આજનો ઇતિહાસ 15 જુલાઇ: વિશ્વ યુવા કૌશલ દિવસ- યુવાઓ નવી સ્કીલ શીખવા અને ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરિત થાય

Today history 15 july: આજે 15 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ યુવા કૌશલ દિવસ અને ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

Written by Ajay Saroya
July 15, 2023 06:40 IST
આજનો ઇતિહાસ 15 જુલાઇ: વિશ્વ યુવા કૌશલ દિવસ- યુવાઓ નવી સ્કીલ શીખવા અને ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરિત થાય
Today 15 july history: દર વર્ષે 15 જુલાઇના રોજ વિશ્વ યુવા કૌશલ ઉજવાય છે.

Today history 15 july: આજે 15 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ યુવા કૌશલ દિવસ છે, જે ખાસ કરીને યુવા લોકોને નવું કૌશલ્ય શીખવા અને ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરિત કરે છે. આજે ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

15 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1662 – ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ દ્વિતીય એ લંડનમાં રોયલ સોસાયટીનો કાયદો બનાવ્યો.
  • 1795 – માર્સિલેસ ​​ફ્રાંસનું રાષ્ટ્રગાન બન્યું.
  • 1904 – અમેરિકાના લોસ એંજલ્સમાં પ્રથમ બૌદ્ધ મંદિર બનાવવામાં આવ્યું હતું.
  • 1910 – એમિલ ક્રેપ્લીને અલ્ઝાઈમર રોગનું નામ એલોઈસ અલ્ઝાઈમર રાખ્યું.
  • 1916 – એરપ્લેન કંપની બોઇંગની સ્થાપના થઈ.
  • 1923 – ઇટાલીની સંસદે નવા બંધારણનો સ્વીકાર કર્યો.
  • 1927 – વિયેના હત્યાકાંડ – ઑસ્ટ્રિયન પોલીસે 89 વિરોધીઓને મારી નાખ્યા.
  • 1932 – અમેરિકાના 31મા રાષ્ટ્રપતિ હૂવરે તેમના પગારમાં 15 ટકાનો ઘટાડો કર્યો.
  • 1948 – યુએસ પ્રમુખ હેરી એસ. ટ્રુમેન બીજી મુદત માટે ચૂંટાયા.
  • 1961 – સ્પેને પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન અધિકારો સ્વીકાર્યા.
  • 1962 – અલ્જીરિયા આરબ લીગનો હિસ્સો બન્યો.
  • 1979 – ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું.
  • 1984 – પંજાબમાં શીખ સમુદાય પરેશાન થયા બાદ પંજાબને આતંકવાદ પ્રભાવિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો.
  • 1991 – અમેરિકાના સૈનિકોએ ઉત્તરી ઇરાક છોડી દીધું.
  • 1999 – ચીન દ્વારા ન્યુટ્રોન બોમ્બની ક્ષમતા પ્રાપ્ત કરવાની વાત સ્વીકારી.
  • 2000 – સિએરા લિયોનમાં લશ્કરી કાર્યવાહી દ્વારા બંધક તમામ ભારતીય સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા.
  • 2002 – અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લના હત્યારા ઉમર શેખને પાકિસ્તાનની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી.
  • 2004 – નેપાળના વડા પ્રધાને માઓવાદીઓ સાથેની વાટાઘાટોમાં વિદેશી મધ્યસ્થીતાને મંજૂરી આપી.
  • 2005 – શ્રીલંકાની સર્વોચ્ચ અદાલતે સુનામી રાહત સામગ્રીના વિતરણ અંગે સરકાર-LTTE કરારને સ્થગિત કર્યો.
  • 2008 – નેપાળમાં બે મુખ્ય ડાબેરી પક્ષો વચ્ચે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ પર નિમણૂકો અને નવી સરકારની રચના પર સહમતિ બની હતી.
  • 2011 – ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ PSLV C-17 દ્વારા શ્રીહરિકોટાથી GSAT-12A સફળતાપૂર્વક લોન્ચ કર્યું.

