આજનો ઇતિહાસ 17 ડિસેમ્બર : ભારતના ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન; કેમ અંગ્રેજોએ કેમ બે દિવસ પહેલા ફાંસી આપી હતી?

Today history 17 December : આજે તારીખ 17 ડિસેમ્બર છે. આજે ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન છે. જાણો ઇતિહાસ ની તવારીખમાં નેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : December 17, 2023 08:06 IST
આજનો ઇતિહાસ 17 ડિસેમ્બર : ભારતના ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન; કેમ અંગ્રેજોએ કેમ બે દિવસ પહેલા ફાંસી આપી હતી?
ભારત સ્વતંત્રતા સેનાની રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન. (Photo - Wikipedia)

Today History 17 December: આજે તારીખ 17 ડિસેમ્બર છે. આજે ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો (Rajendra Lahiri) શહીદ દિન છે. વર્ષ 1927માં આજની તારીખે અંગ્રેજોએ ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીને ગોંડા જેલમાં ફાંસી આપી હતી. ઉપરાંત આજના દિવસે જ મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન સમાપ્ત કર્યુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

17 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

  • 2014 – અમેરિકા અને ક્યુબાએ 55 વર્ષ બાદ રાજકીય સંબંધો પુનઃસ્થાપિત કર્યા.
  • 2009 – લેબનોનના દરિયા કિનારે માલવાહક જહાજ MV ડેની F2 ડૂબી જવાને કારણે 40 લોકો અને 28000 થી વધુ પ્રાણીઓના મોત.
  • 2008 – કેન્દ્ર સરકારે સરકારી દળોમાં પ્રમોશન માટે નવી પ્રમોશન પોલિસી જાહેર કરી.
  • 2008 – શીલા દીક્ષિતે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2005 – ભૂટાનના રાજા જિગ સિગ્મે વાનચુકને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા.
  • 2002 – તુર્કીએ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું.
  • 2000 – ભારત અને પાકિસ્તાનના આર્મી ચીફના હેડક્વાર્ટર ખાતે હોટલાઈન ફરી શરૂ થઈ, નેશનાલિસ્ટ ઓલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મિર્કો સરોવિકે બોસ્નિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
  • 1998 – અમેરિકન અને બ્રિટિશના ફાઇટર એરક્રાફ્ટે ‘ઓપરેશન ડેઝર્ટ ફોક્સ’ હેઠળ ઈરાક પર ભારે બોમ્બમારો કર્યો.
  • 1971 – ભારત-પાક યુદ્ધ સમાપ્ત.
  • 1996 – નેશનલ ફૂટબોલ લીગ શરૂ થઈ.
  • 1940 – મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન સમાપ્ત કર્યું.
  • 1933 – ભારતના દિગ્ગજ ક્રિકેટર લાલા અમરનાથે પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં જ 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
  • 1931 – ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ. આ દિવસે પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસનું સ્વપ્ન સાકાર થયું અને કોલકાતામાં ‘ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના થઈ.
  • 1929 – મહાન ક્રાંતિકારી ભગતસિંહ અને રાજગુરુએ અંગ્રેજ પોલીસ અધિકારી સેન્ડર્સને ગોળી મારી.
  • 1927 – ભારતના અગ્રણી ક્રાંતિકારી રાજેન્દ્રનાથ લાહિડીને બ્રિટિશ સરકાર દ્વારા નક્કી કરાયેલી તારીખના બે દિવસ પહેલા જ ગોંડા જિલ્લાની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
  • 1927 – ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેને તેની પ્રથમ ક્રિકેટ સિરીઝમાં તેની પ્રથમ મેચમાં જ શાનદાર 118 રન બનાવ્યા.
  • 1925 – તત્કાલીન સોવિયેત સંઘ અને તુર્કીએ એકબીજા પર હુમલો ન કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1914 – તુર્કીના અધિકારીઓ દ્વારા યહૂદીઓને તેલ અવીવમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
  • 1914 – પોલેન્ડના લિમાનોવમાં ઓસ્ટ્રિયન સેનાએ રશિયન સેનાને હરાવી.

આ પણ વાંચોઃ- 16 ડિસેમ્બરનો ઇતિહાસ: બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ અને 1971માં પાકિસ્તાન સામે યુદ્ધમાં ભારતની જીત, કેમ ઉજવાય છે વિજય દિવસ

  • 1907 – ઉગેન વાંગચુક ભૂટાનના પ્રથમ વારસાગત રાજા બન્યા.
  • 1803 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઓરિસ્સા પર કબજો કર્યો.
  • 1779 – મરાઠાઓ અને પોર્ટુગીઝ વચ્ચેના લાંબા સંઘર્ષ પછી, મરાઠા સરકારે મિત્રતાની ખાતરી કરવા માટે આ રાજ્યના કેટલાક ગામોની આવક પોર્ટુગીઝને 12,000 રૂપિયાના વળતર તરીકે સોંપી દીધી હતી.
  • 1715 – શીખોના મુખ્ય વડા બંદા બહાદુર બૈરાગીએ ગુરદાસપુર ખાતે મુઘલો સમક્ષ આત્મસમર્પણ કર્યું.
  • 1645 – મુગલ સમ્રાટ જહાંગીરની પત્ની નૂરજહાં બેગમનું અવસાન થયું.
  • 1556- સમ્રાટ અકબરના દરબારના પ્રખ્યાત કવિ રહીમનો જન્મ થયો હતો.
  • 1398 – મોંગોલ સમ્રાટ તૈમુર લેંગે દિલ્હી પર કબજો કર્યો.

