આજનો ઇતિહાસ 17 જાન્યુઆરી: ગુરુ ગોવિંદ સિંહ જન્મજયંતિ, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો

Today history 17 January : આજે 17 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
January 17, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 17 જાન્યુઆરી: ગુરુ ગોવિંદ સિંહ જન્મજયંતિ, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો
Today history: 17 જાન્યુઆરીની ઇતિહાસની તવારીખમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો. (Photo - Social media)

Today history 17 January : આજે તારીખ 17 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તિથિ અનુસાર શીખ ધર્મના 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંની જન્મજંયતિ છે, જેને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. ગુરુ ગોવિંદ સિહનો જન્મ વર્ષ 1666માં પોષ વદ સાતમ તિથિના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો. આજે વર્ષ 1601માં આજની તારીખે જ બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2022માં આજના દિવસે કથ્થક નૃત્યના પ્રખ્યાત કલાકાર પંડિત બિરજુ મહારાજનું અવસાન થયુ હતુ. તો પ્રખ્યાત કવિ અને ગીતકાર જાવેદ અખ્તર અને ગણિતશાસ્ત્રી ડી.આર. કાપરેકરનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

17 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – ઇસરો (ISRO) એ યુરોપિયન સ્પેસ એજન્સીના Ariane-5 લોન્ચ વ્હીકલ દ્વારા કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30 લોન્ચ કર્યો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદ, નક્સલવાદી હિંસા કે સાંપ્રદાયિક રમખાણોના પીડિતો માટે સરકારી સહાય મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત બનાવ્યું હતું.
  • 2013 – ઈરાકમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 33 લોકોના મોત થયા હતા.
  • 2010 – ભારતની સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર હુમલો થવાની સ્થિતિમાં સ્વ-બચાવના અધિકારની પ્રો-એક્ટિવ વ્યાખ્યા આપતા કહ્યું કે, કાયદાનું પાલન કરનારા લોકોએ કાયર બનીને રહેવાની જરૂર નથી. તેની બે સભ્યોની ખંડપીઠે, સ્વ-બચાવના અધિકાર પર 10-મુદ્દાના નિર્દેશ નક્કી કરતા કહ્યું કે, આ સંજોગોમાં વ્યક્તિને ગુનેગાર બનાવી શકાય નહીં, પછી ભલે તેણે હુમલાખોરને જીવલેણ નુકસાન પહોંચાડ્યું હોય.
  • 2008 – કેન્દ્ર સરકારે દિવ્યાંગોને નોકરી આપવા માટે 1800 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી હતી. મેડાગાસ્કરમાં હિંદ મહાસાગરના પામ વૃક્ષની નવી પ્રજાતિઓ મળી આવી.
  • 2007 – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ બેવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
  • 2002 – અમેરિકાના વિદેશ મંત્રી કોલિન પોવેલ ભારત પહોંચ્યા, આતંકવાદના મુદ્દે ભારતના વલણને સમર્થન આપ્યું.
  • 1995 – જાપાનમાં 7.2ની તીવ્રતાના ભૂકંપમાં 5,372 લોકોના મોત થયા.
  • 1989 – કર્નલ જેકે બજાજ ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા.
  • 1987 – ટાટા ફૂટબોલ એકેડમી શરૂ કરવામાં આવી.
  • 1985 – ભારતીય ક્રિકેટર અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ સામે તેની બીજી ટેસ્ટ સદી ફટકારી.
  • 1980 – નાસાએ Flatsatcom-3 લોન્ચ કર્યું.
  • 1979 – સોવિયેત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1976 – યુરોપિયન સ્પેસ એજન્સીએ હર્મિસ રોકેટ લોન્ચ કર્યું.
