Today history 15 August: આજે 15 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસ વર્ષ 1947માં ભારતે બ્રિટિશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. આથી 15 ઓગસ્ટને ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. તેમજ વર્ષ 1971માં આજના દિવસે જ બહેરીન બ્રિટિશ શાસનથી આઝાદ થયું હતુ. મહાન ફિલોસોફર મહર્ષિ અરવિંદ ઘોષની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
15 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1772 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતના જિલ્લાઓમાં અલગ સિવિલ અને ફોજદારી અદાલતો સ્થાપવાનું નક્કી કર્યું.
- 1854 – ઈસ્ટ ઈન્ડિયા રેલ્વેએ કલકત્તા અને હુગલી વચ્ચે 37 કિમીના અંતરે પ્રથમ પેસેન્જર ટ્રેન દોડાવી.
- જોકે તેનું સત્તાવાર રીતે 1885માં ઉદ્ઘાટન થયું હતું.
- 1947 – ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયુ, ભારતમાં સ્વંત્રતતા દિવસની ઉજવણી. પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. સંરક્ષણ વીરતા પુરસ્કારો-પરમ વીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્રની સ્થાપના કરવામાં આવી હતી.
- 1947 – યુગવાણી (મેગેઝિન) – દેહરાદૂન (ઉત્તરાખંડ) થી પ્રકાશિત થનાર માસિક સામયિક. તે શરૂઆતમાં પખવાડિક અખબાર તરીકે પ્રકાશિત થયું હતું જે પાછળથી મુખ્ય સાપ્તાહિક અખબાર બન્યું હતું.
- 1950 – ભારતમાં 8.6ની તીવ્રતાના ભૂકંપને કારણે 20 થી 30 હજાર લોકોના મોત થયા હતા.
- 1971 – બહેરીન બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું.
- 1972 – પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે પિન કોડ લાગુ કરવામાં આવ્યો.
- 1975 – બાંગ્લાદેશમાં લશ્કરી ક્રાંતિ, મુજીબુર રહેમાનની હત્યા અને ખોંડાકાર મુશ્તાક અહેમદના નેતૃત્વમાં નવી સરકારની રચના.
- 1979 – ફરીદાબાદ – હરિયાણાનો 12મો જિલ્લો બન્યો.
- 1982 – દિલ્હીમાં દેશવ્યાપી રંગીન પ્રસારણ અને ટીવીના રાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું.
- 1990 – જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ આકાશનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
- 1994 – સુદાનના ખાર્તુમમાં આતંકવાદી કાર્લોસ પકડાયો.
- 1998 – ઉત્તરી આયર્લેન્ડમાં ઓમાગ દ્વારા બોમ્બ ધડાકામાં 29 લોકો માર્યા ગયા અને 220 અન્ય ઘાયલ થયા.
- 2000- ઉત્તર અને દક્ષિણ કોરિયાના વિખુટા પડેલા નાગરિકો એકબીજાને મળ્યા.
- 2002 – અમેરિકાએ ઇસ્લામાબાદમાં તેનું માહિતી કેન્દ્ર બંધ કર્યું.
- 2004 – બ્રાયન લારા સૌથી ઝડપી 10,000 રન બનાવનાર બેટ્સમેન બન્યા.
- 2007 – દક્ષિણ અમેરિકન દેશ પેરુના મધ્ય તટીય વિસ્તારમાં 8.0ની તીવ્રતાના ભૂકંપથી 500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો બેઘર બન્યા.
- 2008 – સ્વતંત્રતા દિવસના અવસર પર, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે સંસદ ભવન સંકુલમાં સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહની પ્રતિમાનું અનાવરણ કર્યું.
આ પણ વાંચો | 14 ઓગસ્ટનો ઇતિહાસ : અખંડ ભારતનું વિભાજન અને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિન, રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા દિવસ
ભારતનો સ્વતંત્રતા દિવસ (india independence day)
આજે ભારતના 77મો સ્વતંત્રતા દિવસ છે. ભારતે 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ અંગ્રેજોની લગભગ 150 વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. જો કે આ આઝાદીની ભારતે અખંડ હિન્દુસ્તાનના ભાગલા રૂપે બહુ મોટી કિંમત ચૂકવી હતી. અંગ્રેજોએ અખંડ હિન્દુસ્તાનના બે ભાગલા પાડ્યા અને પાકિસ્તાન દેશ અસ્તિત્વમાં આવ્યો હતો.
