આજનો ઇતિહાસ 16 નવેમ્બર : રાષ્ટ્રીય પ્રેસ દિવસ કેમ ઉજવાય છે? ભારતમાં લોકશાહીનો ચોથો સ્તંભ કોને કહેવાય છે?

Today History 16 Navember : આજે 16 નવેમ્બર 2023 છે. આજે ભારતનો રાષ્ટ્રીય પ્રેસ દિવસ, આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ અને ઓડટ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Today History 16 Navember : આજે 16 નવેમ્બર 2023 છે. આજે ભારતનો રાષ્ટ્રીય પ્રેસ દિવસ, આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ અને ઓડટ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

author-image
Ajay Saroya
New Update
childrens day | 16 navember | National Press Day | Press Media

ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ દર વર્ષે 16 નવેમ્બરે ઉજવાય છે (Photo - Freepik)

Today History 16 Navember : આજે 16 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખે ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવાય છે. મીડિયા, પ્રેસ અને પત્રકારિતાની સ્વાધિનતા અને જવાબદારી સાથે ઉચ્ચ માપદંડો- ધોરણો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય આ દિવસ ઉજવાય છે. આ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ અને ઓડટ દિવસ છે. વર્ષ 1908માં આજની તારીખે કાર કંપની જનરલ મોટર્સ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment

16 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1810 - નિગુવેલ હિડાલ્ગોએ સ્પેનથી મેક્સિકોની સ્વતંત્રતા માટે સંઘર્ષ શરૂ કર્યો.
  • 1821 - મેક્સિકોની સ્વતંત્રતાને માન્યતા આપવામાં આવી.
  • 1908 - જનરલ મોટર્સ કોર્પોરેશનની સ્થાપના થઈ.
  • 1947 - ટોક્યોના સૈતામામાંચક્રવાત કેથલીનથી 1,930 લોકોના મોત થયા.
  • 1975 - કેપ વર્ડે, મોઝામ્બિક, સાઓ ટોમ અને પ્રિન્સિપે સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા. પાપુઆ ન્યુ ગિનીએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મેળવી.
  • 1995 - ભારતીય મૂળના વાસુદેવ પાંડે ત્રિનિદાદ અને ટૌબેગોના વડાપ્રધાન બન્યા.
  • 1997 - ચીનના લોકશાહી તરફી નેતા જિંગ શેંગને 18 વર્ષ પછી મુક્ત કરવામાં આવ્યા.
  • 1998 - કેનેડાએ તેનો નાગરિકતા કાયદો કડક બનાવ્યો.
  • 2000 - રશિયા દ્વારા સ્પેસ સ્ટેશન મીરને ડૂબાડી દેવાનો નિર્ણય.
  • 2001 - અફઘાનિસ્તાન માટે સંયુક્ત રાષ્ટ્રની 21 સભ્યોની ટીમમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો.
  • 2002 - મુશર્રફે બીજી પાંચ વર્ષની મુદત માટે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
  • 2006 - પાકિસ્તાને મધ્યમ અંતરની ગૌરી-V મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
  • 2007 - બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ગંભીર ચક્રવાતી તોફાન 'સીડર'એ બાંગ્લાદેશમાં ભારે તબાહી મચાવી હતી. થાઈલેન્ડમાં વન ટુ ગો એરલાઈન્સનું પ્લેન ક્રેશ થતા 89 લોકોના મોત થયા છે.
  • 2008 - ચંદ્રયાનના લૂનર લેસર રેન્જિંગ ઉપકરણે સફળતાપૂર્વક કામ કરવાનું શરૂ કર્યું.
  • 2013 - વોશિંગ્ટનમાં નેવી કેમ્પમાં એક બંદૂકધારીએ 12 લોકોની ગોળી મારીને હત્યા કરી. મુંબઈમાં સચિનના ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા બાદ ભારત સરકારે પણ સત્તાવાર રીતે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નની જાહેરાત કરી હતી. 40 વર્ષની વયે આ સન્માન મેળવનાર તે સૌથી યુવા વ્યક્તિ અને પ્રથમ ખેલાડી છે. નોંધનીય છે કે આ પહેલા રમતગમતના ક્ષેત્રમાં આ સન્માન આપવામાં આવ્યું ન હતું. અગાઉ સચિનને ​​આ સન્માન આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
  • 2014 - ઇસ્લામિક સ્ટેટે સીરિયન કુર્દિશ લડવૈયાઓ સામે યુદ્ધ કર્યું.

