Today history 16 October : આજે 16 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ખાદ્ય દિવસ છે, દુનિયાભરમાં અન્ન-ભોજની સુરક્ષાની ખાતરી કરવા અને તમામ લોકોને પુરતું ભોજન મળે તે હેતુસર વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વ એનેસ્થેસિયા દિવસ પણ છે. અમેરિકામાં વર્ષ 1846માં આજની તારીખે પહેલીવાર એનેસ્થેસિયાનો સફળ ઉપયોગ કરાયો હતો. ડ્રિમ ગર્લ તરીકે પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી હેમા માલિકીનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
16 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1905 – લોર્ડ કર્ઝન દ્વારા બંગાળનું પ્રથમ વિભાજન.
- 1939 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ બ્રિટિશ પ્રદેશ પર પ્રથમ હુમલો કર્યો.
- 1951 – પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી.
- 1959 – મહિલા શિક્ષણ માટે રાષ્ટ્રીય પરિષદની સ્થાપના.
- 1964 – ચીને તેનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ કર્યો.
- 1968 – હરગોવિંદ ખોરાનાને દવાના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 1984 – દક્ષિણ આફ્રિકાના સામાજિક કાર્યકર્તા ડેસમંડ ટુટુને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
- 1996 – ગ્વાટેમાલાની રાજધાની ગ્વાટેમાલા સિટીમાં ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં વધુ લોકો પહોંચવાને કારણે નાસભાગમાં 84 લોકોના મોત અને 180થી વધુ લોકો ઘાયલ થયા હતા.
- 1999 – અમેરિકાએ સૈન્ય શાશનના વિરોદમાં પાકિસ્તાન પર પ્રતિબંધો લાદયા હતા.
- 2002 – 14મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતની સુનિતા રાની ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેણીનો મેડલ પરત લઇ લેવામાં આવ્યો હતો.
- 2003 – મલયાલમ ફિલ્મ નિર્માતા અદૂર ગોપાકૃષ્ણનને ‘કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ’, ફ્રાન્સના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
- 2004 – અમેરિકાએ ઈરાકી અબુ મુસાર ઝાલ ઝરકાવીના સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
- 2005 – જી-20 દેશો સર્વસંમતિથી વિશ્વ બેંક અને આઈએમએફમાં સુધારા માટે સંમત થયા.
- 2011 – ભારતીય મૂળના 100 વર્ષીય દોડવીર ફૌજા સિંહે સૌથી મોટી ઉંમરે ટોરોન્ટો વોટરફ્રન્ટ મેરેથોન પુરી કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સદી ફટકારનાર ફૌજા સિંઘે તાળીઓના ગડગડાટ વચ્ચે આઠ કલાકથી વધુ સમયમાં ફિનિશ લાઈન પાર કરી હતી.
- 2012 – સૌરમંડળની બહાર એક નવો ગ્રહ ‘આલ્ફા સેંટૌરી BB’ શોધાયો.
- 2013 – દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ લાઓસના પાકસે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરતા થોડા સમય પહેલા લાઓ એરલાઈન્સનું વિમાન ક્રેશ થતા 49 લોકોના મોત થયા હતા.
વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day)
વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day) દર વર્ષે 16 ઓક્ટોબરે ઉજવાય છે. આ દિવસની ઉજવણીને તેત્રીસ વર્ષ થઈ ગયા છે, તેમ છતાં દુનિયાભરમા ભૂખ્યા સૂતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. આજે પણ સમગ્ર દુનિયામાં કરોડો લોકોને પુરતુ ભોજન મળતુ નથી કે રાત્રે જમ્યા વગર ભૂખ્યા સુઇ જાય છે. 16 ઓક્ટોબર, 1945ના રોજ, રોમમાં “ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન” (FAO) ની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ભૂખ્યા લોકો વિશે સંવેદના અને જાગૃતિ ફેલાવવા તેમજ તેનો અંત લાવવા માટે વર્ષ 1980માં વિશ્વ ખાદ્ય દિવસની શરૂઆત 16 ઓક્ટોબરે કરવામાં આવી હતી.