આજે ભારત તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ આઝાદીની લડાઇમાં શહીદ થનાર મહાન ક્રાંતિકારીઓ અને નેતાઓને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આ મહામૂલી આઝાદીનું જનત અને રક્ષણ કરવાનો દિવસ છે. આ રાષ્ટ્રીય તહેવાર ભારતના ગૌરવનું પ્રતિક છે. દર વર્ષે 15 ઓગસ્ટે સરકારી ઈમારતો પર ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે અને રોશની કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન સવારે 7 વાગે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે.
આ પણ વાંચો | 13 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ અંગ દાન દિવસ, અહિલ્યાબાઈ હોલકરની પુણ્યતિથિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ગુરુરાજા પૂજારી (1992) – પી. ગુરુરાજા તરીકે પણ ઓળખાતા ભારતીય વેઈટલિફ્ટર.
- ગોપાલ ચતુર્વેદી (1942) – ભારતના મહત્વપૂર્ણ વ્યંગ-હસ્તાક્ષર.
- ઓરોબિંદો ઘોષ (1872) – ભારતીય લેખક અને ફિલોસોફર, તત્વચિંતક.
- હંસ કુમાર તિવારી (1918) – પ્રખ્યાત લેખક, પત્રકાર અને સંપાદક.
- ઉસ્તાદ અમીર ખાં (1912) – ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત ગાયક.
- કુશાભાઉ ઠાકરે (1922) – 1998 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
- ઇન્દીવર (1924) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ભારતીય ગીતકાર.
- ફઝલ તાબિશ (1933) – ભોપાલના પ્રખ્યાત કવિ હતા.
- પ્રાણ કુમાર શર્મા (1938) – પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ, જેમણે ‘ચાચા ચૌધરી’ કાર્ટૂન પાત્ર બનાવ્યું.
- રાખી ગુલઝાર (1947) – પ્રખ્યાત ભારતીય અભિનેત્રી.
- મુશિરુલ હસન (1949) – ભારતના પ્રખ્યાત ઇતિહાસકાર અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા.
- બેબી રાની મૌર્ય (1956) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- ડૉ. રમેશ પોખરિયાલ “નિશંક” (1959) – ઉત્તરાખંડ રાજ્યના પાંચમા મુખ્યમંત્રી.
- વિજય ભારદ્વાજ (1975) – ભારતીય ક્રિકેટર.
- કે.એમ. બીનામોલ (1975) – ભારતની પ્રખ્યાત મહિલા રમતવીર.
- બિજન કુમાર મુખરિજા (1891) – ભારતના ભૂતપૂર્વ ચોથા મુખ્ય ન્યાયાધીશ હતા.
- નેપોલિયન બોનાપાર્ટ (1769) – ફ્રેન્ચ લશ્કરી અધિકારી અને રાજકીય નેતા હતા.
આ પણ વાંચો | 12 ઓગસ્ટનો ઇતિહાસ : ઇન્ટનેશનલ યુથ ડે અને વિશ્વ હાથી દિવસની ઉજવણી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- અજીત વાડેકર (2018) – ભારતીય ક્રિકેટ ખેલાડી.
- અમરસિંહ ચૌધરી (2004)- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી.
- કૈલાસ સાંખલા (1994) – પ્રખ્યાત ભારતીય પ્રકૃતિવાદી અને સંરક્ષણવાદી હતા.
- કોંડા વેંકટપૈયા (1949) – આંધ્ર પ્રદેશના સમાજ સુધારક અને વકીલ હતા.
- રામકૃષ્ણ પરમહંસ ઉર્ફે ગદાધર ચેટર્જી (1886) – ભારતના મહાન સંત અને વિચારક અને સ્વામી વિવેકાનંદના ગુરુ.
- સરદાર અજીત સિંહ (1947) – સ્વતંત્રતા સેનાની.
- મહાદેવ દેસાઈ (1942) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી
આ પણ વાંચો | 11 ઓગસ્ટનો ઇતિહાસ : ખુદીરામ બોઝ શહીદ દિવસ, ભારતની આઝાદી માટે શહીદ થનાર સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી