના રાજ્યપાલ હતા.
  • ડો. રામ મનોહર લોહિયા (1967) - ભારતીય સ્વાતંત્ર્ય સેનાની.

આ પણ વાંચો |  7 ઓક્ટોબરનો ઇતિહાસ : ગુરુ ગોવિંદ સિંહનું અવસાન કયા થયુ હતુ? વિશ્વ કપાસ દિવસ કેમ ઉજવાય છે?

health tips knowledge જીવનશૈલી આજના દિવસનો ઇતિહાસ કરિયર