Today history 14 june : આજે 14 જૂન 2023 (14 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ રક્તદાન દિવસ છે. દુનિયાભરમાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવાય છે. આજે બોલીવુડ ફિલ્મના એક્ટર સુશાંતસિંહ રાજપુતની ત્રીજી પુણ્યતિથિ છે, તે વર્ષ 2020માં મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (14 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
14 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1777 – ફિલાડેલ્ફિયા કોંગ્રેસમાં અમેરિકનોએ તેમનો ધ્વજ અપનાવ્યો. યુએસ આર્મીની સ્થાપના થઈ.
- 1901 – પ્રથમ વખત ગોલ્ફ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
- 1922- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વોરેન જી. હાર્ડિંગે તેનું પ્રથમ ભાષણ રેડિયો પર આપ્યું હતું.
- 1940 – નાઝીઓએ પોલેન્ડના જીતેલા દેશમાં એકાગ્રતા શિબિર ખોલી.
- 1962- પેરિસમાં યુરોપિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના થઈ.
- 1980- આર્જેન્ટિનાના સૈનિકોએ ફોકલેન્ડ ટાપુઓમાં બ્રિટિશ આર્મી સમક્ષ આત્મસમર્પણ કર્યું.
- 1999 – થાબો મ્બેકી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 2001 – તપાસ પંચે દીપેન્દ્રને રાજવી પરિવારનો હત્યારો ગણાવ્યો.
- 2004 – પંચશીલ સિદ્ધાંતની 50મી વર્ષગાંઠ પર બેઇજિંગમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ.
- 2005 – માઈકલ જેક્સન બાળ જાતીય શોષણના દસ ગુનામાંથી નિર્દોષ છૂટ્યો.
- 2007 – ચીનના ગોવી રણમાં પક્ષી જેવા વિશાળ ડાયનાસોરના અવશેષો મળ્યા.
- 2008 – કેન્દ્ર સરકારે અલગ ગોરખાલેન્ડ રાજ્યની રચનાની શક્યતાને નકારી કાઢી હતી. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં 96 મેટ્રિક ટનની સોનાની ખાણ મળી આવી છે. ચીનના ઉત્તરી પ્રાંત શાંક્સીમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 27 લોકો ઘાયલ થયા છે. નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ નારાયણહિતિ મહેલ ખાલી કર્યો હતો.
આ પણ વાંચોઃ 13 જૂનનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે – રંગહીનતાની બીમારી માનવ જીવનને બનાવે છે ‘બેરંગ’
વિશ્વ રક્તદાન દિવસ
વિશ્વ રક્તદાન દિવસ (world blood donation day) 14 જૂનના રોજ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા દર વર્ષે 14મી જૂને ‘રક્તદાન દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ 1997માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 100 ટકા સ્વૈચ્છિક રક્તદાન નીતિનો પાયો નાખ્યો હતો. વર્ષ 1997માં સંસ્થાએ લક્ષ્ય નક્કી કર્યું હતું કે વિશ્વના 124 મોટા દેશોએ સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય બીમાર લોકોને પૈસા આપીને લોહી ખરીદવાની જરૂર ન પડે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 49 દેશોએ તેનો અમલ કર્યો છે. 14 જૂને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવા પાછળ પણ એક મોટું રહસ્ય છે. વર્ષ 1868માં 14 જૂને કાર્લ લેન્ડસ્ટિનરનો જન્મ થયો હતો. આ જીવ વૈજ્ઞાનિકે જ માનવ શરીરમાં વિવિધ ગ્રૂપના લોહી છે તેનું સંશોધન કર્યુ હતુ અને આ મહત્વપૂર્ણ રિસર્ચ બદલ વર્ષ 1930માં તેમને ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2022ના મીડિયા રિપોર્ટમં જણાવાયુ હતુ કે, એક પ્રાથમિક અંદાજ અનુસાર ભારતમાં દરરોજ લગભગ 12,000 લોકો લોહી ઉપલબ્ધ ન થવાના કારણે મૃત્યુ પામે છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- નિખ્ત ઝરીન (1996) – ભારતીય મહિલા બોક્સર.
- શેખર સુમન (1960) – હિન્દી ફિલ્મ અભિનેતા અને કલાકાર.
- કિરણ ખેર (1955) – હિન્દી અને બંગાળી ફિલ્મ અભિનેત્રી.
- કે. આસિફ (1922) – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક.
- કેદાર પાંડે (1920) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી.
- હીરાબાઈ બારોડકર (1905) – ભારતીય શાસ્ત્રીય સંગીતકાર.
- સતીશ ચંદ્ર દાસગુપ્તા (1880) – ભારતીય રાષ્ટ્રવાદી, વૈજ્ઞાનિક અને શોધક હતા.
- ગુરુ હરગોવિંદ સિંહ (1595) – શીખ ધર્મના છઠ્ઠા ગુરુ.
આ પણ વાંચોઃ 11 જૂન : ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલની જન્મતિથિ, અલ્હાબાદ હાઇકોર્ટનો સ્થાપના દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સુશાંત સિંહ રાજપૂત (2020) – હિન્દી ફિલ્મ અભિનેતા.
- અસદ અલી ખાન (2011) – રુદ્રવીણા વાદક.
- કર્ટ વાલ્ડહાઇમ (2007) – સંયુક્ત રાષ્ટ્રના ચોથા મહાસચિવ હતા.
- કાર્યમાણિવકમ શ્રીનિવાસ કૃષ્ણન (1961) – ભારતના પ્રખ્યાત ભૌતિક વૈજ્ઞાનિક.
- મેક્સ વેબર (1961) – પ્રખ્યાત જર્મન ફિલસૂફ અને ઇતિહાસકાર.