વર્ષ 2050 સુધીમાં દુનિયાની કુલ વસ્તી નવ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે અને તેમાંથી લગભગ 80 ટકા લોકો વિકાસશીલ દેશોમાં રહેતા હશે. આવી સ્થિતિમાં ખાદ્ય સુરક્ષાની ખાતરી કેવી રીતે કરવી તે એક મોટો પ્રશ્ન છે. દુનિયામાં એક બાજુ મોટા પ્રમાણમાં ભોજનનો બગાડ થાય છે અને બીજી બાજુ કરોડો લોકોને પુરતું ભોજન ન મળવાથી ભૂખ્યા સુઇ જાય છે.
આ પણ વાંચો | 15 ઓક્ટોબરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ કેમ ઉજવાય છે? ભારતના મિસાઇલ મેન કોણ છે?
વિશ્વ એનેસ્થેસિયા દિવસ (World Anesthesia Day)
વિશ્વ એનેસ્થેસિયા દિવસ (World Anesthesia Day) 16 ઓક્ટોબરે ઉજવાય છે. વિલિયમ થોમસ ગ્રીન મોર્ટર દ્વારા 16 ઑક્ટોબર 16, 1846ના રોજ અમેરિકાની એક જનરલ હોસ્પિટલમાં ઈથર એનેસ્થેસિયાનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની યાદીમાં વિશ્વ એનેસ્થેસિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એનેસ્થેસિયાનો ઉપયોગ મેડિકલ ઓપરેશન દરમિયાન દર્દીના શરીરના કોઇ અંગને સુન્ન કરવા કે બેહોશ કરવા માટે કરાય છે. એનેસ્થેસિયાથી દર્દીને શસ્ત્રક્રિયા દરમિયાન પીડા કે દુખાવાનો અનુભવ થતો નથી.
16 ઓક્ટોબરની જન્મજયંતિ
- સંકેત મહાદેવ (2000) – ભારતીય વેઇટલિફ્ટર.
- અમિત પંઘાલ (1995) – કોમનવેલ્થ ગેમ્સ, 2022માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય બોક્સર.
- નિદુમોલુ સુમાથી (1950) – ભારતના પ્રખ્યાત મૃદંગ ખેલાડી.
- શેઠ ગોવિંદ દાસ (1896) – સૈનિક, સંસદસભ્ય અને હિન્દી સાહિત્યકાર હતા.
- નરેન્દ્ર ચંચલ (1940) – ભારતના પ્રખ્યાત ગાયક.
- લચ્છુ મહારાજ (1944) – ભારતના પ્રખ્યાત તબલા વાદક.
- હેમા માલિની (1948) – ડ્રિમ ગર્લ તરીકે પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી અને ભરતનાટ્યમ નૃત્યાંગના.
- નવીન પટનાયક (1948) – ઓડિશાના 14મા મુખ્યમંત્રી.
- દિગંબર હાંસદા (1939) – સંપદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત થાલી ભાષાના વિદ્વાન અને શિક્ષણવિદ.
- વિનય મોહન શર્મા (1905) (પં. શુકદેવ પ્રસાદ તિવારી)- પ્રખ્યાત લેખક અને વિવેચક
- વેદ કૃષ્ણમૂર્તિ (1995) – ભારતીય મહિલા ક્રિકેટર.
આ પણ વાંચો | 14 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ માનક દિવસ કેમ ઉજવાય છે, રઝિયા સુલતાન કોણ હતી?
16 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- પ્રભાશંકર પટણી (1938) – ગુજરાતના અગ્રણી જાહેર કાર્યકર્તા હતા.
- લિયાકત અલી ખાન (1951) – પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન.
- હરીશ ચંદ્ર મેહરોત્રા (1983) – ભારતના પ્રખ્યા ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા.
- ગણેશ ઘોષ (1994) – ભારતીય સ્વતંત્રતા સેનાની.