scorecardresearch

Today history 17 February : આજનો ઇતિહાસ 17 ફેબ્રુઆરી – શિવાજીએ મુઘલો પાસેથી સિંહગઢનો કિલ્લો જીત્યો, ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિનું નિધન

Today history 17 February : આજે 17 ફેબ્રુઆરી 2023 (17 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો મરાઠા શાસક છત્રપતિ શિવાજીએ (chhatrapati shivaji maharaj) વર્ષ 1670 મુઘલના કબજામાં રહેલો સિંહગઢ કિલ્લો (Sinhagad Fort) જીત્યો હતો. તો ભારતીય રિઝર્વ બેંકના બીજા ગવર્નર (RBI Governor) જેમ્સ બ્રાડ ટેલરનું (James Braid Taylor) અને ભારતના પ્રખ્યાત ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ (J Krishnamurti)નું નિધન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (17 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Sinhagad Fort
17 ફેબ્રુઆરીનો ઇતિહાસ – મહારાષ્ટ્રમાં આવેલો સિંહગઢ કિલ્લો

Today history 17 February : આજે તારીખ 17 ફેબ્રુઆરી, 2023 (17 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો મરાઠા શાસક છત્રપતિ શિવાજીએ (chhatrapati shivaji maharaj) વર્ષ 1670 મુઘલના કબજામાં રહેલો સિંહગઢ કિલ્લો (Sinhagad Fort) જીતી લીધો. વર્ષ 1867માં સુએઝ કેનાલમાંથી (suez canal) પ્રથમ જહાજ પસાર થયું હતું. તો ભારતીય રિઝર્વ બેંકના બીજા ગવર્નર (RBI Governor) જેમ્સ બ્રાડ ટેલરનું (James Braid Taylor) વર્ષ 1943 અને ભારતના પ્રખ્યાત ફિલોસોફર જીદ્દુ કૃષ્ણમૂર્તિ (Jiddu Krishnamurti) જેમને ટૂંકમાં જે કૃષ્ણમૂર્તિ (J Krishnamurti) તરીકે ઓળખાય છે તેમનું 1986માં આજની તારીખે નિધન થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં (17 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

17 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1370 – રુદાઉના યુદ્ધમાં જર્મનીએ લિથુઆનિયાને હરાવ્યું.
 • 1670 – શિવાજીએ મુઘલના કબજામાં આવેલ સિંહગઢ કિલ્લો જીતી લીધો.
 • 1698 – ઔરંગઝેબે જીંજીના કિલ્લા પર કબજો કર્યો.
 • 1813 – પ્રશિયાએ ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કર્યું.
 • 1852 – ફ્રાન્સમાં પ્રેસ સેન્સરશિપ સહિત ઘણા દમનકારી પગલાં લેવામાં આવ્યા હતા.
 • 1864 – અમેરિકન સિવિલ વોર દરમિયાન એચ.એલ. હેન્લી નામની સબમરીને પ્રથમ વખત યુદ્ધ જહાજનો નાશ કર્યો હતો.
 • 1867 – સુએઝ કેનાલમાંથી પ્રથમ જહાજ પસાર થયું.
 • 1878 – સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ શરૂ થયું.
 • 1882 – સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.
 • 1883- બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરનાર ક્રાંતિકારી વાસુદેવ બળવંતનું અવસાન થયું.
 • 190 – અમેરિકન સામ્રાજ્ય સામે લડનારા અશ્વેત અપાચે યોદ્ધા જેરોનિમોનું મૃત્યુ.
 • 1915 – ગાંધીજીએ પ્રથમ વખત શાંતિનિકેતનની મુલાકાત લીધી.
 • 1927- વીર વામનરાવ જોશી દ્વારા લખાયેલ નાટક રણદુન્દુભીનું મુંબઈમાં નાટ્યમંચન કરવામાં આવ્યું હતું, જેમાં દીનાનાથ મંગેશકરે તેજસ્વિનીની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ 16 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ

 • 1931 – લોર્ડ ઈરવિને ગાંધીજીનું વાઇસરોયના નિવાસસ્થાને સ્વાગત કર્યું.
 • 1933 – અમેરિકાનું સાપ્તાહિક મેગેઝિન ‘ન્યૂઝવીક’ પ્રકાશિત થયું.
 • 1934 – બેલ્જિયમના રાજા આલ્બર્ટ પ્રથમનું પર્વતારોહણ દરમિયાન અવસાન થયું.
 • 1944 – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એનિવેટોકનું યુદ્ધ શરૂ થયું જેમાં અમેરિકન સૈનિકોની જીત થઇ.
 • 1947 – સોવિયેત સંઘમાં ‘વોઈસ ઓફ અમેરિકા’નું પ્રસારણ શરૂ થયું.
 • 1959 – વેનગાર્ડ 2 નામનો પ્રથમ હવામાન ઉપગ્રહ ભ્રમણકક્ષામાં છોડવામાં આવ્યો.
 • 1962 – જર્મનીના હેમ્બર્ગમાં વાવાઝોડામાં 265 લોકો મૃત્યુ પામ્યા.
 • 1964 – યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે નાગરિક અધિકારો પરના કાયદાને સ્વીકાર્યો.
 • 1972 – બ્રિટિશ સંસદે યુરોપિયન સમુદાયમાં જોડાવાનો પ્રસ્તાવ પસાર કર્યો.
 • 1976 – મકાઉએ બંધારણ અપનાવ્યું.
 • 1982 – ઝિમ્બાબ્વેના વડાપ્રધાન રોબર્ટ મુગાબેએ જોશુઆ એન્કોમીને સરકાર વિરુદ્ધ ષડયંત્રના આરોપસર સરકારમાંથી હાંકી કાઢ્યા.
 • 1983 – નેધરલેન્ડે બંધારણ અપનાવ્યું.
 • 1990 – ચેકોસ્લોવાકિયાની કમ્યુનિસ્ટ પાર્ટીએ સોવિયેત આક્રમણ બાદ સત્તા કબજે કરી, ફર્સ્ટ નેશન્સ પ્રમુખ ગુસ્તાવ હાસાક, ભૂતપૂર્વ વડા પ્રધાન લુબિમીર સ્ટ્રોગલ સહિત 20 અન્ય નેતાઓને હાંકી કાઢ્યા.
 • 1996 – રશિયન ચેસ ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવે આ રમતમાં ‘ડીપ બ્લુ’ નામના સુપર કોમ્પ્યુટરને હરાવ્યું.
 • 1997- નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.

આ પણ વાંચોઃ 15 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ થયો, મીર્ઝા ગુલાબીએ ફાની દુનિયાને અલવિદા કહ્યું

