Today History 14 December: આજે 14 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. ભારતમાં ઉર્જાના કાર્યક્ષમ વપરાશ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે. આજે મંકી ડે એટલે કે વાનર દિવસ છે. આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને ભારતના પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર – ડિરેક્ટર અને એક્ટર રાજકપૂરનો 100મો જન્મદિવસ છે. તેમને બોલીવુડના શો મેન ( Showman of Bollywood) કહેવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
14 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2008 – ભારતે આર્જેન્ટિના સામે અંડર-21 હોકી ટેસ્ટ સિરિઝની છેલ્લી મેચમાં 4-4થી ડ્રો રમી.
- 2007 – બાલી કરારના ડ્રાફ્ટમાંથી વિવાદાસ્પદ જોગવાઈઓ દૂર કરવામાં આવી. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે 50 વર્ષ પછી રેલ સેવા ફરી શરૂ થઈ.
- 2003 – યુએસ ગઠબંધન સૈનિકોએ તિકરિતમાં પૂર્વ ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની ધરપકડ કરી.
- મેક્સિકોના મેરિડામાં 73 દેશોએ પ્રથમ ભ્રષ્ટાચાર વિરોધી કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 2002 – પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવીને બ્લાઇન્ડનો વર્લ્ડ કપ જીત્યો.
- 2000 – જ્યોર્જ ડબ્લ્યુ. બુશ યુનાઇટેડ સ્ટેટ્સના 43મા પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 1998 – આયેશા ધારકરને 23મા કૈરો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તમિલ ફિલ્મ ‘ટેરરિસ્ટ’માં તેની શ્રેષ્ઠ ભૂમિકા માટે બેસ્ટ જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો.
- 1997 – વિશ્વના તમામ દેશો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા સંમત થયા.
- 1995 – બોસ્નિયા, સર્બિયા અને ક્રોએશિયાના નેતાઓએ પેરિસમાં ડેટોન સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેમાં સાડા ત્રણ વર્ષના બાલ્કન યુદ્ધનો અંત આવ્યો.
- 1983 – જનરલ એચ.એમ. ઇરશાદે પોતાને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
- 1982 – બ્રિટિશ કોલોની જીબ્રાલ્ટર અને સ્પેન વચ્ચે સ્થિત વિશાળ ગ્રીન ગેટ 13 વર્ષ પછી ફરી ખોલવામાં આવ્યો.
- 1946 – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતની બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 1921 – બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા એની બેસન્ટને ‘ડોક્ટર ઓફ લેટર્સ’નું બિરુદ આપવામાં આવ્યું.
- 1911 – એમન્ડસેનની દક્ષિણ ધ્રુવની યાત્રા.
- 1687 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મદ્રાસ (ભારત)માં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરી.
આ પણ વાંચો | 13 ડિસેમ્બરનો ઇતિહાસ : સંસદ પર કેટલા આંતકવાદીએ હુમલો કર્યો હતો, રાષ્ટ્રીય ઘોડા દિવસ કેમ ઉજવાય છે?
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ( National Energy Conservation Day)
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ (National Energy Conservation Day) દર વર્ષે 14 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં ઉજવાય છે. ભારતમાં ‘ઊર્જા સંરક્ષણ અધિનિયમ’ની સ્થાપના ‘બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી’ (BEE) દ્વારા વર્ષ 2001માં કરવામાં આવી હતી. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એ ભારત સરકાર હસ્તક એક બંધારણીય સંસ્થા છે અને ઉર્જાનો ઉપયોગ ઘટાડવા માટે નીતિઓ અને વ્યૂહરચના બનાવવવામાં મદદ કરે છે. ભારતમાં ઉર્જા સંરક્ષણ અધિનિયમનો ઉદ્દેશ્ય વ્યાવસાયિક, લાયકાત ધરાવતા અને કુશળ મેનેજરો તેમજ ઓડિટરની નિમણૂક કરવાનો છે જેઓ ઉર્જા કાર્યક્ષમતા પ્રોજેક્ટના અમલીકરણમાં અને ઊર્જા, પ્રોજેક્ટ્સ, નીતિ વિશ્લેષણ, ફાઇનાન્સ મેનેજમેન્ટમાં નિષ્ણાત હોય.
