Today History 15 December: આજે 15 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની પૃણ્યતિથિ છે. ભારતીય સ્વતંત્રત સેનાની અને દેશા પ્રથમ ગૃહમંત્રીનો જન્મ વર્ષ 1875માં 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના નડિયાદમાં અને અવસાન વર્ષ 1950માં 15 ડિસેમ્બરના રોજ મુંબઇમાં થયુ હતુ. તેમને લોહપુરુષ પણ કહેવાય છે. ગુજરાતમાં વડોદરા નજીક સરદાર પટેલની વિશાળ કદની મૂર્તિ બનાવવામાં આવી છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળ લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ મૂર્તિના નિર્માણમાં 70000 ટન સિમેન્ટ, 25000 ટન સ્ટીલ અને 12000 બ્રોન્જ પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
15 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2014 – હારૂન મોનિસ નામના વ્યક્તિએ સિડનીના કેફેમાં લોકોને 16 કલાક સુધી બંધક બનાવ્યા. પોલીસ કાર્યવાહીમાં મોનિસ ઉપરાંત બે અન્ય લોકોના પણ મોત થયા હતા.
- 2010 – ઑસ્ટ્રેલિયાના ક્રિસમસ આઇલેન્ડ પાસે 90 શરણાર્થીઓને લઇ જતી બોટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 48 લોકોનાં મોત થયાં.
- 2008 – કેન્દ્રીય કેબિનેટે આતંકવાદી ઘટનાઓનો સામનો કરવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
- 2007 – પાકિસ્તાનમાં કટોકટી નાગરિક કાયદો લાગુ કરવામાં આવ્યો.
- 2005 – ઇરાકમાં નવી સરકારની રચના માટે મતદાન પૂર્ણ થયું.
- 2003 – ભૂટાન સરકારે ત્યાં કાર્યરત ભારતીય અલગતાવાદીઓ સામે કાર્યવાહી શરૂ કરી.
- 2001 – ઇટાલીમાં પીસાનો ઝૂકતો ટાવર 11 વર્ષ સુધી બંધ રહ્યા બાદ ફરીથી ખોલવામાં આવ્યો.
- 2000 – ચેર્નોબિલ રિએક્ટર હંમેશા માટે બંધ કરાયો.
- 1997 – યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ કોઈપણ જાહેર સ્થળ, વાહન અથવા ઓફિસમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટોને ગેરકાયદેસર જાહેર કરતો ઠરાવ પસાર કર્યો. અરુંધતી રોયને તેમની નવલકથા ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’ માટે બ્રિટનનો સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કાર ‘બુકર પ્રાઈઝ’ એનાયત કરવામાં આવ્યો હતો.
- 1995 – યુરોપિયન યુનિયનના નેતાઓ એક સામૂહિક યુરોપિયન કરન્સી – યુરો માટે સંમત થયા.
- 1993 – જીનીવામાં GATT (વેપાર અને કર પર સામાન્ય કરાર) વિશ્વ વેપાર કરાર પર 126 દેશોએ હસ્તાક્ષર કર્યા.
- 1991 – જાણીતા ફિલ્મ નિર્માતા સત્યજીત રેને સિનેમા જગતમાં તેમની સિદ્ધિઓ માટે વિશેષ ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 1976 – સમોઆ ન્યુઝીલેન્ડથી સ્વતંત્ર થયું અને સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું.
- 1965 – બાંગ્લાદેશમાં ગંગા નદીના કિનારે આવેલા ચક્રવાતમાં 15,000 લોકો મૃત્યુ પામ્યા.
- 1953 – ભારતના એસ. વિજયલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આઠમા સત્રના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 1917 – મોલદાવિયન રિપબ્લિકે રશિયાથી સ્વતંત્રતા જાહેર કરી.
- 1916 – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વરદૂનની લડાઈમાં ફ્રાન્સે જર્મનીને હરાવ્યું.
- 1911 – બનારસ હિન્દુ યુનિવર્સિટી સોસાયટીની સ્થાપના થઈ.
- 1803 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઓરિસ્સા (હાલ ઓડિશા) પર કબજો કર્યો.
- 1794 – ફ્રાન્સમાં ક્રાંતિકારી ટ્રિબ્યુનલ્સ નાબૂદ કરવામાં આવી.
- 1749 – છત્રપતિ શિવાજીના પૌત્ર શાહુનું અવસાન.
આ પણ વાંચો | 14 ડિસેમ્બરનો ઇતિહાસ: વાનર અને માનવના ડીએનએ કેટલા મેચ થાય છે? કોને બોલીવુડના શો મેન કહેવાય છે?
15 ડિસેમ્બરની જન્મજયંતિ
- ગીતા ફોગાટ (1988) – ભારતીય મહિલા કુસ્તીબાજ.
- ભરત છેત્રી (1981) – ભારતીય હોકી ખેલાડી.
- બાઈચુંગ ભુટિયા (1976) – ભારતના ફૂટબોલ ખેલાડી.
- બાબુલ સુપ્રિયો (1970) – ભારતીય પ્લેબેક સિંગર, લાઈવ પરફોર્મર, ટીવી હોસ્ટ, અભિનેતા અને રાજકારણી અને સાંસદ.
- શુભેન્દુ અધિકારી (1970) – પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતા.
- ઉષા મંગેશકર (1935) – લતા મંગેશકરની નાની બહેન અને ગાયિકા, ‘સ્વર કોકિલા’ તરીકે ઓળખાય છે.
- સ્વામી રંગનાથાનંદ (1908) – ‘રામકૃષ્ણ સંઘ’ના હિન્દુ સાધુ હતા. તેમનું અગાઉનું નામ ‘શંકરન કુટ્ટી’ હતું.
- આર. કે. ખાડિલકર (1905) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- ભગવંતરાવ મંડલોઈ (1892) – મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
આ પણ વાંચો | 13 ડિસેમ્બરનો ઇતિહાસ : સંસદ પર કેટલા આંતકવાદીએ હુમલો કર્યો હતો, રાષ્ટ્રીય ઘોડા દિવસ કેમ ઉજવાય છે?
15 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- વરુણ સિંહ (2021) – ભારતીય વાયુસેનામાં પાઇલટ હતા.
- ગૌર કિશોર ઘોષ (2000) – કુશળ પત્રકાર અને લેખક.
- શિવસાગર રામગુલામ (1985) – મોરેશિયસના ગવર્નર હતા.
- પોટ્ટી શ્રીરામુલુ (1952) – ગાંધીજીના અનુયાયી અને સ્વતંત્રતા સેનાની હતા.
- સરદાર વલ્લભભાઈ પટેલ (1950) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી.
આ પણ વાંચો | 12 ડિસેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય હેલ્થ કવરેજ દિવસ; દુનિયાની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય યોજના કઇ છે?