 • 1999 – પ્રીતિ બંસલ (ભારતીય મૂળના) અમેરિકાના ન્યુયોર્ક પ્રાંતના સોલિસિટર જનરલ બન્યા, પાકિસ્તાનની તમામ લશ્કરી અદાલતોને ત્યાંની સર્વોચ્ચ અદાલતે અમાન્ય કરી દીધી.
 • 2000 – સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિકાસ સંગઠને બાંગ્લાદેશની વિનંતી પર 21 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું.
 • 2004 – ફૂલનદેવી હત્યા કેસના મુખ્ય આરોપી શમશેર સિંહ રાણા તિહાર જેલમાંથી ફરાર.
 • 2005 – બાંગ્લાદેશની લેખિકા તસ્લીમા નસરીને ભારતીય નાગરિકતાની માંગણી કરી.
 • 2006 – અમેરિકા પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરવા આદેશ આપ્યો.
 • 2007- મહિલા ઉત્થાનને સમર્પિત અને પીઢ ગાંધીવાદી શ્રીમતી અરુણાબેન દેસાઈનું ગુજરાતમાં અવસાન થયું. તત્કાલીન અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ઈરાકમાંથી સૈનિકો પાછા હટાવવાની જાહેરાત કરી હતી.
 • 2008- કોસોવોએ સર્બિયાથી સ્વતંત્ર થવાની ઘોષણા કરી. અનિલ અંબાણી જૂથે રિલાયન્સ પાવરના તમામ નોન-પ્રમોટર શેરધારકોને મફત બોનસ શેર આપવા અંગે વિચારણા કરવાની જાહેરાત કરી છે. ભારત સંચાર લિમિટેડે ઓરેકલ સોલ્યુશન્સ સાથે જોડાણ કર્યું છે.
 • 2009 – ચૂંટણી પંચે મતદાનના છેલ્લા તબક્કાના અંત સુધી એક્ઝિટ પોલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો.
 • 2014 – સાઉદી અરેબિયાની સોમાયા જીબાર્તી દેશની પ્રથમ મહિલા મુખ્ય સંપાદક બની. તેમને ‘સાઉદી ગેઝેટ’ અખબારના મુખ્ય સંપાદક બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 14 ફેબ્રુઆરીનો ઇતિહાસ – આજે ‘વેલેન્ટાઇન ડે’, દુનિયાભરમાં પ્રેમના દિવસની ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • સદા મોહમ્મદ સૈયદ (1984) – દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી
 • કે. ચંદ્રશેખર રાવ (1954) – અગ્રણી રાજકારણી અને ભારતના નવા રચાયેલા 29માં રાજ્ય તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી.
 • રવિ ટંડન (1935) – જાણીતા ભારતીય ફિલ્મ નિર્દેશક હતા.
 • જીવનાનંદ દાસ (1899) – બાંગ્લા ભાષાના પ્રખ્યાત કવિ અને લેખક.
 • બુધુ ભગત (1792) – પ્રખ્યાત ક્રાંતિકારી અને ‘લારકા વિદ્રોહ’નો આરંભ કરનાર.
 • પૂર્ણ સિંહ (1881) – ભારતના પ્રતિષ્ઠિત નિબંધકારો હતા.

આ પણ વાંચોઃ 13 ફેબ્રુઆરીનો ઇતિહાસ- ‘હિંદની બુલબુલ’ સરોજિની નાયડુની જન્મજયંતિ અને વિશ્વ રેડિયો દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • ચીમનભાઈ પટેલ (1994) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
 • રાની ગેડિનલિયુ (1993) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની.
 • વાસુદેવ બળવંત ફડકે (1883) – ભારતીય ક્રાંતિકારી હતા.
 • જેમ્સ બ્રાડ ટેલર (1943) – ભારતીય રિઝર્વ બેંકના બીજા ગવર્નર હતા.
 • કૈલાશ નાથ કાત્જુ (1968) – પ્રખ્યાત રાજકારણી અને મધ્ય પ્રદેશ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
 • જીદ્દૂ કૃષ્ણમૂર્તિ (1986) – જે કૃષ્ણમૂર્તિ તરીકે પ્રખ્યાત ભારતીય ફિલોસોફર.
 • કર્પૂરી ઠાકુર (1988) – સ્વાતંત્ર્ય સેનાની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
 • પંડિત સીતારામ ચતુર્વેદી (2005) – પ્રખ્યાત લેખક અને પત્રકાર.
 • વેદ પ્રકાશ શર્મા (2017)- હિન્દીના પ્રખ્યાત નવલકથાકાર.
 • લેરી ટેસ્લર (2020) – અમેરિકાના એક કમ્પ્યુટર વૈજ્ઞાનિક હતા.
 • સતીશ શર્મા (2021) – કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હતા.
 • સંજય રાજારામ (2021) – ભારતના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક હતા.

આ પણ વાંચોઃ 12 ફેબ્રુઆરીનો ઇતિહાસ – બારડોલી સત્યાગ્રહની શરૂઆત અને મહર્ષિ દાયનંદ સરસ્વતીની જન્મજયંતિ

Web Title: Today history 17 february chhatrapati shivaji sinhagad fort jiddu krishnamurti know important events

Best of Express