ભારતમાં ‘પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન’ની સ્થાપના વર્ષ 1977માં ભારત સરકાર દ્વારા ભારતીય લોકોમાં ઊર્જાના સંરક્ષણ અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા મોટા પાયે ઉર્જા બચાવવા માટે આ એક મોટું પગલું છે. વધુ સારી ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે, ભારત સરકારે 2001 માં બીજી સંસ્થા, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની પણ સ્થાપના કરી.
આ પણ વાંચો | 12 ડિસેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય હેલ્થ કવરેજ દિવસ; દુનિયાની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય યોજના કઇ છે?
મંકી ડે (Monkey Day)
મંકી ડે (Monkey Day) એટલે કે વાનર દિવસ દુનિયાભરમાં દર વર્ષ 14 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આમ સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય કોઇ વૈશ્વિક સંસ્થા દ્વારા મંડી ડેની ઘોષણા કરવામાં આવી નથી તેમ છતાં ઘણા દેશોમાં આ દિવસ ઉજવાય છે. વાનર સહિત અન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના અને લાગણી પ્રગતિ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર દુનિયામાં વાનરની કુલ 264 પ્રજાતિ મળી આવી છે. ભારતમાં મકૈક અને લંગૂર પ્રજાતિના વાનર સૌથી વધુ છે. તમને જાણીને નવાઇ લાગશે કે વાનરને અવકાશમાં પણ મોકલવામાં આવ્યો છે. વર્ષ 1949માં અમેરિકાએ આલ્બર્ટ દ્વિતીય નામના એક વાનરને અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. જો કે પરત ફરતી વખતે પેરાશુટમાં સમસ્યા સર્જાતા તેની મૃત્યુ થઇ ગઇ હતી. ચિમ્પાન્ઝી વાનરની સૌથી હોશિયાર પ્રજાતિ છે. વાનર એક માત્ર એવો જીવ છે જેના માનવના ડીએનએ 98 ટકા સુધી મેળ ખાય છે.
આ પણ વાંચો | 11 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, માઉન્ટ એવરેસ્ટની ઉંચાઇ કેટલી છે અને નામ કેવી રીતે પડ્યું?
14 ડિસેમ્બરની જન્મજયંતિ
- દીક્ષા ડાગર (2000) – ભારતના મહિલા ગોલ્ફ ખેલાડી.
- વિજય અમૃતરાજ (1953) – ભૂતપૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી.
- સંજય ગાંધી (1946) – ભારતના પ્રથમ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નાના પુત્ર.
- વિશ્વજીત ચેટર્જી (1936) – ભારતીય સિનેમામાં બંગાળી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.
- શ્યામ બેનેગલ (1934) – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક.
- જૌન એલિયા (1931) – ભારતના ઉર્દૂ કવિ હતા.
- રાજ કપૂર (1924) – ભારતીય ફિલ્મ નિર્દેશક અને અભિનેતા.
- બી. કે. એસ. આયંગર (1918) – યોગ ગુરુ.
- ઉપેન્દ્રનાથ અશ્ક (1910) – નિબંધકાર, લેખક, વાર્તાકાર.
- જગત નારાયણ મુલ્લા (1864) – ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ વકીલ અને જાહેર કાર્યકર્તા.
આ પણ વાંચો | 10 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?
14 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- તુલસી રામસે (2018) – હોરર હિન્દી ફિલ્મના નિર્માતા-નિર્દેશક.
- ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન (1971) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
- શૈલેન્દ્ર (1966) – હિન્દી ફિલ્મના ગીતકાર.
આ પણ વાંચો | 9 ડિસેમ્બરનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારથી ઉજવાય છે, કરપ્શન ઇન્ડેક્સમાં ભારત ક્યા ક્રમે છે?