Today history 15 june : આજે 15 જૂન 2023 (15 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ પવન દિવસ છે. સ્વચ્છ હવાનું મહત્વ સમજાવવા આ દિવસ ઉજવાય છે. આજે ગાંધી વિચારધારાને વરેલા લોકપાલ આંદોલન કરનાર સમાજીત કાર્યકર્તા અન્ના હજારેનો આજે જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (15 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
15 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1908 – કલકત્તા શેરબજાર શરૂ થયું.
- 1982 – ફોકલેન્ડમાં બ્રિટિશ આર્મીને આર્જેન્ટિનાના દળોનું શરણાગતિ.
- 1994 – અમેરિકાએ સલ્ફર ડાયોક્સાઇડ ગેસનું વાતાવરણમાં ઉત્સર્જનમાં ઘટાડો કરવા 26 યુરોપિયન દેશો અને કેનેડા વચ્ચે થયેલા સમજૂતીમાં સામેલ થવા ઇન્કાર કર્યો, ઇઝરાયેલ અને વેટિકન સિટી વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
- 1997- આઠ મુસ્લિમ દેશો દ્વારા ઈસ્તાંબુલમાં D-8 નામના સંગઠનની રચના.
- 1999 – લાકરબી પેન એમ વિમાન દુર્ઘટના માટે લિબિયા પર કાર્યવાહી કરવાની યુએસ પરવાનગી.
- 2001 – શાંઘાઈ-ફાઈવ સમિટ બેઇજિંગમાં યોજાઈ, શાંઘાઈ ફાઈવ હવે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન બન્યું, ભારત અને પાકિસ્તાન બંનેને સભ્યપદ ન આપવાનો નિર્ણય.
- 2002- કેનેડાના હેલીફેક્સ (નોવા સ્કોર્ટિયા)માં G-8 દેશોના નાણા પ્રધાનોની બેઠક યોજાઇ હતી.
- 2004 – રાષ્ટ્રપતિ બુશે બ્રિટન સાથે પરમાણુ સહયોગને મંજૂરી આપી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની આત્મકથા ‘માય લાઈફ’ બેસ્ટ સેલર બની છે.
- 2005 – જમૈકાના અસાફા પોવેલનો એથેન્સમાં 8.77 સેકન્ડનો સમય લઈને 100 મીટર ફુરાટ રેસમાં નવો વર્લ્ડ રેકોર્ડ.
- 2006 – ભારત અને ચીને જૂનો સિલ્ક રૂટ ખોલવાનો નિર્ણય કર્યો.
- 2008 – ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો વિસ્ફોટ કરીને વિશાળ તારાઓની અંતિમ સ્થિતિનું અવલોકન કર્યું.
આ પણ વાંચોઃ 14 જૂનનો ઇતિહાસ : વિશ્વ રક્તદાન દિવસ – ભારતમાં દર વર્ષે 12000 લોકો લોહી ઉપલબ્ધ ન થતા ગુમાવે છે જીવ
વિશ્વ પવન દિવસ
વિશ્વ પવન દિવસ દર વર્ષે 15 જૂને ઉજવાય છે. વર્ષ 2007માં યુરોપિયન પવન ઉર્જા સંગઠન દ્વારા પહેલીવાર ગ્લોબલ વિન્ડ ડે એટલે કે વિશ્વ પવન દિવસની ઉજવણી કરાઇ હતા. તેના થોાડક સમય બાદ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલની મદદથી આ દિવસની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવાની શરૂઆત થઇ. આમ વર્ષ 2009થી 15 જૂને વિશ્વ પવન દિવસ ઉજવવાનું શરૂ થયુ. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય સ્વચ્છ અને ચોખી હવાના મહત્વપૂર્ણ વિશે લોકોને જાગૃત અને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની ખરાબ અસરો વિશે લોકોને માહિતગાર કરવાનો છે. ઉપરાંત હવા એ ઉર્જાનો એક સ્ત્રોત છે. આથી પવન ઉર્જાના વિવિધ ઉપયોગો અને તેની સંભવિત ઉપયોગીતા અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસની ઉજવણી કરાય છે.
આ પણ વાંચોઃ 13 જૂનનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે – રંગહીનતાની બીમારી માનવ જીવનને બનાવે છે ‘બેરંગ’
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- મણિકા બત્રા (1995) – કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી.
- નંદીગામ સુરેશ (1976) – આંધ્ર પ્રદેશના રાજકીય નેતા.
- જી. કિશન રેડ્ડી (1964) – ભાજપના રાજકારણી.
- લક્ષ્મી મિત્તલ (1950) – ભારતીય ઉદ્યોગપતિ.
- અન્ના હજારે (1937) – ગાંધીવાદી વિચારધારાને અનુસરતા સામાજિક કાર્યકર.
- ઝિયા ફરીદુદ્દીન ડાગર (1932) – ભારતના પ્રખ્યાત ધ્રુપદ ગાયક.
- સુરૈયા (1929) – પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા
- સજ્જાદ હુસૈન (1917) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર હતા.
- શ્રીમન્નારાયણ અગ્રવાલ (1912) – પ્રખ્યાત લેખક અને જમનાલાલ બજાજના જમાઈ હતા.
- કે.કે. હેબ્બાર (1911) – પ્રખ્યાત ભારતીય કલાકાર હતા.
- તારકનાથ દાસ (1884) – ભારતીય ક્રાંતિકારી.
- દેવી પ્રસાદ રાય ચૌધરી (1899) – પદ્મ ભૂષણથી સન્માનિત પ્રખ્યાત ચિત્રકાર અને શિલ્પકાર .
- રાજેન્દ્રસિંહ જાડેજા (1899) – ભારતીય સેનાના પ્રથમ આર્મી ચીફ હતા.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- પ્રફુલચંદ નટવરલાલ ભગવતી (2017) – ભારતના ભૂતપૂર્વ 17મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- શિવ દયાલ સાહેબ (1878) – દીક્ષિત હિન્દુ સંપ્રદાય ‘રાધા સ્વામી સત્સંગ’ના સ્થાપક.
આ પણ વાંચોઃ 11 જૂન : ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલની જન્મતિથિ, અલ્હાબાદ હાઇકોર્ટનો સ્થાપના દિવસ