  • 1961 – ડેમોક્રેટિક કોંગોના વડા પ્રધાન પેટ્રિસ લુમુમ્બાની દેશના નવા લશ્કરી શાસકો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
  • 1948 – નેધરલેન્ડ અને ઇન્ડોનેશિયા યુદ્ધવિરામ મુદ્દે સહમત થયા.
  • 1946 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રથમ બેઠક યોજાઈ.
  • 1945 – બીજા વિશ્વયુદ્ધના અંત દરમિયાન પોલેન્ડની રાજધાની વોર્સોમાં સોવિયેત આર્મીનું આગમન.
  • 1941 – સુભાષ ચંદ્ર બોઝ બ્રિટિશરોના શકંજામાંથી છૂટીને ચૂપચાપ જર્મની જવા રવાના થયા.
  • 1913 – રેમન્ડ પોઈનકેર ફ્રાન્સના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1895 – ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાસિમીર પેરીએ રાજીનામું આપ્યું.
  • 1863 – અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગૃહયુદ્ધ.
  • 1852 – બ્રિટને દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલની સ્વતંત્રતાને માન્યતા આપી.
  • 1757 – જર્મનીએ પ્રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1601 – મુઘલ બાદશાહ અકબરે અસીરગઢના અભેડ કિલ્લામાં પ્રવેશ કર્યો. ફ્રાન્સે સ્પેન સાથે કરાર કર્યો જે હેઠળ ફ્રાન્સે બ્રાઇસ, બ્યુગ્સ વોલ્રોમી અને ગેક્સ પ્રદેશ મેળવ્યા હતા.
  • 1595 – ફ્રાન્સના રાજા હેનરી IV એ સ્પેન સામે યુદ્ધની ઘોષણા કરી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 16 જાન્યુઆરી શીખ ધર્મના સાતમાં ગુરુ હરરાયની જન્મજયંતિ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • અબ્દુલ્લા અબુબકર (1996) – ટ્રિપલ જમ્પિંગમાં ભાગ લેનાર એક ભારતીય એથ્લેટ.
  • જાવેદ અખ્તર (1945) – પ્રખ્યાત કવિ, ગીતકાર.
  • મહાવીર સરન જૈન (1941) – પ્રખ્યાત લેખક.
  • અરવિંદ કુમાર (1930) – માધુરી અને સર્વોત્તમ સામયિકોના પ્રથમ સંપાદક.
  • રંગેયા રાઘવ (1923) – હિન્દી ભાષાના લેખક.
  • નાઝીમ હિકમત (1920) – તુર્કી ક્રાંતિકારી કવિનો જન્મદિવસ.
  • કમલ અમરોહી (1918 ) – ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક.
  • ડી.આર. કાપરેકર (1905) – ભારતીય ગણિતશાસ્ત્રી.
  • બાબુ ગુલાબરાય (1888) – ભારતના પ્રખ્યાત લેખક, નિબંધકાર અને વ્યંગકાર.
  • નિશિથ પ્રામાણિક (1986) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી જે બંગાળના કૂચ બિહારના સાંસદ છે.
  • ‘કોન્સ્ટેન્ટિન સ્ટેનિસ્લાવસ્કી’ (1863 ) – મહાન રશિયન ચિત્રકાર જેણે આધુનિક થિયેટરને તેની વાસ્તવિક શૈલીથી પુન: આકાર આપ્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 15 જાન્યુઆરી ભારતીય સેના દિવસની ઉજવણી, માયાવતીનો જન્મ દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બિરજુ મહારાજ (2022) – પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકાર.
  • ગુલામ મુસ્તફા ખાન (2021) – ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયક હતા.
  • બાપુ નાડકર્ણી (2020) – ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.
  • જ્યોતિ બસુ (2010) – ભારતના પ્રખ્યાત માર્ક્સવાદી રાજકારણી.
  • સુચિત્રા સેન (2014) – હિન્દી અને બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી
  • જ્યોતિ પ્રસાદ અગ્રવાલ (1951) – આસામના પ્રખ્યાત લેખક, સ્વાતંત્ર્ય સેનાની અને ફિલ્મ નિર્માતા.
  • ગૌહર જાન (1930) – એક ભારતીય ગાયિકા અને નૃત્યાંગના હતી.
  • બેગા બેગમ (1582) – મુઘલ સમ્રાટ હુમાયુની બીજી પત્ની અને અકબરની સાવકી માતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