આજનો ઇતિહાસ 14 ઓગસ્ટ: અખંડ ભારતનું વિભાજન અને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિન, રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા દિવસ

Today history 14 August: આજે 14 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા દિવસ. વર્ષ 1947માં અખંડ ભારતના વિભાજન સાથે પાકિસ્તાન દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : August 14, 2023 10:28 IST
આજનો ઇતિહાસ 14 ઓગસ્ટ: અખંડ ભારતનું વિભાજન અને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિન, રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા દિવસ
રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા દિવસ.

Today history 14 August: આજે 14 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા દિવસ અને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે. વર્ષ 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી તો મળી ગઇ પણ અખંડ ભારતના વિભાજન સ્વરૂપે બહુ મોટી કિંમત ચૂકવી અને પાકિસ્તાન દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

14 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2013 – ઇજિપ્તમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણમાં 638 લોકો માર્યા ગયા હતા.
  • 2007 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર વચ્ચે સમજૂતી થઈ.
  • 2006 – સંયુક્ત રાષ્ટ્રસંઘની પહેલ પર ઇઝરાયેલ અને દક્ષિણ લેબનોનમાં પાંચ સપ્તાહના સંઘર્ષનો અંત આવ્યો. ઇરાકના કાહતાનિયામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 400 લોકો માર્યા ગયા હતા.
  • 2002 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે કાશ્મીરમાં ચૂંટણીને દંભ ગણાવી હતી.
  • 2001 – મેસેડોનિયન સરકાર અને અલ્બેનિયન બળવાખોરો વચ્ચેનો કરાર, આઇરિશ રિપબ્લિકન આર્મી દ્વારા નિઃશસ્ત્રીકરણનો ઇનકાર.
  • 1975 – પાકિસ્તાનની સેનાએ રાષ્ટ્રપતિ મુજીબ ઉર-રહેમાનની સત્તા પલટાવી.
  • 1971 – બહેરીનને 110 વર્ષ પછી બ્રિટિશ શાસનથી આઝાદી મળી.
  • 1968 – મોરારજી દેસાઈને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કરવામાં આવ્યું.
  • 1947 – ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન અલગ રાષ્ટ્ર બન્યું. પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ.
  • 1938 – પ્રથમ બીબીસી ફીચર ફિલ્મ (સ્ટુડન્ટ ઓફ પ્રાગ) ટેલિવિઝન પર પ્રસારિત થઈ.
  • 1936 – પ્રથમ ઓલિમ્પિક બાસ્કેટબોલ રમત બર્લિનમાં થઈ.
  • 1920 – બેલ્જિયમમાં એન્ટવર્પ ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ.
  • 1917 – ચીને જર્મની અને ઓસ્ટ્રિયા સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1908 – પ્રથમ સૌંદર્ય સ્પર્ધા ફોકસ્ટોન ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી.
  • 1862 – બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ.

આ પણ વાંચો | 13 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ અંગ દાન દિવસ, અહિલ્યાબાઈ હોલકરની પુણ્યતિથિ

રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા દિવસ (National Social Security Day)

રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા દિવસ (National Social Security Day) દર વર્ષે 14 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ માનવ સભ્યો સાથે ઘટતી સમાજની કેટલીક ઘટનાઓ અને જોખમોથી બચાવવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં સામાજિક સુરક્ષા વ્યવસ્થા વર્ષ 1935થી ચાલી આવે છે, જ્યારે તે સમયના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ દ્વારા કાયદામાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 1920ના દાયકામાં યુએસ અને સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી અને ત્યારપછીની અર્થવ્યવસ્થાની મહામંદીના પરિણામ સ્વરૂપે ફેડરલ વહીવટીતંત્ર દ્વારા આ સિસ્ટમ લાવવામાં આવી હતી. ભારતમાં પણ આઝાદી બાદ સામાજીક સુરક્ષા ઉપર પુરતો ભાર મૂકવામાં આવે છે. સામાજીક સુરક્ષામાં આર્થિક, શારીરિક, કાયદાકીય તમામ પરિબળોને આવરી લઇ સમાજ અને તેમાં રહેલા વ્યક્તિઓને સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો | 12 ઓગસ્ટનો ઇતિહાસ : ઇન્ટનેશનલ યુથ ડે અને વિશ્વ હાથી દિવસની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ઐશ્વર્યા પિસ્સે (1995) – ભારતીય સર્કિટ અને ઑફ-રોડ મોટરસાઇકલ રેસર.
  • રામેશ્વર તેલી (1970) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને આસામના સક્રિય ભારતીય રાજકારણી.
  • પ્રવિણ આમરે (1968) – ભારતીય ક્રિકેટર.
  • જોની લીવર (1957) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કોમેડિયન છે.
  • ટી.વી. રામકૃષ્ણન (1941) – ભારતીય ભૌતિકશાસ્ત્ર વૈજ્ઞાનિક.
  • કુલદીપ નૈયર (1924) – ભારતના પ્રખ્યાત લેખક અને પત્રકાર.
  • સૈયદ મુઝફ્ફર હુસૈન બર્ની (1924) – ઓરિસ્સા કેડરના ભારતીય વહીવટી સેવા અધિકારી હતા.
  • એસ. કે. પાટીલ (1900) – મુંબઈના અગ્રણી નેતા અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોમાં મંત્રી રહ્યા હતા.

આ પણ વાંચો | 11 ઓગસ્ટનો ઇતિહાસ : ખુદીરામ બોઝ શહીદ દિવસ, ભારતની આઝાદી માટે શહીદ થનાર સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રાકેશ ઝુનઝુનવાલા (2022) – ભારતીય શેરબજારના દિગ્ગજ રોકાણકાર.
  • બલરામજી દાસ ટંડન (2018) – છત્તીસગઢના રાજ્યપાલ હતા.
  • ચંદ્રકાંત દેવતાલે (2017) – પ્રખ્યાત ભારતીય કવિ અને લેખક
  • વિલાસરાવ દેશમુખ (2012) – કોંગ્રેસના નેતા હતા.
  • શમ્મી કપૂર (2011) – પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેતા
  • યાનો મિનાગાવા (2007) – જાપાનની મહિલા જે દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા મનાય છે.
  • હવા સિંહ (2000) – ભારતીય બોક્સર.
  • અમૃતરાય (1996) – પ્રખ્યાત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને અનુવાદક હતા.
  • કૈલાશ નાથ વાંચુ (1988) – ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • ખાશાબા જાધવ (1984) – ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ.
  • એડોર્ડ ગૌબર્ટ (1979) – પુડુચેરી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા.
  • કેસરી સિંહ બારહટ (1941) – રાજસ્થાની કવિ અને સ્વતંત્રતા સેનાની.

આ પણ વાંચો | 10 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડ બાયોફ્યુઅલ ડે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