Today history આજનો ઇતિહાસ 16 સપ્ટેમ્બર : વિશ્વ ઓઝોન દિવસ કેમ ઉજવાય છે, ધરતીની સુરક્ષા માટે તેનું શું મહત્વ છે? જાણો

Today history 16 September : આજે 16 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ઓઝોન દિવસ અને નેશનલ ડાન્સ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 16, 2023 06:19 IST
Today history આજનો ઇતિહાસ 16 સપ્ટેમ્બર : વિશ્વ ઓઝોન દિવસ કેમ ઉજવાય છે, ધરતીની સુરક્ષા માટે તેનું શું મહત્વ છે? જાણો
વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવાય છે. (Express Photo)

Today history 16 September : આજે 16 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ઓઝોન દિવસ છે. ઓઝોન સૂર્યમાંથી નીકળતા ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. આ ઓઝોન પડના રક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. આજે નેશનલ ડાન્સ ડે છે. વર્ષ 1908માં આજના દિવસે જનરલ મોટર્સ કોર્પોરેશનની સ્થાપના થઈ હત. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

16 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1810 – નિગુએલ હિદાલ્ગોએ સ્પેનથી મેક્સિકોની સ્વતંત્રતા માટે સંઘર્ષ શરૂ કર્યો.
  • 1821 – મેક્સિકોની સ્વતંત્રતાને માન્યતા આપવામાં આવી.
  • 1908 – ‘જનરલ મોટર્સ કોર્પોરેશન’ની સ્થાપના થઈ.
  • 1947 – ટોક્યોના સૈતામામાં ચક્રવાત કેથલીનથી 1,930 લોકોના મોત થયા.
  • 1975 – કેપ વર્ડે, મોઝામ્બિક, સાઓ ટોમ અને પ્રિન્સિપે સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
  • 1975 – પાપુઆ ન્યુ ગિનીએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મેળવી.
  • 1978 – જનરલ ઝિયા ઉલ હક પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • 2003 – ભૂટાને ખાતરી આપી કે તેની જમીનનો ઉપયોગ ભારતીય હિતોની વિરુદ્ધ કરવામાં આવશે નહીં.
  • 2007 – પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનરે પરવેઝ મુશર્રફને રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપવા માટે ચૂંટણી કાયદામાં સુધારો કર્યો.
  • 2007 – થાઈલેન્ડમાં વન ટુ ગો એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 89 લોકોનાં મોત થયાં.
  • 2008 – ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ના કર્મચારીઓને વિશ્વકર્મા એવોર્ડ આપવામાં આવ્યો.
  • 2009 – ઈનક્રેડિબલ ઈન્ડિયા સાયન્સ કેમ્પેઈન, જેણે ભારતને વિશ્વ સમક્ષ એક ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે રજૂ કર્યું, તેને બ્રિટિશ એવોર્ડ મળ્યો.
  • 2013 – વોશિંગ્ટનમાં નેવી કેમ્પમાં એક બંદૂકધારીએ 12 લોકોની ગોળી મારીને હત્યા કરી.
  • 2014 – ઇસ્લામિક સ્ટેટે સીરિયન કુર્દિશ લડવૈયાઓ સામે યુદ્ધ શરૂ કર્યુ.

વિશ્વ ઓઝોન દિવસ ( World Ozone Day)

વિશ્વ ઓઝોન દિવસ ( World Ozone Day) કે ઓઝોન લેયર પ્રોટેક્શન ડે સમગ્ર વિશ્વમાં 16 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. પૃથ્વી પર જીવ સૃષ્ટિ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. ઈતિહાસ અને ભૂગોળના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડી હતી. પરંતુ માણસને તેની મહેનત અને સ્વભાવના પરિણામે જે મળ્યું છે, આજે માણસ પોતે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કુદરતની કામગીરીમાં સતત હસ્તક્ષેપ કરીને, માણસે પોતાની જાતને પ્રકૃતિની સામે મૂકી દીધી છે જ્યાં કુદરત તેનો નાશ કરી શકે છે. જંગલોના વિનાસતી પર્યાવરણીય અસંતુલન સર્જાયુ છે. વાહનોએ હવાને પ્રદૂષિત કરી છે, ત્યારે માનવીએ પૃથ્વી પર જીવન ટકાવી રાખતા પાણીને પણ છોડ્યું નથી. પોતાના આરામ અને સગવડ માટે માણસે ઓઝોન પડને પણ નુકસાન પહોંચાડ્યું છે જે પૃથ્વી અને તેના પરના સજીવોને સૂર્યમાંથી નીકળતા ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે. દિવસેને દિવસે વધતી જતી ઔદ્યોગિક ગતિવિધિઓને કારણે, આપણા જીવનને બચાવતા ઓઝોન પડ સામે ખતરો ઉભો થયો છે.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગીતા રાની (1981) – ભારતીય મહિલા વેઈટલિફ્ટર.
  • આલ્ફ્રેડ નોયસ (1880) – બ્રિટિશ લેખક, કવિ અને નાટ્યકાર.
  • બળવંત સિંહ (1882) – સ્વતંત્રતા સેનાની.
  • એમ.એસ. સુબ્બુલક્ષ્મી (1916) – પ્રખ્યાત ભારતીય ગાયિકા અને અભિનેત્રી.
  • આર્ટ સેનસમ (1920) – અમેરિકન કાર્ટૂનિસ્ટ.
  • આર. રામચંદ્ર રાવ (1931) – ક્રિકેટ અમ્પાયર.
  • સુશીલ આનંદ (1977) – ભારતીય અભિનેતા.
  • પુષ્કર સિંહ ધામી (1975) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી.
  • પ્રસૂન જોશી (1968) – ભારતીય સિનેમાના ગીતકાર.
  • રામલક્ષ્મણ (1942) – હિન્દી સિનેમા જગતના સંગીતકાર હતા.
  • એમ.એન. કૌલ (1901) – ત્રીજી લોકસભામાં લોકસભા મહાસચિવ હતા.
  • શ્યામલાલ ગુપ્તા ‘પાર્ષદ’ (1893) – ધ્વજ ગીત ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા’ના લેખક.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કપિલા વાત્સ્યાયન (2020) – ભારતીય કલાના અગ્રણી વિદ્વાન હતા.
  • પી.આર. કૃષ્ણ કુમાર (2020) – એક પ્રખ્યાત ભારતીય આયુર્વેદાચાર્ય હતા.
  • અર્જન સિંહ (2017) – ભારતીય વાયુસેનાના સૌથી વરિષ્ઠ માર્શલ અને ફાઇવ સ્ટાર રેન્ક સુધી પહોંચનાર એકમાત્ર માર્શલ.
  • જહાંઆરા (1681) – મુઘલ સમ્રાટ શાહજહાં અને ‘મુમતાઝ મહેલ’ની સૌથી મોટી પુત્રી હતી.
  • જ્વાલાપ્રસાદ (1944) – પ્રખ્યાત ભારતીય એન્જિનિયર અને વર્ષ 1936માં ‘કાશ હિન્દુ યુનિવર્સિટી’ના પ્રો-ચાન્સેલર હતા.
  • એ. બી. તારાપોર (1965) – પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
  • રોનાલ્ડ રોસ (1932) – બ્રિટિશ ચિકિત્સક અને નોબેલ પુરસ્કાર વિજેતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