આ પણ વાંચોઃ  14 જુલાઇનો ઇતિહાસ: શાર્ક અવેરનેસ દિવસ- બેફામ શિકાર અને જળ પ્રદુષણથી વિશાળકાય શાર્કનું અસ્તિત્વ જોખમમાં

વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day)

વિશ્વ યુવા કૌશલ દિવસ દર વર્ષે 15 જુલાઇના રોજ ઉજવાય છે. વર્લ્ડ યુથ સ્કીલ ડેની ઉજવણીનો ઉદ્દેશ્ય વિશ્વના યુવાનોને રોજગાર, વેપાર અને ઉદ્યોગસાહસિકતા માટે જરૂરી કૌશલ્ય પ્રદાન કરવાનો છે. આ દિવસનો હેતુ યુવાનોને મહત્તમ કૌશલ્યના વિકાસ માટે જાગૃત કરવાનો છે. જેથી તેઓ વધુ સારી તકો શોધીને રોજગાર મેળવી શકે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2014માં રોજગારી, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસ માટે યુવાનોને કૌશલ્યોથી સજ્જ કરવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ દિવસ ઉજવવાનું નક્કી કર્યુ છે. વિશ્વ યુવા કૌશલ દિવસ 2023ની થીમ પરિવર્તનશીલ ભવિષ્ય માટે શિક્ષકો, પ્રશિક્ષકો અને યુવાનોને કુશળ બનાવવાનો છે. જે શિક્ષકો, કોચ અને અન્ય શિક્ષકો દ્વારા યુવાનોને શ્રમ બજારમાં આગળ વધવા અને તેમના સમુદાયો અને સમાજમાં સક્રિયપણે સામેલ થવા માટે કૌશલ્ય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડે છે.

આ પણ વાંચોઃ 13 જુલાઇનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ખડક દિવસ, કાશ્મીર શહીદ દિવસ જેને ભારત ભૂલી જવા ઇચ્છે છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ભૂપેન્દ્ર પટેલ (1962) – ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ નેતા.
  • ભાનુ પ્રતાપ સિંહ વર્મા (1957) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
  • એમટી વાસુદેવ નાયર (1933) – મલયાલમ ભાષાના પ્રખ્યાત લેખક હતા.
  • જમશેદ જી જીજાભાઈ (1883) – પ્રખ્યાત ભારતીય જેઓ સમૃદ્ધ અને સેવાભાવી વ્યાવસાયી હતા.
  • પટ્ટમ થાનુ પિલ્લઈ (1885) – આધુનિક કેરળ રાજ્યના અગ્રણી નેતા.
  • કે. કામરાજ (1903) – ભારત રત્ન એનાયત સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી, તમિલનાડુના મુખ્યમંત્રી.
  • દુર્ગાબાઈ દેશમુખ (1909) – આંધ્રપ્રદેશના પ્રથમ મહિલા નેતા.
  • ગણપતરાવ દેવજી તાપસે (1909) – મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિની કાર્યકારી સમિતિના સભ્ય અને બોમ્બે વિધાનસભાના સભ્ય.
  • મોહમ્મદ ઉસ્માન (1912) – ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રથમ યુદ્ધ (1947-48)માં શહીદ થયા હતા.
  • બાદલ સરકાર (1925) – પ્રખ્યાત અભિનેતા, નાટ્યકાર, દિગ્દર્શક અને સૌથી અગ્રણી રંગમંચના સિદ્ધાંતવાદી.
  • સી. એચ. મુહમ્મદ કોયા (1927) – ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
  • કલાનાથ શાસ્ત્રી (1936) – જાણીતા સંસ્કૃત વિદ્વાન, ભાષાશાસ્ત્રી અને લેખક છે.
  • તુલસી મુંડા (1947) – ઓરિસ્સાના પ્રખ્યાત સામાજિક કાર્યકર છે.
  • રમેશ પોખરિયાલ (1959) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને હિન્દી કવિ.
  • વિજય શેખર શર્મા (1978) – ભારતીય ઉદ્યોગસાહસિક અને Paytm કંપની સ્થાપક.
  • કેપ્ટન નિકેઝાકુ (1974) – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય સેનામાં લશ્કરી અધિકારી હતા.
  • કોકા સુબ્બા રાવ (1902) – ભારતના આઠમા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • વિલિયમ વિલ્સન હન્ટર (1902) – એક અત્યાધુનિક શિક્ષણશાસ્ત્રી, લેખક અને આંકડાશાસ્ત્રી અંગ્રેજી અધિકારી.
  • જયસિંહ (1611) – જયપુરના આમેરના રાજા અને મુઘલ સામ્રાજ્યનો અગ્રણી મંત્રી હતા.

આ પણ વાંચોઃ 12 જુલાઇ: આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ, નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મરિયમ મિર્ઝાખાની (2017) – ગણિતની દુનિયાનું પ્રતિષ્ઠિત સન્માન ‘ફિલ્ડ્સ મેડલ’ મેળવનાર પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી હતા.
  • બાલ ગંધર્વ (1967) – મહાન નાયક અને મરાઠી રંગભૂમિના પ્રખ્યાત ગાયક.
  • બાનુ જહાંગીર કોયાજી (2004) – ભારતીય તબીબી વૈજ્ઞાનિક અને કુટુંબ નિયોજન નિષ્ણાત

આ પણ વાંચો- 11 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