Today history આજનો ઇતિહાસ 15 સપ્ટેમ્બર : ભારતમાં દુરદર્શનની શરૂઆત, કોણ છે મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જેમની યાદમાં એન્જિનિયર્સ દિવસ ઉજવાય છે

Today history 15 September : આજે 15 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે એન્જિનિયર્સ ડે છે અને ભારતમાં દુરદર્શન પ્રસારણ સેવા શરૂ થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 15, 2023 11:08 IST
Today history આજનો ઇતિહાસ 15 સપ્ટેમ્બર : ભારતમાં દુરદર્શનની શરૂઆત, કોણ છે મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જેમની યાદમાં એન્જિનિયર્સ દિવસ ઉજવાય છે
15 સપ્ટેમ્બર એમ વિશ્વેશ્વરૈયાનો જન્મ દિવસ છે અને ભારતમાં તે એન્જિનિયર્સ દિવસ તરીકે ઉજવાય છે.

Today history 15 September : આજે 15 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે એન્જિનિયર્સ દિવસ છે. વર્ષ 1959માં આજના દિવસે ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ સેવા દુરદર્શનની શરૂઆત થઇ હતી. વર્ષ 1916માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન પહેલીવાર સોમ્મેના યુદ્ધમાં ટેંકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

15 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1812 – નેપોલિયનની આગેવાનીમાં ફ્રેન્ચ સેના મોસ્કોના ક્રેમલિન પહોંચી.
  • 1982 – લેબનોનના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બશીર ગેમાયલની તેઓ પદ સંભાળતા પહેલા બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી.
  • 1894 – પ્યોંગયાંગના યુદ્ધમાં જાપાને ચીનને હરાવ્યું.
  • 1916 – પ્રથમ વિશ્વ યુદ્ધમાં પહેલીવાર સોમ્મેના યુદ્ધમાં ટેંકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • 1948 – સ્વતંત્ર ભારતનું પ્રથમ ધ્વજ જહાજ INS મુંબઇ બંદરે પહોંચ્યું.
  • 1959 – ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવા દૂરદર્શનની શરૂઆત થઈ.
  • 1971 – ગ્રીન પીસની સ્થાપના કરવામાં આવી, જે હરિયાળી અને શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.
  • 1981 – વાનુઅતુ સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું.
  • 2000 – સિડનીમાં 27મી ઓલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન.
  • 2001 – યુએસ સેનેટે અફઘાનિસ્તાન પર રાષ્ટ્રપતિની લશ્કરી કાર્યવાહીને મંજૂરી આપી.
  • 2002 – ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકના પ્રસંગે, ભારત, ચીન અને રશિયાના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ, થાઈલેન્ડના સટ્ટાહિમમાં શ્રીલંકાની સરકાર અને એલટીટીઈ વચ્ચે સીધી વાતચીત શરૂ થઈ.
  • 2003 – સિંગાપોરના મુદ્દે વિકાસશીલ દેશોના ઉગ્ર વલણથી WTOની મંત્રણા નિષ્ફળ ગઈ.
  • 2004 – બ્રિટિશ નાગરિક ગુરિન્દર ચઢ્ઢાને ‘વુમન ઓફ ધ યર’ સન્માન.
  • 2008 – ક્રોમ્પ્ટન ગ્રિવ્સે અમેરિકાની MSI ગ્રુપ કંપની હસ્તગત કરી.
  • 2009 – બેંગ્લોરના મુંદિર શિવરાજીએ સબ જુનિયર બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યું.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અલબેરુની (973) – એક પર્શિયન વિદ્વાન, લેખક, વૈજ્ઞાનિક, ધર્મવાદી અને વિચારક.
  • મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા (1861) – ભારતના પ્રખ્યાત એન્જિનિયર, વૈજ્ઞાનિક અને ઉત્પાદક. જેમની યાદીમાં એન્જિનિયર્સ દિવસ ઉજવાય છે.
  • શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય (1876) – ભારતીય નવલકથાકાર.
  • અશોક સિંઘલ (1926) – વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રમુખ હતા.
  • સર્વેશ્વર દયાલ સક્સેના (1927) – પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર.
  • ડૉ. રામકુમાર વર્મા (1905) – ભારતના પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર.
  • સી.એન. અન્નાદુરાઈ (1909) – પ્રખ્યાત નેતા અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • લાન્સ નાયક કરમ સિંહ (1915) – પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક
  • દ્વિજેન્દ્રનાથ મિશ્ર ‘નિર્ગુણ’ (1915) – પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર.
  • ખુમાર બારાબંકવી (1919) – ભારતીય કવિ, તેમનું સાચું નામ મોહમ્મદ હૈદર ખાન હતું.
  • વેદ મારવાહ (1934) – દિલ્હી પોલીસના ભૂતપૂર્વ કમિશનર હતા.
  • જોકિન અર્પુથમ (1946) – મુંબઈની ઝૂંપડપટ્ટી માટે લડનાર વ્યક્તિ.
  • ભૂપિન્દર સિંહ હુડ્ડા (1947) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હરિયાણાના મુખ્યમંત્રી.
  • રોમિયો જેમ્સ (1958) – ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી.
  • જોશના ચિનપ્પા (1986) – ભારતીય મહિલા સ્ક્વોશ ખેલાડી.
  • સોનલબેન પટેલ (1987) – ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી.
  • ચંપક રમણ પિલ્લઈ (1891) – એક ભારતીય રાજકીય કાર્યકર અને ક્રાંતિકારી હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કે.એસ. સુદર્શન (2012) – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) પાંચમા સરસંઘચાલક.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