આજનો ઇતિહાસ 13 નવેમ્બર : વિશ્વ દયા દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

Today History 13 Navember : આજે 13 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ દયા દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today History 13 Navember : આજે 13 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ દયા દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
New Update
Today history | 13 navember navember history | World Kindness day

વિશ્વ દયા દિવસ દર વર્ષે 13 નવેમ્બરે ઉજવાય છે. (Photo - Freepik)

Today History 13 Navember : આજે 13 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ દયા દિવસ ઉજવાય છે. દરેક જીવ પ્રત્યે દયા ભાવનાને પ્રેરિત કરવા માટે આ દિવસ ઉજવાય છે. તેને અંગ્રેજીમાં વર્લ્ડ કાઇન્ડનેસ ડે કહેવાય છે. વર્ષ 1975માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એશિયાને શીતળા મુક્ત જાહેર કર્યું. આજે ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા અને મીનાક્ષી શેષાદ્રીનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

13 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1918 - ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક બન્યું.
  • 1950 - તિબેટે ચીનના આક્રમણ સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરી.
  • 1968 - ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી.
  • 1971 - અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા મોકલવામાં આવેલું મરીનર 9, મંગળની ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 1975 - વિશ્વ આરોગ્ય સંસ્થાએ એશિયાને શીતળા મુક્ત જાહેર કર્યું.
  • 1985 - પૂર્વીય કોલંબિયામાં જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 23,000 લોકો માર્યા ગયા.
  • 1997 - સુરક્ષા પરિષદે ઇરાક પર પ્રવાસ પ્રતિબંધ લાદયો.
  • 1998 - ચીનના વિરોધ છતાં દલાઈ લામા અને અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન એકબીજાને મળ્યા.
  • 2004 - યુએસ પ્રમુખ બુશે પેલેસ્ટિનિયન રાજ્યની રચના માટે ચાર વર્ષની સમયમર્યાદા નક્કી કરી.
  • 2005 - 13મી સાર્ક સમિટ આતંકવાદને દૂર કરવા અને દક્ષિણ કોરિયાને વિકસિત આર્થિક વિશ્વના નકશામાં સામેલ કરવા માટે પ્રાદેશિક સહયોગ વધારવાના ભારતના આહવાન પર કરાર સાથે સમાપ્ત થઈ. ભારતમાં 14મી સાર્ક સમિટ યોજવાનો નિર્ણય.
  • 2007 - કોમનવેલ્થે પાકિસ્તાનને દેશમાંથી કટોકટી હટાવવા માટે 10 દિવસનો સમય આપ્યો. ભારતીય ફિલ્મ 'ગાંધી માય ફાધર'ને ઓસ્ટ્રેલિયામાં આયોજિત એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ્સમાં બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો હતો.
  • 2008- 'આસામ ગણ પરિષદ' નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં જોડાયું.

આ પણ વાંચો | 12 નવેમ્બરનો ઇતિહાસ : આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ અને રાષ્ટ્રીય પક્ષી દિવસ છે; ભારતના પક્ષી માનવ કોને કહેવાય છે?

વિશ્વ દયા દિવસ (World Kindness Day)

વિશ્વ દયા દિવસ (World Kindness Day) દર વર્ષે 13 નવેમ્બરે ઉજવાય છે. દયાની ભાવના દરેક વ્યક્તિના જીવનને સુખદ બનાવવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં વર્લ્ડ કાઇન્ડનેસ ડે કહેવાય છે. વિશ્વ દયા દિવસની શરૂઆત વર્ષ 1998માં વર્લ્ડ કાઇન્ડનેસ મૂવમેન્ટ સંગઠન દ્વારા કરવામાં આવી હતી, જેની સ્થાપના વર્ષ 1997માં ટોક્યો સંમેલનમાં દુનિયાભરના દયાલુ સંગઠનો દ્વારા કરવાઇ હતી. તે કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા, નાઇઝીરિયા અને સંયુક્ત અમિરાત સહિત ઘણા દેશોમાં ઉજવાય છે. વર્ષ 2009માં સિંગાપુરે પહેલીવાર દિવસ ઉજવ્યો, ઇટલી અને ભારતમાં પણ ઉજવાયો હતો.

Advertisment

આ પણ વાંચો |  11 નવેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોન હતા?

13 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • જુહી ચાવલા (1968) - હિન્દી ફિલ્મ અભિનેત્રી.
  • મીનાક્ષી શેષાદ્રી (1967) - ભારતીય અભિનેત્રી.
  • પ્રિયરંજન દાસમુન્શી (1945) - કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ હતા.
  • મુક્તિબોધ ગજાનન માધવ (1917) - પ્રખ્યાત પ્રગતિશીલ કવિ.
  • વસંતદાદા પાટીલ (1917) - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણીહતા.
  • રાય કૃષ્ણદાસ (1892) - વાર્તા લેખક, ગદ્ય લેખક.
  • મુકુંદ રામારાવ જયકર (1873) - પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સામાજિક કાર્યકર, ન્યાયાધીશ, કાનૂની નિષ્ણાત અને સંવિધાનશાસ્ત્રી હતા.
  • મહારાજા રણજીત સિંહ (1780) - પંજાબના શાસક હતા.

આ પણ વાંચો | 10 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારથી અને કેમ ઉજવાય છે? ભારતીય મજદૂર સંઘના સ્થાપક કોણ હતા?

13 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • ડી.વી.એસ. રાજૂ (2010) - ભારતીય ફિલ્મ નિર્માતા હતા.
  • ગુલામ યાઝદાની (1962) - ભારતીય પુરાતત્વવિદ્ હતા.

આ પણ વાંચો | 9 નવેમ્બરનો ઇતિહાસ : આજે ઉત્તરાખંડ સ્થાપના દિન છે; રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ કેમ ઉજવાય છે?

સેલિબ્રિટી બર્થ ડે આજના દિવસનો ઇતિહાસ જીવનશૈલી knowledge કરિયર