આ પણ વાંચો | 15 ડિસેમ્બરનો ઇતિહાસ: સરદાર વલ્લભભાઇ પટેલની પૃણ્યતિથિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલો ખર્ચ થયો છે?

ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિવસ

17 ડિસેમ્બરએ ભારતના ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિવસ છે. અંગ્રેજોએ તેમને નક્કી કરાયેલી તારીખના બે દિવસ પહેલા 17 ડિસેમ્બર, 1927ના રોજ ગોંડા જિલ્લાની જેલમાં ફાંસ આપી હતી. તેમનો જન્મ 29 જૂન 1901ના રોજ આજના બાંગ્લાદેશમાં આવેલા પબના જિલ્લાના મડ્યાં (મોહનપુર) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ક્ષિતિ મોહન લાહિડી અને માતાનું નામ બસંત કુમારી હતું. યુવાન ક્રાંતિકારી લાહિરી કાકોરી ઘટનાના મુખ્ય આરોપીઓ પૈકીના એક હતા. આ ઘટના બાદ અંગ્રેજો તેમની ધરપકડ કરી અને અદાલતમાં કેસ ચલાવ્યો હતો.

17 ડિસેમ્બર 1927ના રોજ ગોંડા જિલ્લાની જેલમાં તેમના સાથીઓના બે દિવસ પહેલા તેમને ફાંસી આપવામાં આવી હતી. રાજેન્દ્રનાથ લાહિરીને દેશભક્તિ અને નિર્ભયતાની ભાવના વારસામાં મળી હતી. કાકોરી કાંડમાં રાજેન્દ્ર લાહિડીને સાથ આપનાર અન્ય ચાર ક્રાંતિકારી – પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન અને ઠાકુર રોશન સિંહને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો | 14 ડિસેમ્બરનો ઇતિહાસ: વાનર અને માનવના ડીએનએ કેટલા મેચ થાય છે? કોને બોલીવુડના શો મેન કહેવાય છે?

17 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • જોન અબ્રાહમ (1972) – બોલીવુડ એક્ટર અને મોડલ જોન અબ્રાહમનો જન્મ દિવસ.
  • જગદીશ શેટ્ટર (1955) – ભારતીય રાજકારણી અને કર્ણાટક રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • વહેંગબમ નિપમચા સિંહ – વર્ષ 1930માં આજના દિવસે જન્મેલા વહેંગબમ નિપમયા સિંહ મણિપુરના ભૂતપૂર્વ નવમાં મુખ્યમંત્રી હતા.
  • એલન વૂરહીસ (1922) – અમેરિકના પ્રખ્યાત એન્જિનિયર .
  • હરિ દેવ જોશી (1920) – રાજસ્થાનના ભૂતપૂર્વ સાતમા મુખ્યમંત્રી હતા.
  • મુહમ્મદ હિદાયતુલ્લાહ (1905) – ભારતના પ્રથમ મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ, તેઓ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ હતા.
  • લક્ષ્મી નારાયણ મિશ્રા (1903) – એક પ્રસિદ્ધ હિન્દી નાટ્યકાર હતા.
  • સખારામ ગણેશ દેઉસ્કર (1869) – એક ક્રાંતિકારી લેખક, ઇતિહાસકાર અને પત્રકાર હતા.
  • રહીમ (1556) – બાદશાહ અકબરના રાજ દરબારના પ્રખ્યાત કવિ.

આ પણ વાંચો | 13 ડિસેમ્બરનો ઇતિહાસ : સંસદ પર કેટલા આંતકવાદીએ હુમલો કર્યો હતો, રાષ્ટ્રીય ઘોડા દિવસ કેમ ઉજવાય છે?

17 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સત્ય દેવ સિંહ (2020) – ભારતીય જનતા પાર્ટીના પીઢ રાજકારણી હતા.
  • ઇકબાલ અહેમદ ખાન (2020) – દિલ્હી ઘરાનાના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા.
  • શ્રીરામ લાગુ (2019) – ભારતીય સિનેમા અને થિયેટરના પીઢ કલાકાર હતા.
  • ભોગરાજુ પટ્ટાભી સીતારમૈયા (1959) – પ્રખ્યાત ભારતીય સ્વતંત્રતા સેનાની, ગાંધીવાદી અને પત્રકાર.
  • રાજેન્દ્રનાથ લાહિડી (1927) – ભારતના મહાન ક્રાંતિકારીનો રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન.
  • બેગમ નૂરજહાં (1645) – મુઘલ સમ્રાટ જહાંગીરની પત્ની બેગમ નૂરજહાંનું આજની તારીખે મૃત્યુ થયુ હતુ.

આ પણ વાંચો | 12 ડિસેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય હેલ્થ કવરેજ દિવસ; દુનિયાની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય યોજના કઇ છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