આ પણ વાંચો | 15 નવેમ્બરનો ઇતિહાસ : આજે ઝારખંડ સ્થાપના દિન છે; આદિવાસી ગૌરવ જંયતિ કોની યાદમાં ઉજવાય છે? બિરસા મુંડા કોણ હતા?

રાષ્ટ્રીય પ્રેસ દિવસ (National Press Day)

રાષ્ટ્રીય પ્રેસ દિવસ (National Press Day) ભારતમાં દર વર્ષે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પત્રકારિતાની હાજરીનું પ્રતીક છે. આજે વિશ્વના લગભગ 50 દેશોમાં પ્રેસ કાઉન્સિલ અથવા મીડિયા કાઉન્સિલ છે. પ્રેસને ભારતની લોકશાહીના ચાર સ્તંભ પૈકીનું એક માનવામાં આવે છે. ભારતમાં પ્રેસને 'વોચડોગ' કહેવામાં આવે છે અને પ્રેસ કાઉન્સિલ ઈન્ડિયાને 'નૈતિક ચોકીદાર' કહેવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ આપણું ધ્યાન દોરે છે. પ્રથમ પ્રેસ કમિશને ભારતમાં પ્રેસ-મીડિયા- પત્રકારિતાની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને પત્રકારત્વમાં ઉચ્ચ માપદંડો- ધોરણો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રેસ કાઉન્સિલની કલ્પના કરી હતી. પરિણામે, 4 જુલાઈ, 1966ના રોજ ભારતમાં પ્રેસ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી, જેણે 16 નવેમ્બર, 1966થી તેનું ઔપચારિક કાર્ય શરૂ કર્યું. ત્યારબાદ દર વર્ષે 16મી નવેમ્બરને 'રાષ્ટ્રીય પ્રેસ ડે' તરીકે ઉજવવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચો | 14 નવેમ્બરનો ઇતિહાસ : આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે; બાળ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

16 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • આલ્ફ્રેડ નોયસ (1880) - બ્રિટિશ લેખક, કવિ અને નાટ્યકાર.
  • શ્રીરામ લાગુ (1927) - ભારતીય સિનેમા અને થિયેટરના પીઢ કલાકાર હતા.
  • આર્ટ સેનસમ (1920) - અમેરિકન કાર્ટૂનિસ્ટ.
  • આર. રામચંદ્ર રાવ (1931) - ભારતીય ક્રિકેટ અમ્પાયર.
  • પુલેલા ગોપીચંદ (1973) - ભારતના શટલર ખેલાડી.
  • કે. એ. દિનશા (1943) - તબીબી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહિલા હતા.
  • મિહિર સેન (1930) - ભારતના પ્રખ્યાત લાંબા અંતરના તરવૈયા હતા.
  • બોમિરેડ્ડી નરસિમ્હા રેડ્ડી (1908) - દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત નિર્દેશક
  • શંભુ મહારાજ (1907) - કથક નૃત્યાંગના હતા.
  • ચૌધરી રહેમત અલી (1897) - પાકિસ્તાનની માંગ કરનારા પ્રથમ સમર્થકો પૈકીના એક હતા.
  • અકબર અલ્હાબાદી (1846) - હિન્દુસ્તાની ભાષા અને હિન્દુસ્તાની સંસ્કૃતિના ખૂબ જ મજબૂત અને હિંમતવાન કવિ હતા.

આ પણ વાંચો | 13 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ દયા દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

16 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • કરતાર સિંહ સરભા (1915) - પ્રખ્યાત ભારતીય ક્રાંતિકારી
  • ઉદા દેવી (1857) - પાસી જાતિના યોદ્ધા.

આ પણ વાંચો | 12 નવેમ્બરનો ઇતિહાસ : આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ અને રાષ્ટ્રીય પક્ષી દિવસ છે; ભારતના પક્ષી માનવ કોને કહેવાય છે?

આજના દિવસનો ઇતિહાસ knowledge કરિયર