Today history 15 October : આજે 15 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ છે. ગ્રામીણ મહિલાઓની સામાજીક, આર્થિક અને દેશના વિકાસમાં યોગદાનને સમ્માનિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ભારતના મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામની 91મી જન્મજયંતિ છે, પાછળથી તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. આજે ભારતની પ્રથમ એરલાઇન કંપની ટાટા એરલાઇનની વર્ષ 1932માં સ્થાપના થઇ હતી. વર્ષ 1997માં ભારતીય લેખીકા અરુંધતી રોયની તેમની નવલકથા ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’ માટે બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ માટે પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 1542માં આજની તારીખે મુઘલ બાદશાહ અકબરનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
15 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1686 – મુઘલ શાસક ઔરંગઝેબે બીજાપુર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1866 – કેનેડાના ફ્રેન્ચ પ્રભુત્વ ધરાવતા પ્રદેશ ક્વિબેકમાં ભીષણ આગમાં 2500 મકાનો નાશ પામ્યા.
- 1932 – ટાટા કંપનીએ ટાટા સન્સ લિમિટેડ નામની દેશની પ્રથમ એરલાઇન શરૂ કરી.
- 1935 – ટાટા એરલાઇન્સની પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી (જે પાછળથી એર ઇન્ડિયા બની).
- 1949 – ત્રિપુરા રાજ્યનો ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો.
- 1958 – આફ્રિકન દેશ ટ્યુનિશિયાએ ઇજિપ્ત સાથે રાજદ્વારી સંબંધો સમાપ્ત કર્યા.
- 1970 – અનવર સાદત ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1978 – સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાન ક્ષેત્રમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1990 – સોવિયેત સંઘના પ્રમુખ મિખાઇલ ગોર્બાચેવને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 1996 – વ્યાપક ટેસ્ટ પ્રતિબંધ સંધિને બહાલી આપનાર ફિજી પ્રથમ દેશ બન્યો.
- 1997 – અરુંધતી રોયની તેમની નવલકથા ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’ માટે બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ માટે પસંદગી કરવામાં આવી.
- 1998 – ભારતની ફાતિમા બીને ગરીબી નાબૂદી માટે સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
- 1999 – ચીને 12 હજાર કિલોમીટરની રેન્જવાળી ‘DF-41 ICBM’ નામની મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જનરલ જોસેફ રોલ્સટનને નાટોના સુપ્રીમ વાઇસ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- 2006 – સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર પ્રતિબંધો લાદયા.
- 2007 – વર્ષ 2007 માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ત્રણ અમેરિકન અર્થશાસ્ત્રીઓ – લિયોનીડ હર્વિક્ઝ, એરિક મસ્કિન અને રોજર માયર્સનને એનાયત કરવામાં આવ્યો હતો.
- 2008 – અરવિંદ અદિગને તેમના પુસ્તક ‘ધ હાઈ ટાઈગર’ માટે વર્ષ 2008 માટે બુકર પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.
- 2012 – બ્રિટિશ લેખિકા હિલેરી મેન્ટેલને તેમની નવલકથા “બ્રિંગિંગ અપ ધ બડીઝ” માટે મેન બુકર પુરસ્કાર આપવામાં આવ્યો.
- 2013 – ફિલિપાઇન્સમાં 7.2 તીવ્રતાના ભૂકંપમાં 215 થી વધુ લોકોના મોત થયા.
વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ (International Rural Women Day)
વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ દર વર્ષે 15 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ગ્રામીણ મહિલાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 1995માં બેઇજિંગમાં યોજાયેલી ચોથી વિશ્વ મહિલા પરિષદમાં આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થાઓ દ્વારા આ દિવસને વિશેષ દિવસ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ગ્રામીણ મહિલાઓનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ 15 ઓક્ટોબર 2008ના રોજ ઉજવાયો હતો. આ નવા આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના જનરલ એસેમ્બલી દ્વારા 2007માં તેના ઠરાવ 62/136માં કરવામાં આવી હતી.
ગ્રામીણ પરિવારો અને સમુદાયોની સ્થિરતાની ખાતરી કરવા, ગ્રામીણ આજીવિકામાં સુધારો કરવા અને એકંદર સુખાકારીમાં મહિલાઓ અને યુવતીની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની સક્રિય ભાગીદારી વધારવા માટે વર્ષ 2016થી રાષ્ટ્રીય મહિલા ખેડૂત દિવસની ઉજવણી કરે છે.
આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ લિંગ સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સશક્તિકરણમાં મદદ કરે છે. તે કૃષિ અને ગ્રામીણ વિકાસને વેગ આપવા, ગ્રામીણ ગરીબી નાબૂદી અને ખાદ્ય સુરક્ષા સુધારવામાં ગ્રામીણ મહિલાઓ સહિત ગ્રામીણ મહિલાઓના યોગદાન અને મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ મહિલાઓને સમાન તકો પૂરી પાડવામાં આવે તો કૃષિ ઉત્પાદનમાં 2.5 થી 4%નો વધારો થઈ શકે છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 18 ડિસેમ્બર 2007ના રોજ આ દિવસને માન્યતા આપી હતી અને તે 2008માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. મહિલાઓને સંસાધનોની પહોંચ, નિર્ણય લેવામાં ભાગીદારી, સમાન વેતન, તેમના ખેતરો માટે લોન અને બજારો અને જમીન અને પશુધનની માલિકીમાં ભેદભાવનો સામનો કરવો પડે છે.
15 ઓક્ટોબરની જન્મજયંતિ
- કૃપાનાથ મલ્લાહ (1973) – આસામના કરીમગંજ મતક્ષેત્રના લોકસભાના સાંસગ.
- મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી (1953) – 17મી લોકસભામાં સંસદ સભ્ય.
- મહેન્દ્ર નાથ પાંડે (1948) – ભારતીય જનતા પાર્ટીના નેતા.
- મદન સિંહ ચૌહાણ (1947) – સંગીતકાર અને છત્તીસગઢના પ્રખ્યાત લોક ગાયક.
- અબ્દુલ કલામ (1931) – મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ભારતના 11મા રાષ્ટ્રપતિ.
- મદન લાલ ખુરાના (1936) – દિલ્હીના મુખ્યમંત્રી.
- મીરા નાયર (1957) – ભારતીય નિર્દેશક.
- મુખ્તાર અબ્બાસ નકવી (1957) – ભારતીય જનતા પાર્ટીના નેતા.
- રમણ સિંહ (1952) – રાજકારણી અને છત્તીસગઢના બીજા મુખ્યમંત્રી.
- વિક્ટર બેનર્જી (1946) – ભારતીય અભિનેતા.
- કે. શંકરનારાયણન (1932) – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
- હીરા લાલ દેવપુરા (1925) – રાજસ્થાનના ભૂતપૂર્વ અગિયારમા મુખ્ય પ્રધાન હતા.
- શંકર (1922) – ભારતીય ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર (શંકર જયકિશનની જોડી).
- મોહમ્મદ ઝહીર શાહ (1914) – અફઘાનિસ્તાનના છેલ્લા રાજા હતા.
- મનુભાઈ પંચોલી (1914) – ગુજરાતી ભાષાના નવલકથાકાર, લેખક, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતા.
- અકબર (1542) – મુઘલ શાસક.
15 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- ફૈજી (1595) – મધ્યયુગીન ભારતના વિદ્વાન સાહિત્યકાર અને પ્રખ્યાત ફારસી કવિ હતા.
- સાઈ બાબા (1918) – શિરડીના સાઇ બાબા.
- સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા (1961) – કવિ, નવલકથાકાર, નિબંધકાર અને વાર્તાકાર
- દેવી પ્રસાદ રાય ચૌધરી (1975) – પદ્મ ભૂષણથી સન્માનિત પ્રસિદ્ધ ચિત્રકાર અને શિલ્પકાર .
- દુર્ગા ભાભી (1999) – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના મુખ્ય સાથી હતા.
- નોરોદોમ શિનૌક (2012) – કંબોડિયાના રાજા.
- ભાનુ અથૈયા (2020) – ભારતીય સિનેમામાં પ્રખ્યાત ડ્રેસ ડિઝાઇનર.
- અક્કીથમ અચ્યુથન (2020) – મલયાલમ ભાષાના કવિ હતા.
- ઓ. પી. શર્મા (2022) – ભારતના પ્રખ્યાત જાદુગર હતા.