Today history 16 January : આજે તારીખ 16 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે નેશનલ સ્ટાર્ટઅપસ ડે અને શીખ ધર્મના સાતમાં ગુરુ હરરાયની જન્મજયંતિ છે. તેઓ એક આધ્યાત્મિક માણસની સાથે સાથે રાજકારણી પણ હતા. ઇતિહાના ઘટનાક્રમ પર નજર ફેરવીયે તો આજની તારીખે જ વર્ષ 2003માં ભારતીય મૂળની કલ્પના ચાવલા બીજી અવકાશ સફર માટે રવાના થયા હતા. તો વર્ષ 1681માં આજના દિવસે જ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં ક્ષત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીનો ભવ્ય રાજ્યાભિષેક થયો હતો. ઉપરાંત આજે હિન્દી ફિલ્મોના કલાકાર કબીર બેદી અને સંગીતકાર ઓપી નય્યર તેમજ ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીના જન્મદાતા ડોક્ટર અને વૈજ્ઞાનિક સુભાષ મુખોપાધ્યાયનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
16 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2020 – કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના સુરતમાં સ્થિત હજીરા લાર્સન એન્ડ ટુબ્રો આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ ખાતે 51મી K-9 વજ્ર-ટી તોપને લીલી ઝંડી બતાવી.
- 2013 – સીરિયાના ઇદલિબમાં બોમ્બ વિસ્ફોટોમાં 24 લોકોના મોત થયા હતા.
- 2009 – મુંબઈએ ઉત્તર પ્રદેશને હરાવીને રેકોર્ડ 38મી વખત રણજી ચેમ્પિયનશિપ જીતી.
- 2008 – પાકિસ્તાનમાં વઝીરિસ્તાનના વાના વિસ્તારમાં આતંકવાદી હુમલામાં 30 સૈનિકો લાપતા થયા હતા.
- 2006 – સમાજવાદી નેતા માઈકલ બેશેલેટ ચિલીના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 2005 – જૈશ-એ-મોહમ્મદના વડા અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવા FBI એ ભારત પાસે મદદ માંગી.
- 2003 – ભારતીય મૂળની કલ્પના ચાવલા બીજી અવકાશ સફર માટે રવાના થઈ.
- 2000 – ચીનની સરકારે બે વર્ષના તિબેટીયન છોકરાને ‘સાકાર બુદ્ધ’ના પૂર્વ અવતાર તરીકે માન્યતા આપી.
- 1999 – ભારતના અનિલ સૂદ વિશ્વ બેંકના ઉપાધ્યક્ષ બન્યા, ટોક્યો (જાપાન) ફરીથી વિશ્વનું સૌથી મોંઘું શહેર જાહેર થયું.
- 1996 – હબલ સ્પેસ ટેલિસ્કોપના વૈજ્ઞાનિકોએ અવકાશમાં 100 થી વધુ નવી આકાશગંગા શોધવાનો દાવો કર્યો.
- 1995 – ચેચન્યામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધને રોકવા રશિયાના વડાપ્રધાન વિક્ટર ચેર્નોમિર્ડિન અને ચેચન્યા પ્રતિનિધિમંડળ વચ્ચે કરાર.
- 1992 – ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થઇ.
- 1991 – ‘પ્રથમ ગલ્ફ વોર’ (ઇરાક સામે અમેરિકાની લશ્કરી કાર્યવાહી શરૂ).
- 1989 – સોવિયેત સંઘે મંગળ પર બે વર્ષના માનવસહિત મિશન માટેની તેની યોજનાઓની જાહેરાત કરી.
- 1979- ‘ઈરાનનો શાહ’ પરિવાર સાથે ઈજિપ્ત પહોંચ્યા.
- 1969 – સોવિયેત અવકાશયાન ‘સોયુઝ 4’ અને ‘સોયુઝ 5’ વચ્ચે પ્રથમ વખત અવકાશમાં સભ્યોની આપ-લે કરવામાં આવી.
- 1955 – પૂનામાં ખડગવાસલા નેશનલ ડિફેન્સ એકેડમીનું ઔપચારિક ઉદ્ઘાટન થયું.
- 1947 – વિન્સેન્ટ ઓરિયલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1943- ઈન્ડોનેશિયાના એમ્બોન ટાપુ પર યુએસ એરફોર્સનો પ્રથમ હવાઈ હુમલો.
- 1920 – ‘લીગ ઓફ નેશન્સ’એ પેરિસમાં તેની પ્રથમ કાઉન્સિલની બેઠક યોજી.
- 1769 – અકરા, કલકત્તા (હાલ કોલકાતા)માં સૌપ્રથમ વખત સંગઠિત ઘોડાદોડનું આયોજન કરવામાં આવ્યું.
- 1761 – અંગ્રેજોએ પોંડિચેરીમાંથી ફ્રેન્ચોના અધિકારોને નાબૂદ કર્યો.
- 1681- મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં ક્ષત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીનો ભવ્ય રાજ્યાભિષેક થયો હતો.
- 1581 – બ્રિટિશ સંસદે રોમન કેથોલિક ધર્મને ગેરકાયદેસર જાહેર કર્યો.
- 1556 – ફિલિપ- દ્વિતીય સ્પેનનો સમ્રાટ બન્યો.
- 1547 – ઇવાન – ચોથો ‘ઇવાન ધ ટેરિબલ’ રશિયાનો ઝાર બન્યો.
આ પણ વાંચો | 15 જાન્યુઆરી: ઈન્ડિયન આર્મી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કોણ હતા
રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ દિવસ (National Startup Day)
ભારતમાં દર વર્ષે 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે (National Startup Day) ઉજવવામાં આવે છે. દેશભરના વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ બિઝનેસના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે 15 જાન્યુઆરી 2022ના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. ભારત વર્ષ 2023માં 1,00,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા હતા. ભારતના આઈટી કેપિટલ ગણાતા બેંગ્લોરમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. આથી બેંગ્લોરને હવે સ્ટાર્ટઅપ્સ કેપિટલ પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો | 14 જાન્યુઆરીનો ઇતિહાસ : મકરસંક્રાતિ કેમ ઉજવાય છે, માઉન્ટેન મેન કોને કહેવામાં આવે છે?
16 જાન્યુઆરી- મહાન વ્યક્તિઓની જન્મજયંતિ
- શ્રીહરિ નટરાજ (2001) – ભારતીય તરવૈયા.
- વી.એસ. સંપત (1950) – ભારતના ભૂતપૂર્વ 18માં મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
- કબીર બેદી (1946) – ભારતીય ફિલ્મ અભિનેતા, જે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય છે.
- સુભાષ મુખોપાધ્યાય (1931) – ભારતના ‘પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી’ના જન્મદાતા ડૉક્ટર અને વૈજ્ઞાનિક હતા.
- કામિની કૌશલ (1927) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અને ટીવી કલાકાર.
- ઓ. પી. નય્યર (1926) – પ્રખ્યાત સંગીતકાર
- ગુરુ હરરાય (1630) – શીખ ધર્મના સાતમા ગુરુ.
શીખ ધર્મના સાતમાં ગુરુ ગુરુ હરરાય જીની આજે જન્મજયંતિ છે. વર્ષ 1630માં 16 જાન્યુઆરીના રોજ પંજાબમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ બાબા ગુરદિતા જી અને માતાનું નામ નિહાલ કૌર હતું. શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબે તેમના પૌત્ર હરરાય જીને 3 માર્ચ, 1644 ના રોજ માત્ર 14 વર્ષની નાની ઉંમરે “સાતમા નાનક” એટલે કે સાતમાં ગુરુ તરીકે સ્થાપિત કર્યા. ગુરુ હરરાયના સંવત 1697માં ઉત્તર પ્રદેશના અનૂપ શહેરમા શ્રી દયા રામ જીની પુત્રી કિશન કૌર સાથે લગ્ન થયા હતા. ગુરુ હરરાય સાહિબ જીને બે પુત્રો રામરાય જી, હરકિશન સાહિબ જી (ગુરુ થયા) હતા. ગુરુ હરરાય સાહિબ જીનું શાંત વ્યક્તિત્વ લોકોને પ્રભાવિત કરતું હતું. ગુરુ હરરાય સાહેબે તેમના દાદા ગુરુ હરગોબિંદ સાહિબના શીખ યોદ્ધાઓના જૂથનું પુનર્ગઠન કર્યું. ગુરુ હરરાય એક આધ્યાત્મિક માણસની સાથે સાથે રાજકારણી પણ હતા. વર્ષ 1661માં 6 ઓક્ટોબરના રોજ તેમનું દેહાંત કિરતપુર સાહેબ, પંજાબમાં થયું હતું.
આ પણ વાંચો | 13 જાન્યુઆરીનો ઇતિહાસ: ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ છે?
16 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- પ્રેમ નઝીર (અબ્દુલ ખાદિર) (1989) – મલયાલમ સિનેમાના સૌથી મોટા કલાકાર, તેમણે સૌથી વધુ 600 ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
- એલ. કે. ઝા (1988) – ભારતીય રિઝર્વ બેંકના આઠમા ગવર્નર હતા.
- ટી.એલ. વાસવાણી (1966) – જાણીતા લેખક, શિક્ષણશાસ્ત્રી અને ભારતીય સંસ્કૃતિના પ્રચારક.
- રામનરેશ ત્રિપાઠી (1962) – પ્રચ્છયવાદી યુગના મહત્વના કવિ.
- શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય (1938) – બંગાળી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર.
- મહાદેવ ગોવિંદ રાનાડે (1901) – ભારતના પ્રખ્યાત રાષ્ટ્રવાદી, સમાજ સુધારક, વિદ્વાન અને ન્યાયશાસ્ત્રી
આ પણ વાંચો | 12 જાન્યુઆરીનો ઇતિહાસ : રાષ્ઠ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવાય છે? જાણો