Today history 16 june : આજે 16 જૂન 2023 (16 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સાપ દિવસ છે. સાપ વિશે જાગૃતિ ફેલાવવા અને ગેર માન્યતાઓ દૂર કરવા આ દિવસ છે. આજે ફિલ્મ એક્ટર વિક્કી કૌશલ અને મિથુન ચક્રવર્તીનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (16 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
16 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1858 – ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મોરારનું યુદ્ધ લડવામાં આવ્યું હતું.
- 1903 – ફોર્ડ મોટર કંપની શરૂ થઈ.
- 1983- છત્તીસગઢની ‘ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી’ની સ્થાપના કરવામાં આવી.
- 1996 – અટલ બિહારી વાજપાયી ભારતના 10માં વડાપ્રધાન બન્યા.
- 2001 – યુએસ પ્રમુખ બુશનો પાંચ દિવસનો યુરોપ પ્રવાસ રશિયામાં સમાપ્ત થયો, પુતિને યુએસ મિસાઇલ કાર્યક્રમનો વિરોધ કર્યો.
- 2006 – નેપાળમાં માઓવાદી વચગાળાની સરકારમાં જોડાવા માટે સંમત થયા.
- 2007 – સુનિતા વિલિયમ્સ અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહનાર મહિલા બન્યા.
- 2008 – વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલે અમેરિકન કંપની બામ્બૂ સ્ટીલને હસ્તગત કરી.
- અગ્રણી માઓવાદી નેતા પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડને નેપાળમાં શાંતિના ક્ષેત્રમાં આપવામાં આવતુ સર્વોચ્ચ સમ્માન રમન રેગ્મી રાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
- 2014 – 16મી લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળી.
આ પણ વાંચોઃ 15 જૂનનો ઇતિહાસ : વિશ્વ પવન દિવસ – સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે હવા; અન્ના હજારેનો જન્મદિન
વિશ્વ સાપ દિવસ
વિશ્વ સાપ દિવસ (world snake day) દર વર્ષ 16 જૂને ઉજવાય છે. આજના આધુનિક યુગમાં સાપ વિશે ઘણા પ્રકારની ગેરમાન્યતા પ્રવર્તે છે. સાપે વિશે જાગૃતિ ફેલાવવા અને ગેર માન્યતાઓ દૂર કરવા માટે વિશ્વ સાપ દિવસ ઉજવાય છે. દુનિયાભરમાં લગભગ 3500 જેટલી પ્રજાતિના સાપો છે, જેમાંથી 269 જેટલા સાપ ભારતમાં જોવા મળે છે, જેમાં કેટલાક ઝેરી અને અમુક બિનઝેરી છે. ભારતમાં સાપને દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેમને પાળનાર અને સાપ પકડનાર એક સમગ્ર સમુદાય છે. જંગલોના નિકંદનથી દુનિયાભરમાં સાપોના અસ્તિત્વ પર જોખમ ઉભું થયુ છે.
આ પણ વાંચોઃ 14 જૂનનો ઇતિહાસ : વિશ્વ રક્તદાન દિવસ – ભારતમાં દર વર્ષે 12000 લોકો લોહી ઉપલબ્ધ ન થતા ગુમાવે છે જીવ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- રોહિત શ્રીવાસ્તવ (1976)- ભારતના પ્રખ્યાત તબીબી વૈજ્ઞાનિક છે.
- અખ્લાક મુહમ્મદ ખાન ‘શહરયાર’ (1936) – ઉર્દૂના પ્રખ્યાત કવિ હતા.
- ડો. બ્રહ્મદેવ શર્મા (1931) – ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી હતા.
- મહમૂદ અલી ખાન (1920) – ભારતના પ્રખ્યાત નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- હેમંત કુમાર (1920) – હિન્દી ફિલ્મોના પ્લેબેક ગાયક અને સંગીતકાર
- મિથુન ચક્રવર્તી (1950) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.
- સી.એમ. પુનાચા (1910) – સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને ઓડિશા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- સુરેશ કાંત (1956) – પ્રખ્યાત લેખક.
- જોસ લોપેઝ પોર્ટીલો (1920) – મેક્સિકોના રાષ્ટ્રપતિ હતા.
- ચૌધરી બ્રહ્મ પ્રકાશ (1918) – સ્વતંત્રતા સેનાની અને દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી હતા.
- એ. એન. મૂર્તિ રાવ (1900) – કન્નડ સાહિત્યકાર હતા.
આ પણ વાંચોઃ 13 જૂનનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે – રંગહીનતાની બીમારી માનવ જીવનને બનાવે છે ‘બેરંગ’
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- ચંદ્રશેખર વૈદ્ય (2021) – ભારતીય સિનેમાના અભિનેતા હતા. તેઓ મુખ્યત્વે ચંદ્રશેખરના નામથી જાણીતા હતા.
- ચાર્લ્સ કોરિયા (2015)- ભારતીય આર્કિટેક્ટ અને સિટી પ્લાનર હતા.
- સી.એસ. વેંકટચાર (1999)- રાજસ્થાનના બીજા ક્રમના પૂર્વ મુખ્યમંત્રી હતા.
- વિક્કી કૌશલ (1988) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
- ચિત્તરંજન દાસ (1925) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
- પ્રફુલ્લ ચંદ્ર રાય (1944) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક, જેને ‘રસાયણશાસ્ત્રના પિતા’ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ 12 જૂનનો ઇતિહાસ : વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ – બાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીયે