Today history 14 july: આજે 14 જુલાઇ 2023 (14 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે શાર્ક અવેરનેસ દિવસ છે જે તેના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જનજાગૃતિ વધારવા માટે ઉજવાય છે. આજે ભારતના સ્વતંત્રતા સેનાની ચંદ્રભાનુ ગુપ્તા અને દેશબંધુ ગુપ્તાની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
14 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1996 – અમેરિકાએ બ્રાઉન એમેન્ડમેન્ટ હેઠળ પાકિસ્તાનને હથિયારો મોકલવાનું શરૂ કર્યું.
- 1999 – માકરી મોરીટા પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન તરીકે નિમણુંક થયા.
- 2003 – રશિયાની યેલેના ઇસિનબાયેવાએ મહિલાઓની પોલ વૉલ્ટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- 2007 – પેલેસ્ટાઈનના વડાપ્રધાન સલામ ફયાદે તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
- 2008 – નેપાળની કાર્યકારી સંસદે વડાપ્રધાનની ચૂંટણી માટે બંધારણ સુધારા બિલને મંજૂરી આપી. વેનેઝુએલાની ડાયના મેન્ડોઝાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો. વિશ્વની સૌથી વૃદ્ધ ઇન્ટરનેટ બ્લોગર તરીકે જાણીતી ઓસ્ટ્રેલિયન મહિલાનું નિધન થયું છે.
- 2019 – ઈન્ડોનેશિયામાં માઉન્ટ લોકોન જ્વાળામુખી ફાટવાને કારણે ગરમ લાવા લગભગ પાંચ હજાર ફૂટની ઊંચાઈ સુધી બહાર નીકળ્યો હતો.
આ પણ વાંચોઃ 13 જુલાઇનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ખડક દિવસ, કાશ્મીર શહીદ દિવસ જેને ભારત ભૂલી જવા ઇચ્છે છે
શાર્ક અવેરનેસ દિવસ (Shark awareness day
શાર્ક અવેરનેસ દિવસ દર વર્ષે 14 જુલાઈના રોજ ઉજવાય છે. સમુદ્રમાં વધી રહેલા પ્રદુષણથી આ મહાકાય જળચર જીવના અસ્તિત્વ ઉપર પણ જોખમ સર્જાયુ છે.જ્યારે આપણ સમુદ્રના જોખમો વિશે વાત કરીયે છે ત્યારે શાર્ક પણ ચોક્કસપણે આ યાદીમાં સામેલ છે.
શાર્ક જાગૃતિ દિવસ એ નિર્દોષ માછલીઓ પર રડવાનો દિવસ નથી પણ તેમના અસ્તિત્વ વિશે ચિંતા કરવાનો દિવસ છે. શાર્ક અવેરનેસ દિવસ શાર્ક માછલીના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે. શાર્કની 1,200 થી વધુ પ્રજાતિઓ છે, જો કે વર્ષ 2023માં એક તૃતીયાંશ કરતાં વધુ પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે.
મનુષ્યો દ્વારા વિશાળકાય વ્હેલ શાર્કનો ગેરકાયદેસર શિકાર એક ગંભીર સમસ્યા બની રહી છે. માણસો શાર્ક માછલીના માંસ અને તેલ માટેનો શિકાર કરે છે. શાર્કનો લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે વર્ષ 2001માં વ્હેલ શાર્કને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ 1972 ની અનુસૂચિ-1 માં સામેલ કરી તેની માટે કાયદાકીય રક્ષણની જોગવાઈ વધારે કડક બનાવી છે.
આ પણ વાંચોઃ 12 જુલાઇ: આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ, નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈનો જન્મદિન
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- કૈલાશ ચંદ્ર જોશી (1929) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- શંકરરાવ ચવ્હાણ (1920) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- અનિલ ફિરોઝિયા (1971) – ઉજ્જૈનથી ભાજપના લોકસભા સાંસદ.
- ચંદ્રભાનુ ગુપ્તા (1902) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
- ઇએમએસ નમબૂદ્રિપદ (1909) – પ્રખ્યાત સામ્યવાદી નેતાઓમાંના એક અને કેરળના પ્રથમ મુખ્યમંત્રી.
- દેશબંધુ ગુપ્તા (1900) – પ્રખ્યાત દેશભક્ત, સ્વતંત્રતા સેનાની અને પત્રકાર.
- ગોપાલ ગણેશ આગરકર (1856) – પ્રખ્યાત સામાજિક કાર્યકર.
- કે.કે. કાલીમુથુ (1942) – નવમી લોકસભાના સભ્ય.
આ પણ વાંચો- 11 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- વાય. વી. ચંદ્રચુડ (2008) – ભારતના ભૂતપૂર્વ 16મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- લીલા ચિટનીસ (2003) – પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેત્રી
- રામન વિશ્વનાથન (1982) – ભારતના પ્રખ્યાત તબીબી વૈજ્ઞાનિક હતા.
- મદન મોહન (1975) – 1950, 1960 અને 1970ના દાયકામાં હિન્દી ફિલ્મોના પ્રખ્યાત બોલીવુડ ફિલ્મ સંગીત નિર્દેશક.
- રાજા લક્ષ્મણ સિંહ (1896) – હિન્દી સાહિત્યના ઇતિહાસ સાથે સંકળાયેલા પ્રખ્યાત સાહિત્યકાર હતા.
આ પણ વાંચો- 10 જુલાઇનો ઇતિહાસ: ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે , રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ





